Home સરકારી યોજના માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો ખરીદવા સહાય મેળવવા અહી ક્લિક કરો

માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો ખરીદવા સહાય મેળવવા અહી ક્લિક કરો

43
માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો ખરીદવા સહાય મેળવવા અહી ક્લિક કરો

માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય મેળવવા માટે  ફોર્મ અરજી કરો ૧૨/૦૭ /૨૦૨૧ થી ૩૧/૦૭/૨૦૨૧ સુધી. કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)

કોને સહાય મળવાપાત્ર થાય

  • અનુસુચિત જાતિના લોકો
  • અનુસુચિત જાતિના લોકો અતિ પછાત જાતિના લોકો માટે કોઈ આવક મર્યાદા નથી.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને
  • આર્થિક રીતે પછાત વર્ગના
  • વિચરતી અને વિમુક્ત જાતિના લોકો
  • લઘુમતી જાતિના લોકોને

અનુસૂચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય તેઓને સાધન /ટુલ કીટસ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. અનુસુચિત જનજાતિના ઈસમો સ્વરોજગારી મેળવી શકે. યોજના અનવયે તેઓને ટુલ કીટ/ઓજારો આપવામાં આવે

આ યોજના  દરમિયાન મળવા પાત્ર સહાય : અનુ.જનજાતિના ઇસમ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૪૭,૦૦૦/-અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦૦/-…જિલ્લાના મદદનીશ કમિશનરશ્રી/આદિજાતિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાના સહિતની અરજી રજુ કરવાની હોય છે દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને ટુલકીટસ આપવામાં આવે છે.

  •  કડીયાકામ
  •  સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારીકામ
  • ધોબીકામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહી વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
  • મોબાઇલ રીપેરીંગ
  • પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)
  • રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ અરજી કરતી વખતે રજુ કરવાના થતા  ડોક્યુમેન્‍ટ  આ પ્રમાણે છે જેની નોંધ લેવી આધાર કાર્ડ, રેશન કાર્ડ,  રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ પૈકી કોઈ એક,  અરજદારની જાતિ નો દાખલો,  વાર્ષિક આવક નો દાખલો,  અભ્યાસનો પુરાવો આ બધા પુરાવા સાથે જોડવાના થશે  ફોર્મ ભરવા રૂબરૂ સંપર્ક કરો :- હેનીલ જનસેવા કેન્દ્ર Mo:- 8128411456 ખાસ ઉપયોગી માહિતી ફરજીયાત બીજા ગ્રુપમાં શેર કરશો..તમારા એક શેર થી કેટલાય ગરીબ લોકોને કામ લાગશે અને તમને આશીર્વાદ ફળશે

ગુજરાત સરકારના Social Justice & Empowerment Department દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓના Online Form ભરવા માટે સરકારની અધિકૃત વેબસાઈટ જાહેર કરેલ છે. https://esamajkalyan.gujarat.gov.in/ આ વેબસાઈટ દ્વારા manav garima yojana online form ભરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here