કરૂણા અભિયાન-” અંતર્ગત અબોલ પશુ-પક્ષી રક્ષણ મીટીંગ યોજાઇ પતંગના દોરાથી ઘાયલ થયેલ પશુ-પક્ષી અને માણસો માટે વન વિભાગ,પશુદવાખાના,જીવદયા સંસ્થા દ્વારા કંન્ટ્રોલરૂમ તથા સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે જેનો સંપર્ક કરવો સરકારશ્રી દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે જે સંદર્ભે તા.૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષી ઓ અને માણસોને નુકશાન ન થાય તે હેતુથી’કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે અને ઉતરાયણ જેવા પર્વની ઉજવણી જેવો માનવનો હર્ષ અને ઉલ્લાસનો પ્રસંગ અબોલ પશુપક્ષી ઓ માટે અને માણસોને કોઇ ખતરારૂપ ન થાય તે રીતે ઉજવવામાં આવે તે દિશાઓમાં પ્રયત્નો થાય અને લોકોમાં જાગૃતિ કેળવાય છે.આ સંદર્ભે ” જાહેર જનતા એ નોંધ લઇ પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ અને માણસો ધાયલ થાય તો નીચે મુજબના કંન્ટ્રોલ રૂમ અને સારવાર કેન્દ્રનો સંપર્ક કરી તાત્કાલીક જાણ કરવા અનુરોધ કરવામાંઆવે છે.
માણો પતંગની મજા પણ ન કરો પક્ષીઓને સજા આવો આ ઉત્તરાયણમાં પક્ષી બચાવવાની પહેલ કરીએ આ સૂચનાનું બધા પાલન કરે એવી આશા સાથે …….સવારના પહોરમાં 9 વાગ્યા પહેલા અને સાંજે 5 થી 7 કલાક દરમિયાન પતંગ ચકાવવાનું ટાળો….ચાઇનીઝ દોરી તથા ગુબરનો ઉપયોગ ટાળો……માંન્ઝામાં સફેદ દોરીનો ઉપયોગ ટાળો…ઘાયલ પક્ષીને કેમ્પ પર લઇ આવતી વખતે મહેરબાની કરી પ્લાસ્ટિક અથવા બીજી કોઇપણ પ્રકારની થેલીની ઉપયોગ કરવો નહિ. (કાપડના રૂમાલનો ઉપયોગ કરવો)
જો તમને કોઈ પક્ષી ઈજાગ્રસ્ત જણાય તો તાત્કાલિક આ હેલ્પલાઇન નમ્બર પર ફોન કરીને પક્ષીઓનો જીવ બચાવીશું.
હેલ્પલાઈન નબર: 1962
મો.નંબર: +91 8320002000 પર karuna લખી whatsapp કરો