હસતા રહો, હસાવતા રહો….જોરદાર જોક્સ વાંચવા ક્લિક કરો

Wife એ Husband ને msg કર્યો:- ઑફિસેથી પાછા આવતા શાક લેતા આવજો. અને પાડોસણે તમને hello કહ્યું છે……Husband : કઈ પડોસણ ?….Wife: કોઈ નહીં. મે એટલા માટે msg ના છેડે પાડોસણનું નામ લખ્યું જેથી હું sure થઈ શકું કે તમે મારો પૂરો msg વાંચ્યો…..હવે કહાનીમાં વળાંક છે…… Husband :- પણ હું તો પાડોસણના સાથે જ છું. તું કઈ પાડોસણના બારામાં કહી રહી હતી ?….Wife :- ક્યાં છો તમે ….? ….Husband : શાક માર્કેટના પાસે …..Wife :- ત્યાં રોકવ, હું હમણાં આવું છું ……..10 મિનિટમાં શાક માર્કેટ પહોંચીને Wife એ Husband ને msg કર્યો ” ક્યાં છો તમે “?….Husband :-“હું ઑફિસમાં જ છું. હવે તારે જે શાક લેવું હોય તે લઈ લે……વાતમાં હવે એક મોડ આવે છે…..A big twist is here now….Wife : પણ હું તો ગુસ્સામાં રિક્ષા પકડીને આવી ગઈ અને મારું પર્સ પણ ઘરે રહી ગયું. શાક તો ઠીક પણ રિક્ષાનું ભાડું ક્યાંથી આપીશ ? પ્લીઝ જરા જલ્દી આવો…….પતિ: અરે બેવકૂફ, પર્સ તો લઈને આવવું જોઇએ ને ! ઠીક છે હું આવી રહ્યો છું…….(શાક માર્કેટ પહોંચીને) ક્યાં છે તું ?……..Wife- ઘર પર જ છું, હવે શાક લઈને સીધા ઘર પર આવી જાવ…….Moral of the story-.નારી થી નારાયણ નથી જીતી શક્યા, આપણે તો શું જીતી શકીયે ??બસ, હસતા રહો, હસાવતા રહો.

થોડું હસી લઈએ. વરસાદમાં રોડ તૂટે તો કોણ જવાબદાર?…..સરકારી મિટિંગમાં નક્કી થયું :;……વરસાદ જ જવાબદાર છે….2. શિક્ષકે પૂછ્યું : એવી જગ્યા કઈ કે જ્યાં ઘણા બધા હોય છતાં એકલવાયું લાગે?…..સ્ટુડન્ટ : પરીક્ષાખંડ…….3. ‘પ્રવાહ સાથે તો બધા જતા હોય છે, પ્રવાહની વિરુદ્ધ જાય તે જીવનમાં કંઈક બને’.. ….. હું હજી આટલું ટ્રાફિક પોલીસને સમજાવું એની પહેલાં તો એણે રસીદ ફાડી નાખી…….. જો તમે લાલ પાણીમાં પીળી ટોપી નાખો તો શું થાય?….ટોપી ભીની થાય……..5. લોક્ડાઉન દરમ્યાન બંધ થઈ ગયેલી જાહેરાત….. ‘ઘરેથી ચાલ્યા ગયા છે.’…..6. લોકડાઉન વખતે કયું વાક્ય ગંભીરતાથી લીધું??? ? ‘ એકબીજા માટે અંતર રાખીએ પણ અંતરથી એકબીજાની નજીક રહીએ.’ 7. લોક્ડાઉનથી સમાજને શું મળ્યું?…..: કવિ, ગાયક અને રસોઇઆ.’ 8. દુનિયા માં એવી કઈ વસ્તુ છે કે જે કામ ના કરે ત્યારે તેની પીઠ થાબડવામાં આવે છે.? : રીમોર્ટ કંટ્રોલ. 9. ખાખરા એ બીજું કાંઈ જ નથી પણ રોટલીની અગ્નિપરીક્ષા છે…..10. પિતા : બેટા આજ સુધી તે એવું કોઈ કામ કર્યું છે જેનાથી મારું માથું ઊંચું થાય? પુત્ર : હા એક વાર તમારા માથા નીચે ઓશીકું મેં મૂકી આપ્યું હતું.  .11. ટીકીટ ચેકરે પપ્પુને બસમાં વગર ટિકિટે પકડ્યો અને ટીકીટ નાં લેવાનું કારણ પૂછ્યું…..પપ્પુએ બસમાં જ લખેલી સુચના બતાવી.’ કોઈ અજાણ્યા માણસ પાસેથી કશું લેવું નહીં.’

12. જેનું address એક અને dress અનેક તે સંસારી. ….જેનો dress એક અને address અનેક તે સાધુ….13. અધૂરા સપના પુરા કરવા શું કરવું જોઈએ? જવાબ : ફરીથી સુઈ જવું જોઈએ. 14. ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? જમીન પર.  15. એક માજી તેના પૌત્રને આશિર્વાદ આપતા હતા. બેટા એવા કામ કરજે કે લોકો તને ‘ટીવી’માં જુવે, ‘સી.સી.ટી.વી’માં નહીં. 16. ઘરમાં પોતું થતું હોય ત્યારે અમુક લોકો એ રીતે પગ મુકતા મુકતા નીકળે છે કે જાણે નકસલવાદીઓએ સુરંગ પાથરી હોય.

17. અગરબત્તી બે પ્રકારની હોય છે. એક ભગવાન માટે અને બીજી મચ્છર માટે. તકલીફ એ છે ભગવાન આવતા નથી અને મચ્છર જતા નથી આળસું પત્ની અને સમજદાર પતિ એટલે.., રોજ સાંજે કઢી-ખીચડી..!  નાનપણમાં વધુ પડતાં લાડ થી ઉછર્યા હોય… એ મોટા થઈને સલાડથી ઉછરે છે…!!

આ વખતે વેલેન્ટાઇન ડે ને યાદગાર બનાવો,  તમારી ગર્લફ્રેન્ડને તમારી પત્નિ સાથે મુલાકાત કરાવો.. આર્થિક મંદી એ હદે છે કે… લોકો પોતાની પત્ની ને જ પ્રેમ કરવાં લાગ્યાં છે..!  ઘોર મંદી નો માહોલ તો ત્યારે જાણવા મળ્યો..જ્યારે, સુલભ શૌચાલય વાળા એ કહ્યું : “ઘણાં દીવસે દેખાયાં..!!”

“ભઈ, તમે ડાઉનલોડ કરવાં માટે કયું સોફટવેર વાપરો છો…??” ભગો : “ભાવનગરવાળાનું કાયમ ચૂર્ણ..!!” ………પડોશણે મને સ્માઈલ આપી…મેં 50/- ની નોટ પર મારો નંબર લખી એને આપી. એણે નાકે જઈને 50/- ની પાણીપુરી ખાધી. હવે 15 મિનિટમાં પેલા ભૈયાના 50 મેસેજ આવી ગયાં…” પાણીપુરી કેવી લાગી..?? ”

આપણાં શરીરમાં 70% પાણી છે.. એનો મતલબ એમ છે કે જાડું માણહ જાડું નથી…!ફક્ત…..એમના શરીરમાં પૂર આવેલું છે..અને જે પતલા છે એ લોકો દુકાળગ્રસ્ત છે ..

શિક્ષક :- હોસ્પિટલમાં જે “+” નુ નિશાન હોય છે એનો મતલબ શું છે..? ભૂરો :- જે ઉભું છે એ ડોક્ટર છે.. અને જે આડું સૂતું છે એ દર્દી છે..!! પછી તો..શિક્ષકે ભૂરાને ગુરુદક્ષિણા મોકલાવી

સ્કૂલ માં “ગદ્ય” અને “પદ્ય” જ ભણાવતાં.. મોટાં થયાં બાદ ખબર પડી કે હજુ એક “મદ્ય” પણ હોય છે.. અને એની વાર્ષિક પરીક્ષા 31 મી ડિસેમ્બરે હોય છે..! 😂*

દઢ મનોબળવાળા ભુરાએ દારૂ છોડી દીધો. મિત્રોએ આની ખુશાલીમાં ભુરા પાસે પાર્ટી માંગી. ભુરાએ બધા મિત્રોને બારમાં દારૂની પાર્ટી આપી…., અને પોતે………પારણા કર્યા !
**

એક વડીલના અંતિમ સંસ્કાર દરમ્યાન કોઈ ની રીઁગટોન રણકી…”અકેલે અકેલે કહાઁ જા રહે હો..” ભગવાન ની દયાથી બધું જ છે. બસ, રજાઈ માં લાત મારવા વાળી ની કમી છે. ~ સિંગલ્સ ઊવાચ

એક ભાભીએ દાઢ કઢાવી… ભાઇનુ વજન ચાર દિવસ માં દોઢ કીલો વધ્યું…!!  કોઈ એ માર્ક કર્યું..??  વેલેન્ટાઈન તહેવાર દરમિયાન કોઈ એ એવું નથી કહ્યું…
“હવે તહેવારો માં પહેલાં જેવી મજા નથી.”

માવલડીના પાલવ ગ્યા , ગઈ દાદા ની વાતો. ઘી ગોળના ચૂરમા ગ્યા , ને ગઈ સંતાકૂકડી ગાતી.ગિલ્લી ડંડા , ભમરડા ગ્યા , ગઈ બળદ ગાડા ની વાત્યું. રાસ , રાહડા , ગરબી ગ્યા , ને ગઈ ચંદરવાની ભાત્યું. ગોરી કેરું ગવન ગ્યું , ગઈ પનઘટની પનિહારી.  તાંબા પિત્તળ ની હેલ ગઈ , ને ગઈ ઝરૂખા બારી. ગાય ભાંભરડા ઘમ્મર વલોણા , ગ્યા રાગ પ્રભાતી.  ધૂપ , દિપ ને ઝાલર ટાણું , નોબત આરતી થાતી. ગઈ ડેલીઓ , ગયા ડાયરા , ગઈ મેમાનુંની મોજું.  લાપસી , લાડુ , શિરામણ ગ્યા , કયાં ગઈ અરજુ-ચરજુ. માંચી , ઢોલીયા , ઘરરર ઘંટી , માફો વેલ્ય મશીયાળા.  ખાંડણીયો ને સાંબેલું ગ્યું , ને ઘર થયા ઓશિયાળા. મેઘ ગાણાં ને પરબલાં , ગઈ મણ દેવતાની વાત્યું.  મોતી તોરણ , મશાલું , ને ગઈ ઘરચોળાની ભાત્યું. આંણુ , ટાંણુ , ઝિયાણુ ગ્યું , ગ્યું ભાણું તરભાણું.  ગાગર , ઉતરડ , આઝમેણ , ને ગ્યું બલોયાં ને બોઘાણું. નાડ , જોતરને ભંડકિયું , ગયો મોળીયો ,  ચી.  ગયો સલૂખો ગયો વાનોરો , ને ગયા તેલને ઘાંચી. લાંગ , પટારો , ડામચીયો , ગઈ કેડી ને બેડી.  સુંડલા , સુપડા , ડાલાં , ફાનસ , પીઠ , પલાણ ને ઘોડી. ગમાણ , સાંકળ , ખીલા , ઓગઠ જોગણ ને જાદરીયું.  ઠોઠા , બાફલુ , નીરણ , નોધણુ , ગ્યું ભેંસ માદરિયું. માઢ , મેળી , ગોખ ,  ઓટલો , ખોંભી , ખૂંટ ને ખારું.  મોભ , મોતીયા , ઘોડિયાવટ , ને ખેતર ખોળીબારું. ખળા , હાલરૂ , શેંકલા , મોગો , ઝાલ , ઉંટડો , થાળુ.  માણ , મોરીયો નાથ ગઈ , ને ગ્યું માંચડો , માણું. જેર , જોટો , આગળીયો , ભૂંગળ ને વળી તાળું.  તાપણ , સગડી , કુલડી , ને ગ્યા બારસાખ , પાણિયારું. બાળપણને જુવાની ગઈ , ગ્યું ઘડપણ ગોઝારું……..”ગીરધર” કહે તું સમર હરિને , પાછો વળ હવે તો સારું..!!!!!

 

9 thoughts on “હસતા રહો, હસાવતા રહો….જોરદાર જોક્સ વાંચવા ક્લિક કરો”

  1. An intriguing discussion is definitely worth comment. There’s no doubt that that you ought to publish more on this issue, it might not be a taboo subject but typically folks don’t speak about these subjects. To the next! Cheers.

    Reply
  2. The very next time I read a blog, Hopefully it does not disappoint me just as much as this one. I mean, Yes, it was my choice to read, however I genuinely thought you would probably have something useful to say. All I hear is a bunch of moaning about something that you could possibly fix if you weren’t too busy seeking attention.

    Reply

Leave a Comment