મા મોગલનું ગામ ભગુડાનો રોચક ઈતિહાસ

0
701
સંત અને શૂરાની ભૂમિ ગોહિલવાડના નાના એવા ભગુડા ધામે  મોગલ માઁના બેસણા છે. 450 વર્ષ પહેલાની આ વાત છે  નળરાજાની તપોભૂમિ ભગુડા ગામે માતાજી પધાર્યા હતા. લોકોની અખૂટ શ્રધ્ધા અને વિશ્વાસ ના  કારણે આ ઐતિહાસિક ધામ આજે જગવિખ્યાત થયું છે અને લોકો માતાજીને પૂજા કરે છે .મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે દર્શને  આવતા શ્રધ્ધાળુઓને રહેવા-જમવા સહિતની સુવિધા  પૂરી પાડવામાં આવે છે. ભાવનગરથી લગભગ  80 કિ.મી. અને  મહુવાથી 25 કિ.મી. અને  બગદાણાથી માત્ર 11 કિ.મી. અને ગોપનાથથી 30 કિ.મી.ના અંતરે આવેલું માં મોગલનું  ગામ ભાગુડા એ જ માંગલ ધામ તરીકે પણ ઓળખાય છે  3500ની વસતી ધરાવતું મહુવા તાલુકાનું ભગુડા ગામ મોગલ માતાના ચાર પૈકીના એક ધામમાં સામેલ થયુ છે. . આ મંદિરનો ઈતિહાસ ઘણો રોચક છે. આશરે 450 વર્ષ પહેલા દુકાળ પડતા આહિર સમાજના પરિવારો ગીર ચાલ્યા ગયા હતા. ત્યાં ચારણ અને આહિર જ્ઞાાતિના બે વડીલ મહિલાઓ વચ્ચે સગી બહેનો કરતા પણ વિશેષ સબંધ બંધાયો હતો. ચારણ જ્ઞાાતિના ડોશીના નેસડે મોગલ માતાનું સ્થાનક હોય, તેમણે આહીર જ્ઞાાતિના વૃધ્ધાને રખોપાના નાતે આઈ મોગલને કાપડમાં આપ્યા હતા. માતાજીને સાથે લઈ આહિર વૃધ્ધા ભગુડા આવ્યા હતા અને અહીં તેમણે નળિયાવાળા કાચા મકાનના ગોખલામાં માતાજીની સ્થાપના કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી.
આઈ માઁ મોગલ પ્રત્યે કામળિયા સોરઠિયા આહિર પરિવારોની અખૂટ શ્રધ્ધા અને વિશ્વાસ સાથે ભક્તિ  તેમજ જે કોઈ ભક્તો મનથી સ્મરણ કરી જોળી ફેલાવે તેમની માતાજી તેમની સંપૂર્ણ  મનોકામના પૂર્ણ કરે છે. તેથી જ મોગલ માતાના ભક્તોની સંખ્યા લાખો-કરોડોએ પહોંચી છે. ભગુડામાં મોગલ માતાજીનું સ્થાપન જૂનું હતું. આ સ્થાપની જગ્યાએ 23 વર્ષ પૂર્વ મંદિરનું નવનિર્માણ થયું કરવામાં આવ્યું હતું.નવા મંદિરમાં શ્રધ્ધાળુઓ માટે રહેવા-પ્રસાદ અને વિશાળ મેદાનમાં વાહન પાર્કિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. મંદિરનો વિકાસ કરાયો છે. પરંતુ આજે પણ પરંપરા બદલવામાં આવી નથી. ભગુડા ધામમાં મોગલ માતાની મૂર્તિના બદલે ફળુ પૂજાય છે. મંદિરમાં કાલ્પનિક મૂર્તિઓની સ્થાપના કરાઈ છે તેમ છતાં માતાજી ફળા સ્વરૂપે જ છે. ભગુડામાં કોઈ ભુવા કે ભુઈ નથી. શ્રધ્ધાળુઓ ગમે તે સમયે માતાજીના દર્શન કરી શકે તે માટે મંદિર 24 કલાક ખુલ્લું રહે છે.  ભગુડાના મોગલ માઁએ અસંખ્ય પરચા પૂર્યા છે, જે કોઈ શ્રધ્ધાળુઓ શ્રધ્ધાથી માનતા કરે તેને અચૂક લાભ થતો હોવાના દાખલા મૌજુદ છે.
મંગળવાર માતાજીના દર્શન માટે અતિ શુભ ગણાય છે, એટલે મંગળવારે દર્શનાર્થીઓની ભીડ વધુ રહે છે. આ ઉપરાંત રવિવારે પણ લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. દર વર્ષે વૈશાખ સુદ 12ના રોજ માતાજીનો પાટોત્સવ ઉજવાય છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી બે થી ત્રણ લાખ લોકો ઉમટી પડે છે.એક લોકવાયકા પ્રમાણે માઁ મોગલ ચોર ઉપર કોપાયમાન થાય છે. જેથી ભગુડા ગામમાં ક્યારેય ચોરીનો બનાવ બન્યો નથી. ગામલોકોને માતાજી પ્રત્યે એટલી શ્રધ્ધા છે અને માતાજી ચોરને હાજરા હજુર પરચા દેખાડતા હોવાથી ભગુડા ગામના એક પણ ઘર કે દુકાનમાં ક્યારેય તાળુ મરાતું નથી. કોઈ વ્યવસ્થાના ભાગે તાળા મરાતા હોય તે અપવાદરૂપ છે.  ભગુડા ગામમાં આહિર પરિવારના 250 ખોરડા છે. જેમાંથી કામળિયા સોરઠિયા આહિર જ્ઞાાતિના 60 કુટુંબનો દર ત્રણ વર્ષે માતાજીને તરવેડો (ભેળિયો) ચડે છે.
મોગલ માતાનું જન્મ ભીંગરાળામાં થયો  હતો મોગલ માતાના જન્મ વિશે એવું જ કહેવાય છે કે, તેમનું જન્મસ્થાન દ્વારકા-બેટદ્વારકા વચ્ચે આવેલું ભીંગરાળા ગામ માં થયો છે. આશરે 1800થી 2000 વર્ષ પહેલા મોગલ માતાજીનો ભીંગરાળામાં જન્મ થયો હતો. ગુજરાતમાં માતાજીના મુખ્ય ચાર ધામો આવેલા  છે. જેમાં માઁ (દ્વારકા), ગોરયાળી-બગસરા, રાણેસર (બાવળા) અને ભગુડા ધામનો સમાવેશ  છે. ભગુડા ગામ વિશે પણ ઐતિહાસિક લોકવાયકા છે. સતયુગમાં અવતરેલા ભગુઋષિના નામે ભગુડા ગામનું નામ પડયું છે. ભગુડાની ભૂમિ નળરાજાની તપોભૂમિ છે. ગામમાં અનેક પુરાતન ભોયરા(ગુફાઓ) પણ આવેલા છે.
બધા કમેન્ટ માં મો મોગલ જરૂર લખજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here