ધોરણ 1 થી 8 સુધી બાળકોને મફત શિક્ષણ મળશે. પ્રોસેસ જાણવા માટે અહી ક્લિક કરો

rte એટલે શું ? RTE નું પૂરું નામ | rte nu full form | Right to education (શિક્ષણનો અધિકાર) છે , RTE નો મુખ્ય હેતુ મફત અને ફરજીયાત શિક્ષણ છે

RTE ની વિગતો ડિટેલ માં સવાલ જવાબ

સવાલ:-RTE ના ફોર્મ ભરાય જાય પછી શું કરવાનું ?* ઓનલાઈન અરજી તેમજ વધુમાં માહિતી મેળવવા આ લીંક પર ક્લિક કરો RTE

જવાબ:-

RTE ના ફોર્મ ભરાય જાય પછી નીચે પ્રમાણે ની કાર્યવાહી વાલીઓ એ અને સરકારે કરવાની હોય છે
સ્ટેપ:-1 ફોર્મ ઓનલાઇન ભરાય જાય પછી તેની ત્રણ પેજ ની પ્રિન્ટ કઢાવી લેવી અને પાસે રાખવા માટે તેની એક ઝેરોક્સ પણ ઘરે રાખી મુકવીજોઈએ.ફોર્મ ભરતી વખતે તમારા મોબાઈલ માં એક મેસેજ આવશે જે સાચવી ને રાખવો.
સ્ટેપ:2
ફોર્મ ની પ્રિન્ટ અને પ્રૂફ ની ઝેરોક્સ રિસીવિંગ સેન્ટર પર જમા કરાવવા જવાનું હોય છે. રિસિંગ સેન્ટર એટલે નજીક સરકારી પ્રાથમિક શાળા કે જ્યાં રિસીવિંગ નું સેન્ટર આપેલ હશે અને નજીક ની સરકારી શાળા ને રિસીવિંગ સેન્ટર છે કે નહીં તે જાણવા RTE ની વેબસાઇટ માં લિસ્ટ લિસ્ટ મૂકેલું છે
સ્ટેપ:-3
ઉપર ના બે સ્ટેપ વાલીઓ એ પુરા કરીને પછી વાલીઓ એ કોઈ પ્રક્રિયા કરવાની રહેતી નથી પછી ની કામગીરી સરકારે કરવાની રહે છે વાલીઓ એ પોતાનો મોબાઈલ ચાલુ રાખવો જે ફોર્મ ભરતી વખતે આપેલ હતો જો પ્રૂફ માં કઈક ઘટતું હશે તો ફોન કરી ને બોલાવશે અને જમા કરાવવા નું કહેવામાં આવશે.

સ્ટેપ:-4
ત્યારબાદ તમારા ફોર્મ ને DPEO દ્વારા ફોર્મ ને મંજૂરી આપવામાં આવશે .
DPEO એટલે કે ત્યાંના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

સવાલ
આપણે કઈ રીતે ખબર પડે કે DPEO દ્વારા આપના ફોર્મ ને મંજૂરી અપાઈ ગઈ કે નહીં.
જવાબ:-
ચેક કરવામાટે RTE ની વેબસાઈટ
rte.orpgujarat.com પર Log In થઈ ને જોઈ શકશે.
Log In થવા માટે એપ્લિકેશન નમ્બર કે જે ફોર્મ ભર્યું ત્યારે તમારા પર મેસેજ આવ્યો હતો તે અને જન્મ તારીખ ની જરૂર પડશે

સ્ટેપ:-5
ત્યાર બાદ તમને ઓનલાઇન ધોરણ 1 ની સ્કુલ માં એડમિશન આપવામાં આવશે અને તેનો એડમિશન લેટર ઉપર જણાવ્યા પ્રમાણે log in થઈ ને જોઈ શકશે અને ડાઉનલોડ કરી શકાશે.

સ્ટેપ:-6
આ એડમિશન લેટર ની પ્રિન્ટ કાઢી ને સ્કુલ માં મુલાકાત લેવી અને જણાવવું કે RTE ના એડમીશન થઈ ગયું છે.
એડમિશન થઇ ગયા બાદ સ્કુલ તમને કોઈ પણ સંજોગો માં ના પાડી શકે નહીં. શાળા ફાળવણી ઠરાવ મુજબ નીચે દર્શાવેલ કેટેગરીનાં અગ્રતાક્રમ મુજબ કરવામાં આવશે. 1. અનાથ બાળક 2. સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક 3. બાલગૃહનાં બાળકો 4. બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો 5. મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક 6. HIVથી અસરગ્રસ્ત બાળકો 7. ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો 8. ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્‍ય) ના BPL કુંટુંબના બાળકો 9. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો 10. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્‍ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે. 11. જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો

1રહેઠાણ નો પુરાવોઆધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ /
રેશન કાર્ડ/ નોટોરઈઝ્ડ ભાડા કરારનામું
2વાલીનું જાતીનું પ્રમાણપત્રમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
3જન્મનું પ્રમાણપત્રગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4ફોટોગ્રાફપાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5વાલીની અવાકનું પ્રમાણપત્રજુનો આવકનો દાખલો હોય તો મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. નવો આવકનો દાખલો માત્ર ઈ-ધારા કેન્દ્રનો જ માન્ય ગણાશે.
6બીપીએલ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ
અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. BPL રેશનકાર્ડ આધાર તરીકે માન્ય ગણાશે નહિ
7વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ
સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
8અનાથ બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
9સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
10બાલગૃહ ના બાળકોજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
11બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકોજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) અથવા લેબર અને રોજગાર વિભાગ નું
પ્રમાણપત્ર
12સેરેબ્રલી પાલ્સી વાળા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
13ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
14એચ.આઈ.વી ગ્રસ્ત બાળકસિવિલ સર્જન પ્રમાણપત્ર
15શહીદ થયેલ જવાનના બાળકોસંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
16બાળકનું આધારકાર્ડબાળકના આધારકાર્ડની નકલ​
17વાલીનું આધારકાર્ડવાલીના આધારકાર્ડની નકલ​
18બેંકની વિગતોબાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો:

૧. શાળાની ફાળવણી કેવી રીતે કરવામાં આવશે: – શાળા ફાળવણી ઠરાવ મુજબ નીચે દર્શાવેલ કેટેગરીનાં અગ્રતાક્રમ મુજબ કરવામાં આવશે. 1) અનાથ બાળક 2) સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક 3) બાલગૃહનાં બાળકો 4) બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો 5) મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક 6) HIVથી અસરગ્રસ્ત બાળકો 7) ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો 8) ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્‍ય) ના BPL કુંટુંબના બાળકો 9) અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો 10) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્‍ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે. 11) જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો દરેક કેટેગરીમાં આપે પસંદ કરેલી પ્રથમ (૧) ક્રમની શાળામાં જગ્યા હશે તો તે શાળા ફાળવવામાં આવશે. જો પ્રથમ (૧) ક્રમની શાળા વધુ અગ્રતા વાળા બાળકોથી ભરાઈ ચુકી હશે તો બીજા (૨) ક્રમની શાળા ફાળવવામાં આવશે. આમ આપે પસંદ કરેલી શાળાઓ પૈકી પસંદગી ક્રમ મુજબ શાળા ફાળવાશે. જો પસંદ કરેલ કોઈ પણ શાળામાં જગ્યા ખાલી નહીં હોય તો પ્રવેશ મળી શકશે નહીં. આથી શાળા પસંદ કરતી વખતે ઘરથી શાળાનું અંતર, શાળાનું સરનામું, શાળાનું માધ્યમ વગેરે ચકાસી વધારે સંખ્યામાં શાળાઓ પસંદગી કરવી હિતાવહ છે. જેથી, પ્રવેશ મળવાની શક્યતા વધુ રહે છે

૨. શાળા પ્રવેશ આપવાની ના પાડે ત્યારે શું કરશો? – ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ જરૂરી આધાર-પુરાવા સાથે જે તે શાળાનો શાળા સમયે સંપર્ક કરવાનો રહેશે. જે તે શાળા તમારી પાસે જરૂરી આધાર-પુરાવા માંગશે. તમો જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / (મહાનગરપાલિકા વિસ્તારની શાળા માટે જિલ્લા શિક્ષણાધિકારીને મળવું)ની કચેરી ખાતે રૂબરૂ જઈ વાંધા અરજી આપવાની રહેશે.

૩. ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરી શકાશે? – ઓનલાઇન ફોર્મ ઇન્ટરનેટ કનેક્શનની સુવિધાવાળા કમ્પ્યુટરથી તથા મોબાઈલ પર પણ સીધા ભરી શકાશે. ઉપરાંત વેબસાઇટ ઉપર આવેલ આપના જિલ્લાના/મહાનગર પાલિકાના સ્વીકાર કેંદ્રો પરથી ભરી શકાશે. કોઇપણ જગ્યાએથી ફોર્મ ભરતા હોય પણ તેમાં આપની કેટેગરી , શાળા, માધ્યમ વગેરે તમામ માહિતીની ચોકકસાઇ કર્યા બાદ જ ફોર્મ કન્ફર્મ કરવું. આપ મોબાઈલ એપ દ્વારા પણ ફોર્મ ભરી શકો છો. જો આપ ઓનલાઇન ફોર્મ ના ભરી શકતા હો તો વેબસાઇટ www.rtegujarat.org અથવા https://rte.orpgujarat.com પરથી ઓફલાઇન ફોર્મ ભરી અને સ્વીકાર કેન્દ્ર પર જઇ શકો છો. સ્વીકાર કેન્દ્ર આપને ઓનલાઇન ફોર્મ ભરી આપશે

૪. પ્રવેશ મેળવ્યા બાદ શાળામાં કોઈ ફી ભરવાની છે? – આપનો પ્રવેશ તદ્દન નિઃશુલ્ક (મફત) છે. શાળાને નિયામાનુસાર ચુકવવાપાત્ર રકમ સરકાર દ્વારા શાળાને સીધી ચુકવવામાં આવશે. આ ઉપરાંત આર.ટી.ઈ. એક્ટ-૨૦૦૯ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ,બુટ,પુસ્તકો,પરિવહન ખર્ચ,સ્કૂલ બેગ અને અભ્યાસને આનુસંગિક વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થીદીઠ રૂ.૩૦૦૦/- લેખે સરકારશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે.

૫. ફોર્મ ભર્યા પછી ભૂલ જણાય તો શું કરવું? – જયાં સુધી આપ confirm (કન્ફર્મ) નહી કરો ત્યાં સુધી ગમે તેટલી વાર ફોર્મ Edit(સુધારો) કરી શકશો. એક વાર કન્ફર્મ થયા બાદ તે ફોર્મ Edit થઇ શકશે નહી, પરંતુ આપ નવુ ફોર્મ ભરી શકો છો. નવું ફોર્મ ભર્યા બાદ આપનું જુનું ફોર્મ રદ થઇ જશે અનેઆપને SMS થી જાણ પણ કરવામાં આવશે.ફોર્મ ભરતી વખતે કેટેગરી , શાળાનું માધ્યમ વગેરે અગત્યની તમામ વિગતો લખવામાં ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખવી.

૬. આવકનો દાખલો ક્યાં સમય સુધીનો જોઈએ? – ૨૦૧૭ પછીનો આવકનો દાખલો ૩ વર્ષ સુધી માન્‍ય રહેશે. જુનો આવકનો દાખલો હોય તો મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. નવો આવકનો દાખલો માત્ર ઈ-ધારા કેન્દ્રનો જ માન્ય ગણાશે. આવક મર્યાદા  ઉપરોક્ત દર્શાવેલ ૯,૧૦ અને ૧૧ નંબરની કેટેગરીમાં આવતા બાળકો માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારનાં ઠરાવ ક્રમાંક: સશપ/૧૦૨૦૧૧/૪૩૭/અ-૧, તા. ૨૪/૧૦/૨૦૧૭ મુજબ અને આદિજાતિ વિકાસ વિભાગનાં ઠરાવ ક્રમાંક: છતલ/૧૫૨૦૧૧/૯૮/ગ, તા. ૨૪/૧૦/૨૦૧૭ મુજબ આવક મર્યાદા લાગુ પડશે. ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/-ની આવક મર્યાદા લાગુ પડશે. વધુમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વખતો વખત જે આવક મર્યાદા નક્કી કરવામાં આવશે તે જે તે શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે લાગુ પાડવાની રહેશે. સૌથી ઓછી આવક ધરાવતા કુટુમ્બનાં બાળકોને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે.

 Help Line

Leave a Comment