સ્વિસના વિજ્ઞાનીઓએ પ્લાસ્ટિકમાંથી બનાવ્યું 18 કેરેટનું શુદ્ધ સોનું બનાવ્યું વધુમાં જાણો અને શેર કરો

1
199

સ્વિસ યુનિ. ETH ઝ્યૂરિકના વિજ્ઞાનીઓનું સંશોધન Science research in London લંડન: પર્યાવરણને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહેલા પ્લાસ્ટિકમાંથી ઇંધણ અને રસ્તા બનાવવા જેવા ઘણા પ્રયોગ થઇ ચૂક્યા છે પણ દુનિયામાં પહેલી વાર સ્વિસ વિજ્ઞાની ઓએ પ્લાસ્ટિકમાંથી Plastic to gold making સોનું બનાવવામાં સફળતા મેળવી છે.

પ્લાસ્ટિકના મેટ્રિક્સનો મિશ્ર ધાતુ તરીકે ઉપયોગ કરીને બનાવાયેલું 18 કેરેટનું આ સોનું વજનમાં ઘણું હલકું છે અને તેની ચમક પણ અસલ સોના જેવી જ છે. તેને સરળતાથી પોલિશ પણ કરી શકાય છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે હલકું હોવાના કારણે તે સોનાની ઘડિયાળો અને જ્વેલરી તરીકે ખૂબ લોકપ્રિય થશે. આ રિસર્ચના તારણો સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરાયા છે.પ્રોટીન ફાઇબર અને એક પોલિમર polymer લેટેક્સનો ઉપયોગ કરાયો સ્વિસ યુનિવર્સિટી ઇટીએચ જ્યૂરિખના વિજ્ઞાની રાફેલ મેજેન્ગાએ જણાવ્યું કે સોનાનું જે નવું રૂપ વિકસાવાયું છે તેનું વજન પરંપરાગત 18 કેરેટ સોનાથી લગભગ 10 ગણું ઓછું છે. તેમ છતાં તે 18 કેરેટનું સોનું છે. તે બનાવવા માટે પ્રોટીન ફાઇબર અને એક પોલિમર લેટેક્સનો ઉપયોગ કરાયો. તેમાં પહેલા સોનાના નેનોક્રિસ્ટલની પાતળી ડિસ્ક રખાઇ. પહેલા પાણી અને પછી આલ્કોહોલ દ્વારા આ મિશ્રણ તૈયાર કરાયું. આ મિશ્રણને કાર્બન ડાયોક્સાઇડ ગેસના હાઇ પ્રેશરથી પ્રવાહિત કરીને તેને નક્કર આકારમાં ફેરવવામાં આવ્યું. સંશોધકોએ તે બનાવવાની પ્રક્રિયા Process અને સામગ્રી બન્ને માટે પેટન્ટની અરજી આપી છે.સ્વિસ વિજ્ઞાનીઓએ પ્લાસ્ટિકમાંથી 18 કેરેટનું શુદ્ધ સોનું બનાવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here