કરછના ભૂકંપ વખતની એક ઘટના, મારે આ ઘરેણાં નથી જોતા પોલીસ તમે લઇ જાવ

સમજે તેના માટે પોલીસે કહ્યું કરછના ભૂકંપ વખતની એક ઘટના … પોલીસ રાહતકાર્ય કરતી હતી . મકાનમાં કાટમાળો ઉપાડવા , બચી ગયેલા કે મૃત્યુ પામેલાને બહાર કાઢવા આદિ .. એક સુંદર મકાનના કાટમાળની બહાર વયસ્ક પુરુષ બેઠા હતા . ઘર તો પડી ગયુ’તું . પોલીસ આવી , કાટમાળમાંથી એ ભાઈની પુત્રવધૂનો દેહ નીકળ્યો .. શરીર પર બધે જ ઘરેણાં હતા .. આ ઘરેણાં લઈ લો , તમને કામ લાગશે . ” રડતી આંખે પેલા માણસે કહ્યું .. લઈ જાઓ .. બધું જ..તમારે જે કરવું હોય તે કરજો …

પણ , મારે આ નથી જોઈતું .. પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યા . ત્યારે પેલા ભાઈ બોલ્યા “ જ્યારે મોરબીનો મચ્છુડેમ તૂટ્યો , ત્યારે આ બધા ઘરેણા હું લૂંટી લૂંટી ને લાવેલો . આજે એ ઘરેણા મારી પુત્રવધૂએ પહેર્યા’તા ને એ દટાઈ ગઈ . ” ધ્રુસકે ધ્રુસકે રડતા એણે કહ્યું , મારે કંઈ નથી જોઈતું સાહેબ ! તમે લઈ જાઓ … કચ્છની આ કથા સ્મરણ પર રાખજો , અને કોરોનાનાં આ કાળમાં માણસની મજબૂરીનો લાભ લઈ લાખોપતિ કે આબરુદાર થવા માંગતા સહુ અણસમજુ મિત્રોને સાદર સંભળાવજો ને સમજાવજો .. પ્રભુયાાસનની મહામમિ માની એક અંકમાત્ર પણ આપાતના થઈ હોય તો મિચ્છામિ દુકકકમ . શાસન થકી જે મળ્યું , શ્રી સંઘની આંખે ધર્યું !

Leave a Comment