રક્ષાબંધન શ્રાવણમાસની પૂનમના દિવસે દર વર્ષે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. તેમજ બ્રામ્હણો પણ બધાને એક દોરો બાંધે છે. તેમજ અલગ અલગ જગ્યાએ પોતાના રીવાજો પ્રમાણે અલગ અલગ રીતોથી ઉજવાય છે. પરંતુ મિત્રો તમને ક્યારેય એવો સવાલ થયો કે શા માટે આપણે આ દિવસે રક્ષાબંધન તરીકે ઉજવીએ છીએ અને શા માટે આ તહેવાર ભાઈ બહેનનો તેહવાર ગણાય છે. તો મિત્રો આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવશું રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનના પવિત્ર તેહવાર પાછળની હકીકત. શા માટે તેની શરૂઆત થઇ અને ક્યારે તેની શરૂઆત કરાઈ.
મિત્રો વાત કરીએ આ તહેવારના શરૂઆતની તો લગભગ લોકો તેનાથી અજાણ હશે કે રક્ષાબંધનની શરૂઆત સૌપ્રથમ પૃથ્વી લોક પર થઇ ન હતી. પરંતુ કોઈ અન્ય લોકમાં મનાવવામાં આવી હતી. રક્ષાબંધનના સંદર્ભમાં દરેક યુગ અને દરેક કાળમાં અલગ અલગ ધારણાઓ બંધાઈ. આ બધી વાતની વિસ્તારથી ચર્ચા આજે અમેં તમને આ આર્ટીકલ દ્વારા કરશું.
💁 તો મિત્રો વાત કરીએ રક્ષાબંધનથી જોડાયેલી પહેલી કથાની જે ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે. રાજા બલીએ જ્યારે ૧૧૦ યજ્ઞ કરી લીધા ત્યાર બાદ દેવતાઓનો ડર વધી ગયો. દેવતા ડરવા લાગ્યા કે યજ્ઞની શક્તિથી ક્યાંક સ્વર્ગલોકમાં પણ અધિકારના પ્રાપ્ત કરી લે.
બધા દેવો સ્વર્ગ લોકની રક્ષાના હેતુથી ભગવાન વિષ્ણુ પાસે ગયા તેમની આ સમસ્યા લઈને અને પૂરી વાત કહી જણાવી અને તેનો ઉપાય જણાવવા કહ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઇ બ્રાહ્મણનો વેશ ધારણ કરી રાજા બલી પાસે ભિક્ષા માગવા ગયા. તેના ગુરુની સહેમતી ન હોવા છતાં પણ રાજા બલીએ ત્રણ પગલા ભૂમિનું દાન વામન અવતારમાં આવેલ વિષ્ણુ ભગવાનને કરી દીધું. તે દરમિયાન બ્રાહ્મણ વેશ ધારણ કરેલ ભગવાન વિષ્ણુએ ત્રણ પગલામાંથી એક પગલામાં સ્વર્ગ લોક અને બીજા પગલામાં પૃથ્વી લોક પ્રાપ્ત કરી લીધું. હવે વારો હતો ત્રીજા પગલાનો રાજા બળી ખૂબ જ પરેશાન થઇ ગયો કે હવે શું કરવું વામન અવતાર વિષ્ણુ ભગવાન હજુ ત્રીજું ડગલું માંડે ત્યાજ તેમના પગ નીચે રાજા બલીએ પોતાનું માથું ધર્યું અને કહ્યું કે તમારું ત્રીજું પગલું અહીં મૂકી દો.
આ રીતે ભગવાન વિષ્ણુએ રાજા પાસેથી સ્વર્ગ લોક અને પૃથ્વી લોક પર રહેવાનો અધિકાર છીનવી લીધો અને રાજા બલીએ પાતાળ લોકમાં રહેવું પડ્યું. કહેવાય છે કે બલી જ્યારે પાતાલ લોકમાં જતો રહ્યો ત્યાર બાદ તેને ભગવાનની રાત દિવસ ભક્તિ પૂજા યાચના કરીને ભગવાન પાસેથી હરહંમેશ સાથે રેહવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. અને ભગવાન વિષ્ણુએ તેના આ વરદાનના કારણે તેમના દ્વારપાળ બનવું પડ્યું. આ બાબતને લઈને માતા લક્ષ્મી પરેશાન થઇ ગયા. અને પરેશાન લક્ષ્મીજીને નારદજીએ એક ઉપાય બતાવ્યો અને નારદજીના બતાવેલા ઉપાય મૂજબ તે પાતાળ લોકમાં રાજા બલી પાસે ગયા અને તેમને રાખડી બાંધી અને ભેટ સ્વરૂપે ભગવાન વિષ્ણુને પોતાની સાથે લઇ જવાની માંગની કરી. અને આ દિવસ હતો શ્રાવણ માસની પૂનમ અને કહેવાય છે કે તે દિવસથી રક્ષાબંધન મનાવવાની શરૂઆત થઇ. આજે પણ આ કથાના આધારે રક્ષાબંધન મનાવાય છે.
હવે વાત કરીએ એક બીજી પ્રચલિત પૌરાણિક માન્યતાની. ભવિષ્ય પૂરાણ અનુસાર એક વાર બાર વર્ષો સુધી દેવો અને અસૂરો વચ્ચે યુદ્ધ ચાલ્યું. જે સંગ્રામમાં દેવતાઓની હાર થઇ રહી હતી અને દેવતા ડરીને બૃહસ્પતિ એટલે કે બ્રહ્મા પાસે ગયા. ત્યાં ઇન્દ્રના પત્ની દેવી સૂચી પણ ઉપસ્થિત હતા. દેવ ઇન્દ્રની વ્યથા જાણીને ઈન્દ્રાણીએ તેમને કહ્યું કે સ્વામી હું વિધિ વિધાન પૂરાવા રક્ષાસૂત્ર તૈયાર કરીશ તેને તમે સ્વાસ્થ્ય વાચન પૂર્વક બ્રાહ્મણ પસેથી બંધાવી લેજો. ત્યાર બાદ તમે અવશ્ય વિજય પ્રાપ્તિ કરશો.
🤴 કેહવાય છે કે તે રક્ષાસૂત્રના કારણે ઇન્દ્ર સહીત દેવો વિજયી થયા હતા. ત્યારથી આ રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણના માધ્યમથી મનાવવામાં આવ્યો. તે દિવસથી શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણ પાસેથી દોરો બંધાવવાની પ્રથા ચાલી આવે છે. આ દોરો જીવનમાં ખુશી અને ધન સંપતિની પ્રાપ્તિ કરાવે છે તેવું માનવામાં આવે છે.
હવે વાત કરીએ ત્રીજી માન્યતા ની. આ માન્યતા મહાભારત સાથે જોડાયેલી છે.મહાભારતમાં શિશુપાલનો વધ શ્રીકૃષ્ણ ભગવાને પોતાના સૂદર્શન ચક્રથી કર્યું હતું. શિશુપાલનું માથું કાપી તે ચક્ર પાછું શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવ્યું ત્યારે તે સમયે કૃષ્ણની આંગળી કપાઈ ગઈ હતી અને તેને આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું અને આ દ્રશ્ય પાંડવોની પત્ની દ્રોપદી જોઈ ન શકી અને તેમણે તરત જ પોતાની સાડીનો છેડો કાપી તેની આંગળી પર પાટો બાંધ્યો અને લોહી વહેતું અટકાવ્યું. અને આ જોઈ તેમણે દ્રૌપદીને વરદાન આપ્યું હતું કે તે આખી ઝીંદગી તેની રક્ષા કરશે. અને તે દિવસ એટલે શ્રાવણ માસની પૂનમ.અને કૃષ્ણે આ ઉપકારનો બદલો દ્રોપદીના ચીર હરણ ના દિવસે વાળ્યો હતો. કહે છે કે ભાઈ બહેનની પરસ્પર એક બીજાની રક્ષાને ધ્યાનમાં રાખતા રક્ષાબંધનનો તહેવાર ત્યારથી ચાલુ થયો.
🤴 મિત્રો આ રીતે રક્ષાબંધનને લઈને ઘણી કથાઓ આપણા ઇતિહાસમાં પ્રચલિત છે. રક્ષાબંધનમાં બાંધવામાં આવતી રાખડીમાં સારી તાકાત હોય છે માટે તેને પૂરા ભાવથી બાંધવી જોઈએ. અને તે તમને દરેક મુશ્કેલીઓથી દૂર રાખશે.આશા છે કે જે રીતે ઇતિહાસમાં આ દિવસે દેવો વગેરેની મુશ્કેલીઓ દૂર થઇ તેજ રીતે તમારી પણ દૂર થાય.