એક પત્નીની કિંમત ત્યારેજ સમજાય જયારે તે માંદી પડે પત્નીનુ મહત્વ અચૂક વાંચજો ગમે તો એક લાયક અને શેર જરૂર કરજો

જાણવા જેવું દીકરી વિષે

સવારે ઉઠતા વેંતજ પત્નીને બોલાવો છો. એ સાંભળ ચા લઈને આવજે. ચા હજુ માંડ પૂરી થઈ હોય એટલી વારમાં ફરી પાછું, નહાવા માટે ટુવાલ, અરે આજે બાથરૂમમાં સાબુ કેમ નથી! નાહ્યા પછી એ સાંભળ, થોડો ગરમાગરમ નાસ્તો બનાવજે .

શું વાત છે હજી સુધી છાપુ કેમ નથી આવ્યું, જરા બહાર જઈને જોઈ લે તો. અરે કોઈ દરવાજો ખટખટાવી રહ્યું છે, જઈને જોઈ લે તો કોણ છે.

આ ટુવાલ કેમ આટલો ભીનો અહીં જ પડ્યો છે જરા સૂકવી નાખ તો. ઓફિસે મારું શર્ટ નુ બટન જરા તૂટી ગયું છે જરા લગાવી દે ને. પાણી નો ગ્લાસ ભરી દે ને મારા મોજા ક્યાં પડ્યા છે, મારા શુઝ ક્યાં પડ્યા છે, અરે આ શૂઝમાં ડાઘ કેમ છે બુટ પોલીશ ક્યાં છે? મારો ફોન ચાર્જ કેમ નથી કર્યો

આજે બપોરે લંચમાં આલુ પરોઠા બનાવ્યા છે? સરસ બે વધારે રાખી દેજે. અહીં અલમારી ઉપર કેમ આટલી બધી ધૂળ જામી ગઈ છે, લાગે છે ઘણા દિવસોથી સાફ સફાઈ થઈ નથી. આ બહાર રહેલા તુલસીના છોડમાં પણ પાણી પાવાનું ભુલાઈ ગયું છે કે શું? તું આખો દિવસ શું કરે છે? આ બધું કામ યાદ નથી આવતું? ઘરમાં થોડુંક ધ્યાન દેવાય? ચૂકરનું ધ્યાન બરાબર રાખજે તેને લેસન કરવાજે

સાંજે કંઈક નવીન ખાવાનો મૂડ છે, જો ઉંધીયુ અથવા બીજું કંઈ નવીનમાં બનાવજે. અને હા ટૂંક સમયમાં બાળકોની પરીક્ષા શરૂ થઈ રહી છે તો તેની પર વધારે ધ્યાન આપજે અને ટાઈમસર બાળકોને વાંચવા બેસાડી દેજે, અને ધ્યાન રાખજે કે તેઓ મોબાઈલ પર પોતાનું વધારે ધ્યાન ન આપે અને પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી ટીવી અને મોબાઈલમાં લોક લગાવી દે જેથી એ બંને ભણવામાં ધ્યાન આપી શકે.

આવી તો ન જાણે કેટલીય વાતો હશે જે આપણે દરરોજ પત્ની ને જણાવીએ છીએ, અને દરરોજ તેને કહીએ છીએ કે આ કરી નાખજે, પેલું કરી નાખજે વગેરે. અને મોટાભાગની આપણી દરેક ફરમાઈશ તો તે પૂરી પણ કરતી આવે છે. પરંતુ જ્યારે એક દિવસ પણ પત્ની બીમાર પડે ત્યારે આપણને ખરેખર મહત્વ સમજાય છે કે એક જ દિવસમાં ઘર કેટલું અસ્તવ્યસ્ત થઈ જાય છે.

આખા દિવસનું રુટીન જે નક્કી થયેલું હોય, તે બધું જ ધ્વસ્ત થઈ જાય છે. ત્યાં સુધી કે શાકભાજી નો શું ભાવ ચાલે છે એ પણ આપણને ખબર હોતી નથી પરંતુ જ્યારે પત્ની એક દિવસ પણ માનતી હોય ત્યારે બધું જ આપણને ખબર પડી જાય છે, જેમાં શાકભાજીના ભાવ થી માંડીને લોટના અને દાળના ભાવ પણ ખબર પડી જાય છે.

સાથે-સાથે એ પણ ખબર પડી જાય છે કે પત્ની નું મહત્વ શું છે.

કોઈ પત્ની એ જ કહ્યું હશે કે આખા દિવસની રોશની સપના બનાવવામાં નીકળી ગઈ, આખી રાત નીંદર ને મનાવવામાં પસાર થઈ ગઈ. જે ઘરમાં મારા નામની તકતી પણ નથી, એ જ ઘરને સજાવવામાં મારી આખી ઉમર પસાર થઈ ગઈ.

ખરેખર પત્નીની જેટલી કરો તેટલી કદર ઓછી છે, પરંતુ ખાસ કરીને તે જ્યારે માંદી પડે છે, ત્યારે તેનું મહત્ત્વ આપણને સમજાય છે. આથી કોઈ વખત પત્ની ને પણ અચાનક કોઈ પણ કારણ વગર થેન્ક યુ કહેશો તો એ પણ ખૂબ જ ખુશ થઇ જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *