Home Recipe કેરી ઢોકળીનુ શાક

કેરી ઢોકળીનુ શાક

0
કેરી ઢોકળીનુ શાક

સામગ્રી

1. 2 મિડીયમ કાચી કેરી 2. 1 કાંદો 3. 2 કપ ચણાનો લોટ 4.આદું -મરચાની પેસ્ટ 5. લસણ પેસ્ટ 6. ગરમ મસાલો 7.હિંગ 8.હળદર 9.મરચું 10.ધાણાજીરૂ 11.અજ…12. ચપટી સોડા 13. રાઇ 14. જીરુ 15. મીઠું 16. તેલ 
17. સર્વ કરવા : 18. કોથમીર

રીત

1. એક બાઉલમાં1 નંગ કેરી અને કાંદાને ખમણીલો . 2. તેમાથી રસો નીચવીને કાઢીલો . 3. હવે તેમા ચણાનો લોટ નાખો.તેમાં બધાં મસાલા નાખો અને સાથે આદું -મરચા-લસણની પેસ્ટ ઉમેરો .(સોડા પણ નાખવા) 4. થોડું તેલ ઉમેરી ઢોકળીનો લોટ બાંધવો . 5. તેમાંથી ગોળ કે ચોરસ ઢોકળી બનાવીલો . 6. હવે કડાઇમાં તેલ મુકો .તેમાં રાઇ ,જીરુ ,અજમો તથા હિંગનો વઘાર કરો .તેમાં 1 નંગ કાચી કેરીના પિસ વઘારો .(કેરીની છાલ કાઢીને ) 7. તેમાં હળદળ, મરચું ,ધાણાજીરુ, મીઠું ,ખાંડ સ્વાદ અનુસાર નાખીને મિક્ષ કરો. 8. તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરો અને પાણી થોડું ઉક્ળે એટલે તૈયાર ઢોકલી નાખીને ચઢવાદો. ( કૂકર માં પણ આ શાક ચઢવા દેવાય ) 9. કોથમીર નાખીને સર્વ કરો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here