‘K’ ટાઈપ કરવાથી તસ્વીરમાં એવું તો શું થાય છે કે અત્યાર સુધી 34 લાખ લોકો આવું કરી ચુક્યા છે? તમે તો આ ભૂલ નથી કરીને વાંચો વધુમાં

0
247

હવે કેપ્શનમાં તો લખેલું છે કે K દબાવો (Press K), પરંતુ કદાચ કહેવાનો મતલબ છે કે કમેન્ટમાં K ટાઈપ કરો. હવે સૌથી શોકિંગ વાત એ છે કે આ તસ્વીરમાં 33 લાખથી વધુ લોકો કમેન્ટ કરીને એટલે કે K દબાવીને ગયા છે. તો અમે પણ આ વસ્તુ ટ્રાય કરીને જોઈ. પરંતુ અમને આવું કંઈ જોવા ન મળ્યું જેને અબનોર્મલ કહી શકાય. અમે કમેન્ટ સેક્શનમાં કોઈ ક્લૂ શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ 33 લાખ Kની વચ્ચે એક ક્લૂ ન મળ્યો.

તો અમે વિચાર્યું કે સર્ચ કરીને જોવું જોઈએ. સર્ચ કર્યું તો રેડિટ (reddit.com) પર આવી જ તસ્વીર મળી. તેમાં કેપ્શન હતું-

ઝડપથી ઉપર નીચે સ્ક્રોલ કરો

અમે આ પણ કરીને જોયુ. કોઈ મોટી વાત ન થઈ… ચક્કર જરૂરથી આવવા લાગ્યા. કમેન્ટ સેક્શનમાં જાણવા મળ્યું કે આ તસ્વીરનો ઉદ્દેશ ઓપ્ટિકલ ઈલ્યુઝન ક્રિએટ કરવાનું છે. અમને પણ કંઈક કંઈક ફિલ થવા લાગ્યું ઝૂમ ઈન- ઝૂમ આઉટ જેવું કંઈક.  

ઓપ્ટિકલ ઈલ્યૂઝન

આપણનો પોતાની આંખો પર ખૂબ ભરોશો હોય છે માટે જ કહીંએ છીએ કે જ્યાં સુધી આંખોથી નઈ જોઈએ વિશ્વાસ નહીં કરીએ. મૂવી જોઈ હતીને ?  સુધીર મિશ્રાની?  આંખો દેખી? આજ કોન્સેપ્ટ હતો તેમાં પણ. પરંતું શું આપણે નિશ્ચિંત રૂપથી કહીં શકીયે કે જે આપણે જોયું તેજ સાચું છે. ના, તે પણ ખોટું હોઈ શકે છે. બસ આજ ઓપ્ટિકલ ઈલ્યુઝન કહેવાય છે. દષ્ટિ ભ્રમ. ઉદાહરના રૂપમાં નીચેની આ તસ્વીર જુઓ.

સચ એક ‘ધોકા’ હૈ

તમને લાગશે કે ગોળો ફરી રહ્યો છે પરંતુ એવું છે નહીં. આ એક ઓપ્ટિકલ ઈલ્યૂઝન છે. આવી એક નહીં ઘણી બધી તસ્વીરો, વીડિયો વગેરે ભરેલી પડી છે તેના માટે ગુગલ કરો.

હવે સવાલ એ છે કે લોકો આવી ફાલતું તસ્વીરો પોસ્ટ કેમ કરે છે? તો હલ તમે જાણ્યું કે ઓપ્ટિકલ ઈલ્યૂઝન શું છે હવે જાણીએ વધુ એક જોરદાર વસ્તું… લાઈ ફાર્મિંગ.

લાઈક ફાર્મિંગ

ઈન્ટરનેટની દુનિયામાં એકથી એક સ્પેમર ભરેલા પડ્યા છે. તે લાઈક અને શેર જનરેટ કરવા માટે આવી ઈમોશનલ વસ્તુઓ પોસ્ટ કરે છે કે ભોળા લોકો ઈગ્નોર ન કરી શકે. જેવું કે ફેસબુક કામ કરે છે, જે પોસ્ટ પર જેટલુ વધુ લાઈક-શેર હશે, તે તેટલા વધુ લોકોની ન્યૂઝફિડમાં જોવા મળશે.

તેનાથી સ્પેમર્સને એક જ જગ્યા પર ઘણા બધા લોકો મળી જશે અને તેનાથી જ અસલી ફ્રોડ શરૂ થયા છે. 

જ્યારે આ પોસ્ટ શેર કરવામાં આવે છે તો તે બિલકુલ ખતરનાક નથી હોતી. પરંતુ જ્યારે તે વાયરલ થઈ જાય છે તો પોસ્ટ એડિટ કરી તેમાં મેલિશિયસ લિંક્સ નાખી દેવામાં આવે છે. આ લિંક્સની મદદથી તે પોતાના પ્રોડક્ટનો પ્રચાર કરે છે અને શકંજામાં લઈને તમારી ડિટેલ્સ ચોરી કરે છે. ત્યાર બાદ એક ટ્રિક એવી પણ છે જેનાથી સ્પેમર તમારા ક્રેડિટ કાર્ડનો ડેટા પણ ઉડાવી શકે છે. આવા પોસ્ટની એડિટ હિસ્ટ્રી ચેક કરવામાં આવે તો તે તમને લગભગ તેમાં બદલાવ જ જોવા મળશે. તે એક એવી પોસ્ટ બની ચુકી છે કે જેને લાઈક કરવાનું તમે વિચારશો જ નહીં. ઓરિજિનલ પોસ્ટ એડિટ કરવા ઉપરાંત આ પોસ્ટમાં કમેન્ટ્સમાં ધણા બધા સ્પેમ વાળા લિંક્સ નાખી દેવામાં આવે છે.  

ધણા બધા લોકો ફેસબુક પર પ્રાઈવસી સેટિંગ ‘પબ્લિક’ રાખે છે. મતલબ જે લોકો તમારી ફ્રેન્ડલિસ્ટમાં નથી તે પણ તમારી ડિટેલ્સ જોઈ શકે છે. ડાઉનલોડ કરી શકે છે. આમ તો કોઈ એમ જ તમારી પ્રોફાઈલ જોવા નથી આવી જવાના પરંતુ તમે ‘લાઈક ફોર્મિંગ’ વાળી કોઈ પણ પોસ્ટ પર કમેન્ટ કરો છો તો તમે પોતાની પ્રોફાઈલની પબ્લિક ડિટેલ્સ હજારો અજાણ્યા લોકોની સામે એક સાથે એક્સપોઝ કરી દો છો. આમ આ રીતે તમારો ડેટા ચોરાઈ શકે છે.

તમારો ફોન નંબર અથવા ઈમેલ લઈને તેમાં સ્પેમ કરી શકાય છે. કોઈ નવા પ્રોડક્ટ વેચવા વાળા SMS અને કોલ્સથી.

તમારી તસ્વીર ચોરવામાં આવી શકે છે. ખાસ કરીને મહિલાઓની. તેમની આગળ ‘લાઈક ફાર્મિંગ’ વાળી પોસ્ટમાં ઉપયોગ કરવામાં આવી શકે છે. તેને મોર્ફ કરવામાં આવી શકે છે.

અને અંતમાં….

મિત્રો કસમથી અમે ખોટું નહીં બોલીયે. અમને આ પોસ્ટમાં કોઈ એવું એક્સેપ્શનલ અનુભવ નથી થયો. તમે જુઓ, શું ખબર તમને કંઈક ખબર પડે અને જો ખબર પડે તો કમેન્ટ કરીને જાણ જરૂરથી કરજો અને હાં, તેમાં પ્લિઝ K ટાઈપ ન કરી દેતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here