મહિલાને લગતી કેટલીક સરકારી યોજનાઓ વિષે વધુમાં જાણો અને દરેક મહિલા સાથે શેર કરો

મહિલા અને બાળવિકાસ વિભાગના મહત્‍વની યોજનાઓ

  • બેટી બચાવો (સેવ ધ ગર્લ ચાઈલ્‍ડ)
  • નારી-ગૌરવ નીતિ – મહિલાઓનું ગૌરવ, જાતીય સમાનતા
  • બાલિકા સમૃદ્ધિ યોજના
  • કિશોરી સશક્‍તિ યોજના- કિશોરવસ્‍થા, શક્‍તિ અને જાગૃતિ
  • સ્‍વંયસિદ્ધા યોજના- સાચા અર્થમાં સશક્‍તિકરણ
  • વિધવા સહાય અને તાલીમ યોજના
  • સરસ્‍વતી સાધના યોજના
  • કુવંરબાઈનું મામેરું યોજના
  • સાત ફેરા સમુહલગ્ન
  • મહિલા વૃદ્ધાશ્રમ
  • ચિરંજીવી યોજના
  • નારી અદાલત
  • સખી મંડળ યોજના
  • કૃષિ તાલીમ યોજના
  • મત્‍સ્‍ય ઉદ્યોગ સાહસિક યોજના

મહિલાઅનેબાળવિકાસવિભાગનીચેનાવિભાગોહેઠળકાર્યરતછે :

  • મહિલા અને બાળ વિકાસ કમિશનર
  • નિયામક, સમાજ સુરક્ષા
  • ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ (જીડબલ્‍યુઈડીસીએલ)
  • ગુજરાત રાજ્‍ય મહિલા આયોગ
  • જેન્‍ડર રિર્સોસ સેન્‍ટર(સ્‍વાયત્ત)
  • કમિશનર, કેન્‍દ્રીય સમાજ કલ્‍યાણ બોર્ડ

ગુજરાત મહિલા અને બાળવિકાસ વિભાગ :

મહિલાઓ માટે જાતીય સમાનતા સર્જવાની જવાબદારી સર્વાગી વિકાસ પ્રક્રિયાનો આધાર

જાતિય સમાનતા :

  • સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્‍તિકરણ
  • વિચારો, અભિવ્‍યક્‍તિ, માન્‍યતા, શ્રદ્ધા અને ધર્મનું સ્‍વાતંત્ર્ય
  • તક અને દરજ્‍જા ની સમાનતા
  • મહિલાઓ માટે ન્‍યાય અને સમાનતા, સામાજિક-આર્થિક સશક્‍તિકરણ માટે જાગૃતિ લાવવી

પહેલ

સમાજમાં અનેક ક્ષેત્રોમાં મહિલાઓને અસમાનતાનો સામનો કરવો પડે છે.સ્ત્રી-પુરુષનું પ્રમાણ, સામાજિક માળખું, ઘરે અને કામના સ્થમળે જાતીય હિંસા, શિક્ષણનું નીચું પ્રમાણ, આરોગ્યર અને પોષણનો અભાવ, આમ અનેક મોરચે મહિલાઓએ સહન કરવું પડે છે. ગુજરાતે મહિલાઓને સુશિક્ષિત – સુરક્ષિત અને જાગૃત્ત બનાવવા જેન્ડડર ઈક્વાંલિટી પોલીસી(જીઈપી) ઘડી છે. મહિલા અને બાળવિકાસ વિભાગે મહિલા અને બાળકોની સ્થિજતિ સુધારવા માટે યોજનાઓને અમલી બનાવી છે, રાજ્ય સરકારે નવી પહેલ કરી છ

મહિલા અને બાળવિકાસના યોજનાઓ

  • મત્સ્ય-ઉદ્યમ યોજના
  • કૃષિ તાલીમ યોજના
  • સખી મંડળ યોજના
  • નારી અદાલત
  • ચિરંજીવી યોજના
  • મહિલા વૃદ્ધ આશ્રમ
  • સાત ફેરા સમૂહ યોજના
  • કુંવરબાઇ મામેરું યોજના
  • સરસ્‍વતી સાધના યોજના
  • વિદ્યાસહાય અને તાલિમ યોજના
  • સ્‍વંયસિદ્ધા યોજના – સાચા અર્થમાં સશક્‍તિકરણ
  • કિશોરી શક્‍તિ યોજના- કિશોરાવસ્‍થા, શક્‍તિ અને જાગૃતિ
  • બાલિકા સમૃદ્ધિ યોજના
  • નારી- ગૌરવ નીતિ – મહિલાઓનું ગૌરવ, જાતીય સમાનતા
  • બેટી બચાવો- માતૃ વંદના યાત્રા
  • વિદ્યાદીપ યોજના
  • વિદ્યાલક્ષ્મી બોન્ડ

મહિલાઓના અનુસંધાનમાં બંધારણીય જોગવાઈઓ

ભારતનું બંધારણ સ્ત્રીઓને ફક્ત સમાનતા જ આપતું નથી;પરંતુ મહિલાઓની તરફેણમાં તે રાજયને સમર્થ બનાવે છે. જેથી તે મહિલાઓને સામાજિક આર્થિક, શિક્ષણ અને રાજકીય ક્ષેત્રમાં થતા ગેરલાભો માટે સકારાત્મક અલગ પગલાં અપનાવે.
મૂળભૂત અધિકારો , બીજાઓ વચ્ચે, કાનૂન આગળ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ,  કોઈપણ નાગરિક સામે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જાતિ અથવા જન્મ સ્થળ પર ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે, અને રોજગાર સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા બાંહેધરી આપે છે.
બંધારણની કલમો- 14, 15, 15 (3), 16, 39 (એ), 39 (બી), 39 (સી) અને 42 આ અંગે ચોક્કસ મહત્વ આપવામાં આવ્યું છે.

સ્ત્રીઓ માટે કાયદા સમક્ષ સમાનતા (કલમ ૧૪ )

રાજ્ય  કોઇ નાગરિક વિરૂદ્ધ ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, જાતિ, જન્મ અથવા જન્મસ્થળ ના  આધારે ભેદભાવ ન રાખે. (કલમ ૧૫-૧)

રાજ્ય સરકારે મહિલાઓ અને બાળકોની તરફેણમાં કોઇ ખાસ જોગવાઇઓ કરવી (કલમ ૧૫ (૩))

તમામ નાગરિકો માટે સમાન તક: રોજગારી અથવા રાજ્ય સરકાર હેઠળની કોઈ ઓફીસમાં નિમણુકની બાબતમાં(કલમ ૧૬)

સ્ત્રી-પુરુષ બન્નેને સમાન ધોરણે આજીવિકાના પૂરતા સાધનો/સહાય  મળે (કલમ ૩૯ (એ)):  અને “સમાન કામ-સમાન વેતન” (કલમ ૩૯(ડી)) મુજબની યોગ્ય – સમાનતાના અધિકારનું રક્ષણ કરતી  નીતિ રજ્ય સરકારે ઘડવી

ન્યાય માટે: સમાન તકના ધોરણે  અને સુયોગ્ય મફત કાનૂની સહાય અથવા યોજના કે અન્ય કોઈ રીતે તકો મારફતે ન્યાયની ચોક્કસ ખાતરી આપવી જેથી આર્થિક કે બીજી ક્ષમતાઓને કારણે તેઓ ન્યાય-વંચિત ના રહે. (કલમ ૩૯ એ)

રાજ્ય સરકારે કામની પરિસ્થિતિ  અને માતૃત્વ રાહત માટે ન્યાયી તથા માનવીય જોગવાઈઓ કરવી (કલમ ૪૨)

રાજ્ય સરકારે નબળા વર્ગ ના લોકો ના શૈક્ષણિક અને આર્થિક હિતો  ખાસ કાળજીથી પ્રોત્સાહિત કરવા   તેમજ તેમને સામાજિક અન્યાયના તમામ પ્રકારના સ્વરૂપો અને શોષણ સામે રક્ષણ આપવું.(કલમ ૪૬)

રાજ્ય સરકારે તેના લોકોના પોષણ અને જીવન ધોરણના સ્તરને ઊંચું લાવવા માટે  અને લોક સ્વાસ્થ્યમાં સુધારો લાવવો (કલમ ૪૭)

ભારતના તમામ લોકોમાં  સંવાદિતા અને સામાન્ય ભાઈચારાની ભાવનાને  પ્રોત્સાહન પૂરું પાડવું અને મહિલાઓ ના ગૌરવ માટે અપમાનજનક વ્યવહારો ત્યાગ કરવા (કલમ ૫૧ (એ) (ઈ))

કુલ બેઠકોની એક તૃતીયાંશથી ઓછી નહી  (અનુ.જાતિ -અનુ.જન જાતિની મહિલા અનામત બેઠકોની સંખ્યા  સહિત) એટલી મહિલા અનામત બેઠકો દરેક પંચાયત માં સીધી ચુંટણીથી ભરવી; અને આ બેઠકો  આ બેઠકો પંચાયતના મતદાર વિભાગો મુજબ રોટેશનથી ફાળવવી (કલમ ૨૪૩ ડી (૩) )

દરેક સ્તરે પંચાયતોમાં આવેલી કુલ અધ્યક્ષ ઓફિસો પૈકી મહિલાઓ માટે અનામત સંખ્યા એક તૃતીયાંશ થી ઓછી ના હોવી જોઈએ.(કલમ ૨૪૩ ડી(૪))

નગરપાલિકામાં સીધી ચુંટણી થી ભરવાની થતી કુલ બેઠકોમાં મહિલાઓ માટે અનામત બેઠકો એક તૃતીયાંશ થી ઓછી ના હોવી જોઈએ ((અનુ.જાતિ -અનુ.જન જાતિની મહિલા અનામત બેઠકોની સંખ્યા  સહિત) અને આ બેઠકો નગરપાલિકાના વિવિધ મતદાર વિભાગોમાં રોટેશનથી ફાળવવી. (કલમ ૨૪૩ ટી (૩))

નગરપાલિકાઓ માં અધ્યક્ષ ની કચેરીઓ પૈકી અનુસૂચિત જાતિ માટે, અનુ. જન જાતિ માટે અને મહિલાઓ માટે માટે અનામત; રાજ્ય વિધાનસભા કાયદા દ્વારા પ્રદાન કરે તે મુજબ આપી  શકે છે (કલમ ૨૪૩ ટી (૪))

Leave a Comment