Home Uncategorized આ ટેકનીકથી પણ કોરોનાનો ખતમ કરી શકાશે, ફકત લોકડાઉન જ પુરતુ નથી

આ ટેકનીકથી પણ કોરોનાનો ખતમ કરી શકાશે, ફકત લોકડાઉન જ પુરતુ નથી

0
આ ટેકનીકથી પણ કોરોનાનો ખતમ કરી શકાશે, ફકત લોકડાઉન જ પુરતુ નથી

કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે રાજ્યોની જરૂરિયાતના આધારે પહેલી કાર્યયોજના દિલ્હી માટે બનાવનારા ‘યકૃત એવં પિત્ત વિજ્ઞાન સંસ્થાન’ (આઈએલબીએસ)ના નિર્દેશક ડૉક્ટર એસ કે સરીને પોતાના અહેવાલમાં સરકારને સલાહ આપી છે કે, ભારતે આ સંક્રમણ રોકવા માટે પ્રત્યેક સંકાસ્પદ દર્દીના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિની ઓળખ કરવા માટે ચીન અને દક્ષિણ કોરિયાની માફક જીપીએસ ટેક્નિકનો ઉપયોગ કરવો પડશે

કોરોના સંક્રમણનો ત્રીજો તબક્કો હજી નથી આવ્યો

તેમનું કહેવું છે કે, વાયરસને ત્રીજા તબક્કામાં ફેલાતો રોકવા માટે તમામ રાજ્યોએ તત્કાળ ત્રીજા તબક્કાની તૈયારીઓ પણ શરૂ કરી દેવી જોઈએ. ડૉક્ટર સરીને કહ્યું હતું કે, વૈશ્વિકસ્તરે કોરોના વાયરસના સંક્રમણનો દર અને કોરોના સમુહના વાયરસની પ્રકૃતિ જોતા ભારતમાં રાજ્યોના સ્તર પર પ્રત્યેક રાજ્યમાં કોરોના વાયરસ પ્રસરવાની ગતિ અનુંસાર રણનીતિ બનાવવી પડશે.

સંક્રમણને ત્રીજા તબક્કામાં પ્રવેશતુ રોકવા અપનાવો આ ઉપાય

ડૉ સરીને કહ્યું હતું કે, જો સંક્રમણને ત્રીજા તબક્કામાં પ્રવેશતો અટકાવવો હોય તો કેટલાક પગલા અત્યારથી જ ભરવા પડશે. પહેલો એ કે સંક્રમણના શંકાસ્પદ લોકોના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિ સુધી પહોંચવા માટે જીપીએસ જેવી ટેક્નિકની મદદ લેવી પડશે. બીજુ જરૂરી કામ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનું છે.

તેના માટે લોકોને જાગરૂક કરી સંક્રમણના લક્ષ્યણો છુપાવવાના બદલે પોતે જ જાહેર કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે. અને ત્રીજુએ કે પરીક્ષણ ક્ષમતાની માંગણીની સરખામણીમાં ખુબ વધારે રાખવુ છે. રાજ્યોના સ્તરે આ ત્રણેય કામો યોગ્ય રીતે કરવામાં આવશે તો કોરોના વાયરસને ત્રીજા તબક્કામા પ્રવેસતો અટકાવી શકાશે.

માત્ર લોકડાઉનથી કોરોનાનો ફેલાવો નહીં અટકે

તેમણે કહ્યું હતું કે, દેશમાં જે સ્થિતિ છે તેને જોતા લોકડાઉન કેટલુ અસરકારક નિવડશે તે 1લી એપ્રિલ બાદ જ ખબર પડશે. લોકડાઉનથી સંક્રમણ ફેલાવવાના કેસમાં ઘટાડો આવે છે કારણ કે એક સંક્રમિત વ્યક્તિ 2.9 લોકોને સંક્રમણ ફેલાવે છે અને લોકડાઉનમાં આ સંખ્યા ઘટીને 2.0 થઈ જાય છે, શૂન્ય નહીં. લોકડાઉનની અસર 10 દિવસ બાદ ખબર પડે છે.

હાલ સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિની ઓળખ સુનિશ્ચિત કરવા પર બધો આધાર છે અને તેના માટે લોકોએ જાતે જ સામે આવવુ જોઈએ. હવે આ સ્થિતિમાં સરકારની સાથો સાથ લોકોની ભૂમિકા પણ ખુબ જ મહત્વની રહે છે.

તપાસ માટે જાતે જ આગળ આવે લોકો

હાલ અમે એ તમામ લોકોની તપાસ કરી રહ્યાં છીએ જેમાં વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. લક્ષણ દેખાયાના બે દિવસ પહેલા જ સંક્રમણનો દર્દીથી બીજનામાં ફેલાવવા લાગે છે. માટે આપણા માટે એ બાબત ખુબ જ જરૂરી છે કે, આવા સંભવિત દર્દીના સંપર્કમાં બે દિવસ પહેલા જેટલા પણ લોકો આવ્યા હતાં તે તમામને અમે તપાસના દાયરામાં લાવ્યા છીએ. તેના માટે લોકોની ભાગીદારી ખુબ જ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here