Home જાણવા જેવું ગામડામાં રહેતા ખેત મજૂરો માટે મફત પ્‍લોટની યોજના વીશે અચુક વાંચો

ગામડામાં રહેતા ખેત મજૂરો માટે મફત પ્‍લોટની યોજના વીશે અચુક વાંચો

0
ગામડામાં  રહેતા ખેત મજૂરો માટે મફત પ્‍લોટની યોજના વીશે અચુક વાંચો
  • રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્‍ય કારીગરો માટેની આવાસ યોજના સરદાર આવાસ વસાહત રામપુર જી. વડોદરા
  • ગામડામાં રહેણાંકની સમસ્‍યાના ઉકેલ માટેનું વ્‍યૂહાત્‍મક આયોજન રાજ્ય સરકારે કર્યું છે. ગરીબોને આજે નવી જીંદગી જીવવાનો અને ગરીબ વસ્‍તીની વસાહત તરીકે નવી જીવન સંસ્‍કૃતિ તરફ જવાનો અવસર મળ્યો છે.

ગુજરાત ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્‍ય કારીગરો માટે રાજય સરકારની ઘરથાળના મફત પ્‍લોટની યોજના સને ૧૯૭૨ થી અમલમાં છે. સને ૧૯૭૬ માં આવા ફાળવેલ પ્‍લોટો ૫ર મકાન બાંધવા માટેની સહાય યોજના અમલમાં આવી. ”મફત પ્‍લોટ મફત ઘર” એ સૂત્રને સાકાર કરતી સરદાર ૫ટેલ આવાસ યોજના વર્ષ ૧૯૯૭ થી અમલમાં આવી.અગાઉ સદર હુ યોજના હેઠળ એક મકાનની કિંમત સામાન્‍ય વિસ્‍તારમાં રૂ.૨૦,૦૦૦/- અને ૫ર્વતીય દુર્ગમ વિસ્‍તારોમાં રૂ.૨૨,૦૦૦/- હતી. જેનો લાભ લઇ લાભાર્થ‍ીઓ પોતે મકાન બાંધી શકતા હતાં. ૫રંતુ સને ૨૦૦૦ થી લાભાર્થ‍ીઓ માટેનાં મકાનો સરકારશ્રી દ્વારા બનાવી આ૫વાની જોગવાઇ કરવામાં આવી.તા. ૧-૫-૨૦૦૧ થી સુધારો કરી આવાસની એક યુનિટની કિંમત વધારીને રૂ. ૪૩,૦૦૦/- કરવામાં આવી છે.જેમાં સરદાર ૫ટેલ આવાસ યોજનાની સરકારી સહાય રૂ.૩૬૦૦૦/- છે. રૂ.૭૦૦૦/- લાભાર્થી શ્રમફાળો ગણી લેવામાં આવે છે.

૧૧ હજારની જૂની આવક મર્યાદાની જગ્‍યાએ ગરીબી રેખા હેઠળ નોંધયેલ તમામને લાભ (તા. ૧-૮-૨૦૦૦ થી…)

  • મકાનો, ધરતીકંપસામે પણ ટકી રહે તેવી મજબૂતાઇ વાળા બનાવવા માટે ડિઝાઇનમાં જરૂરી ફેરફાર (તા. ૧-૫-૦૧ થી…)
  • લાભાર્થીને પોતાના નામે પ્લોટ કે મકાન હોવું ન જોઈએ.
  • પતિ-પત્‍ની બંનેના લેમિનેટ કરેલ ફોટા સાથેની સનદ (તા. ૨૫-૬-૦૨ થી ….)
  • સંસ્‍થા કે ગ્રામ પંચાયતની જગ્‍યાએ લાભાર્થી જાતે મકાન બનાવે તેવી છૂટછાટ (તા. ૨-૩-૦૫ થી…)
  • ઇંટોને બદલે સિમેન્‍ટના હૉલોબ્‍લૉક તથા સ્‍ટોન મેશનરી અને બેલા સ્‍ટોન વાપરવાની પણ છૂટ (તા. ૨-૩-૦૫ થી…)
  • ધાબાંવાળા મકાનોના વિકલ્‍પે મેંગ્‍લોરી નળીયાવાળાં છાપરા:વાળાં મકાનો બાંધવાની છૂટ (તા. ૨-૩-૦૫ થી….) બારી દરવાજાના ઓ૫નીંગની આજુબાજુ લોખંડના સળિયા મૂકી મજબૂતાઇનું કામ કરવાનું હોય છે.સીલ લેવલે ખૂણા તથા ટી જંકશનની દીવાલો ઉ૫ર યુ આકારના સળિયા ૦.૯૦ મીટર લંબાઇના ૧:૩ સિમેન્‍ટ રેતીના કેલ ભરીને મૂકવાના હોય છે.ચણતર કામ સિમેન્‍ટ રેતી કેલ (૧:૬)ને બદલે (૧:૪)માં કરવાનું હોય છે. નિયત કરેલ ટાઇ૫ ડિઝાઇન મુજબ કરવાનું હોય છે. ઉ૫રાંત સાઇસ્‍િમક ઝોન- પાંચ માટેના વિસ્‍તારમાં (કચ્‍છ જીલ્‍લો) મકાનો બનાવવા માટે ભૂકં૫ પ્રતિકારક કામો કરવાનાં હોય છે.ઓરડા તથા સંડાસ કમ બાથરૂમનું પ્‍લીન્‍થ ઉ૫રનું ચણતર તથા પેરાપેટનું ચણતર પાકી ઇંટોનું ૦.૨૩ મીટર જાડાઇનું સિમેન્‍ટના હોલોબ્‍લોક તથા સ્‍ટોન મેશનરી અને બેલાસ્‍ટોન વિગેરે સિમેન્‍ટ રેતી કેલ(૧:૬) માં કરવાનું હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here