કામિકા એકાદસી વ્રત કથા મહીમા અને માહાત્મ્ય

8
542

કામિકા એકાદશી ( અષાઢ વદ -૧૧ ) યુધિષ્ઠિરે પૂછયું : ‘ વાસુદેવ ! આપને નમસ્કાર ! અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે ? કૃપા કરીને એનું વર્ણન કરો . ” ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા : ‘ રાજ ! સાંભળો , હું તમને એક પાપનાશક. ’ ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ હતું . ’ નારદજીએ પ્રશ્ન કર્યોઃ “ હે કમલાસન ! હું આપની પાસેથી એ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું શું નામ છે એના કયા દેવતા છે ? અને એનાથી કયું પુણ્ય થાય છે ?

પ્રભુ એ બધું મને બ્રહ્માજીએ કહ્યું : ‘ નારદ ! સાંભળો . હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું . અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ “ કામિકા ‘ છે . એનાશ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે . આ દિવસે શ્રીહરિ વિષ્ણુનું પૂજનકરવું જોઈએ . ” ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે . એ ઘણું દુર્લભ પુણ્ય છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે . એ બંનેને સમાન ફળ મળે છે . માટે પાપભીરુ મનુષ્ય યથાશક્તિ , પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીઠરિનું પૂજન કરવું જોઈએ . જે પાપરૂપી કિચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા , એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે . અધ્યાત્મવિઘા પરાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે . એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આવ્રત કરવાથી થાય છે . કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતનાદર્શનનથી કરતો અને ક્યારેયદુર્ગતિમાં પણ નથી પડતો . લાલમણી , મોતી , સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતાં કે જેટલા તુલસીદળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે . જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે , એના જન્મભરના પાપોનો ચોક્કસનાશ થઈ જાય છે . ભગવાન શ્રી કૃષ્ણ કહે છે : “ યુધિષ્ઠિર ! આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું . આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે . આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્યકરવું જોઈએ . આ સ્વર્ગલોક અને મહાન પુણ્ય ફળ પ્રદાન કરનારી છે . જે સાથે આનું મહાભ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here