અતિ વિશ્વાસ પાત્ર પ્રયોગ , કોઇપણ આડઅસર વગર કબજીયાત દુર થશે વાંચો અને મિત્રો સાથે શેર કરો

બઈથત અતિ વિશ્વાસ પાત્ર પ્રયોગ , કોઇપણ આડઅસર વગર કબજીયાત હેમોગ્લોબીન ચહેરામાં ચમક વાળમાં ચમક એડીમાં ચીરા પડવા

રોજ રાત્રે સુતી વખતે આંગળીથી સરસીયાનું તેલ , પાંચ ટીપા નાભી ( દુટી ) પર લગાડી હળવી માલીસા કરી સુઈ જવું . 1 અઠવાડીયામાં આપોઆપ ફાયદાઓ જોવા મળતા હાર થઇ જશે . કાયમી કરશો . તાજા જન્મેલા બાળકથી લઇ વૃધ્ધો કરી શકે છે .

સાંધાનો દુઃખાવા માટે ? તલ તેલની માલીસ કરવી શારીર નબળાઇ માટે ગાયના ઘી ની માલીસ વંટીના દુઃખાવા માટે : એરંડીચા તેલની માલીસ કર૦ Sારીયા માટે * આદુનો રસ લગાડવો શુધ્ધ આરોગ્ય ખેતસી વી . મૈઠીયા – વેરાવળ એ જ ભકિત , Mob : 094080 88621

સામાન્ય રીતે કબજિયાતવાળી વ્યક્તિઓને મળ પ્રવૃત્તિમાં શ્રમ પડે છે, ઘણા પ્રયત્ન પછી સખત અને ગાંઠોવાળો શુષ્ક મળ ઊતરે છે. ક્યારેક મળની કઠિનતાને લીધે મળમાર્ગની ત્વચા છોલાવાથી દાહ સાથે લોહીના ટીપાં પડે છે, અને મળદ્વાર પર ચીરા પડે છે. લાંબા સમયની કબજિયાતથી માથાનો દુખાવો, પીંડીઓમાં કળતર, પરિશ્રમ વગરનો થાક, આળસ, આફરો, અરૂચિ, અપચો, કૃશતા, રુક્ષતા વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે.

ઉપચારઃ

આયુર્વેદના ગ્રંથોમાં કહેવાયું છે કે જે કારણોથી રોગ ઉત્પન્ન થયો હોય, તે કારણોનો ત્યાગ કરવાથી વગર ઔષધે રોગ સ્વયં મટી જાય છે. એ પ્રમાણે કબજિયાત ઉત્પન્ન કરતા મૂળભૂત કારણોથી જો દૂર રહેવામાં આવે તો કબજિયાત પણ સ્વયં શાંત થઈ જાય છે. આને નિદાન પરિવર્જન કહે છે. માટે જો તમારો વ્યવસાય બેઠાડું અને પરિશ્રમ વગરનો હોય, તો સવારે અને રાત્રે ખાલી પેટે હળવો કસરત કરવી તથા સાંજે ફરવા જવું.

આયુર્વેદ પ્રમાણે કબજિયાતનો પ્રધાન દોષ વાયુ છે અને આ વાયુને બસ્તિકર્મથી જીતી, શાંત પાડી શકાય છે. બસ્તિકર્મ એટલે મળમાર્ગેથી એનિમા આપવો. અહીં કબજિયાતમાં અકસીર એક સરળ માત્રાબસ્તિનું નિરૂપણ કરું છું. એક કપ જેટલા એરંડિયાને સહેજ નવશેકું ગરમ કરી તેમાં એક-બે ચપટી ખાંડેલી સૂંઠ નાંખી, એક પ્લાસ્ટિકની પીચકારીમાં ભરી ડાબા પડખે સૂતા પછી તેનો એનિમા લેવો.

સખત કબજિયાત હોય તો દર બીજો દિવસે, પછી દર ત્રીજો દિવસે, પછી ચોથા આ પ્રમાણે માત્રાબસ્તિ-એનિમા લેવો. મસા, ભગંદર, ફીશર, આંતરડાનો સોજો કે ચાંદાવાળાએ બસ્તિ લેવી નહીં. માત્રાબસ્તિથી વાયુનું અનુલોમન થઈ કબજિયાત મટે છે.

આપણે ત્યાં લોલીંબરાજ નામના એક પ્રખ્યાત વૈદ્ય થઈ ગયા, તેમણે પોતાના અતિ લઘુ પુસ્તકમાં કેટલાક સફળ-સચોટ ઉપચારો દર્શાવ્યા છે. તેમાં કબજિયાતના ઉપચારમાં તેઓ જણાવે છે કે, અડધા કપ જેટલા ગાયના ઘીમાં એક ચમચી જેટલું સિંધાલુણ મિશ્ર કરી રાત્રે સૂતી વખતે પીવાથી પેટમાં કોઈપણ જાતની ગરબડ થયા વગર કબજિયાત દૂર થાય છે. આ ઉપચારમાં ઘી અને સિંધાલુણ દ્વારા પક્વાશય સ્થિત અપાનવાયુનું અનુલોમન એટલે કે નીચે તરફની ગતિ થવાથી કબજિયાત તૂટે છે. દર ત્રીજા, ચોથા દિવસે, ત્રણેક મહિના આ ઉપચાર કરવો જોઈએ.

એક ખાસ વાત અહીં યાદ રાખવી. દરરોજ વિરેચક ઔષધ લેવાની શરીરને ટેવ ન પાડવી. નિયમિત વિરેચક ઔષધો લેવાથી મળ સાફ આવશે, પણ આવા ઔષધોથી આંતરડામાં રુક્ષતા ઉત્પન્ન થાય છે અને તેનાથી ધીમે-ધીમે આંતરડાની પ્રાકૃત ચીકાશમાં ઘટાડો થવાથી, ઔષધો બંધ કરતા પુનઃ કબજિયાતમાં વધારો થાય છે. એટલે કે વિરેચક ઔષધોનો નિયમિત ઉપયોગ લાંબા ગાળે હિતાવહ નથી.

Leave a Comment