કારમાં મસાલો ખાઈને થુંકવાની આદત બીજા માટે જીવલેણ બની જાય છે

રાજકોટ કારમાં મસાલો કે કંઇ પણ ખાઈને પછી અચાનક દરવાજો ખોલી થુંકવાની આદત બીજા માટે જીવલેણ બની જાય છે. આવી જ ઘટના રાજકોટમાં સામે આવી છે. …….

કુવાડવા રોડ પર કારચાલકે થૂંકવા માટે દરવાજો ખોલ્યો તો પાછળ સ્કૂટર પર આવતા બ્રહ્માકુમારીના મહિલા સેવકે બચવા માટે અચાનક બ્રેક મારવી પડી. ……………………

જેના કારણે સ્કૂટર સ્લીપ થતાં તેઓ પડી ગયા અને પાછળ આવતી એસટી બસ નીચે કચડાઈ ગયા. જેમાં તેમનું મોત નિપજ્યું. ……………..

મળતી પ્રાથમિક માહિતી મુજબ, કુવાડવા રોડ પર મંગળવારે અજબ અકસ્માત સર્જાયો. એક કાચાલકે થુંકવા માટે અચાનક દરવાજો ખોલી નાંખ્યો. આ સમયે પાછળ આવતાં વાહનોનું પણ ખ્યાન નહીં રાખ્યું હોય. …………….

જેના પગલે પાછળ સ્કૂટર આવતાં બ્રહ્માકુમારીના મહિલા સેવક મયૂરી દીદીએ બચવા માટે અચાનક જ બ્રેક મારી દીધી. અચાનક બ્રેક લાગતાં સ્કૂટર સ્લીપ થયું અને મયૂરી દીદી પટકાયાં……………

આ દરમિયાન પાછળ આવતી એસટી બસની નીચે તેઓ આવી જતાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ, મયૂરી દીદી છેલ્લા આઠ વર્ષથી બ્રહ્માકુમારી સાથે સંકળાયેલા છે અને ગ્રીનલેન્ડ ચોકડી પાસેના સેન્ટરમાં સેવા આપતા હતા………….

Leave a Comment