(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ’ કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની ભૂકીથી માથું ચોળીને માથા બોળ નહાવાનું. આખો દિવસ ઉપવાસ કરવાનો ખાવામાં સામો ખાવો તથા ફરાળ લેવું. અનાજનો દાણોય ખાવાનો નહી. મહાદેવજીની પૂજા પ્રાર્થના કરવાની આમ પાંચ વર્ષ સુધી સામા પાંચમનું વ્રત કરવાનું પછી સામા પાંચમના વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં શક્તિ મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું. દાન દક્ષિણા આપવી અને સપ્ત ઋષિઓનું અરૂંધતી સહિત પૂજન કરવાનું.
પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા. ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો. આજુબાજુના ગામમાંથી અને એ ગામનાં બાળકો આ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરૂ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી હતાં. દિકરી નાની ઉંમરે વિધવા થયેલી તેથી માતા પિતાની પાસે જ આશ્રમમાં રહે. 6 d}<
એક દિવસ આશ્રમના છોકરાએ જોયું કે એક ઝાડની નીચે બહેન પડ્યા છે. પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડા પડ્યાં છે. બાળકો તો દોડતાં આશ્રમમાં આવ્યાં અને બ્રાહ્મણને કહ્યું. “ગુરુજી બહેને તો આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યા છે અને તેમના શરીરમાં કીડા પડ્યા છે. ” બાળકોની વાત સાંભળી બધા આશ્રમની બહાર જ્યાબહેન પડ્યાં છે ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી હતી.
બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યાં. પછી બ્રાહ્મણ ગુરૂએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રજસ્વલા ધર્મ પાળતી નહોતી. તદ ઉપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાળે તો આ બાઈ તેઓની મરકરી કરે અને તેથી આ ભવમાં તેણી વિધવા થઈ અને રજસ્વલા પર્મ નહી પાળતી હોવાથી તેનાં શરીરમાં કીડા પડ્યાં.
ધ્યાનમાં સર્વે હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી. પત્નીએ કહ્યું, ‘’ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવના કર્મોનું ફળ ભોગવી રહીછે. પણ નાથ ! ગમે તેમ તોય આપણી દીકરીનુંદું ખ મારાથી જોઈ શકાતું નથી માટે તેના એ કર્મોનું નિવારા કાંઈક તો કરો જ ને ? .
બ્રાહ્મણે કહ્યું, ‘હા…! નિવારા તો છે જ દિકરીએ સામા પાંચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એજ વ્રત આ ભવમાં જે સાચી શ્રધ્ધાથી ભક્તિભાવ પૂર્વક કરે તો એના કલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુકૃપાથી જેમ હતી તેમ સુંદર કંચન વર્ણી થાય.”
દિકરીએ માતા-પિતા વચ્ચે થતી આ સર્વે વાત સાંભળી તેથી જ્યારે તેના માતા-પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી પિતાજી ! મેં બધી વાત સાંભળીછે. માટે હું સામા પાંચમનું વ્રત શ્રધ્ધાથી કરીશ માટે આપ મને તેની વિધી કરો.
બ્રાહ્મણે કહ્યું.‘‘‘બેટા ! ભાદરવા સુદ પાંચમના દિવસે વહેલા ઉઠી અધેડાનું દાતણ કરવાનું પછી શરીરે માટી ચોળી આમળાંની ભુકીથી માથું ચોળી માથાબોળ નાખીને સ્વચ્છ કપડાં પહેરવા, પછી ધુપ કરી અરૂંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવાનું, આમ સામા પાંચમની કથા વાંચવાની કહેવાની કે સાંભળવાની ભોજનમાં સામો લેવાનો હળ હળાદિ ખાવાના ઉગાડેલું અનાજ ખાવાનું નહી અને પછી મહાદેવજીના મંદિરે જવાનું ભગવાનના દર્શન કરવા. આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરી ત્યારબાદ તેનું જવષ્ણુ કરવાનું ઉજવણામાં અરૂંધતી સમિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું બ્રાહ્મણો ને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી.
બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું. પાંચ વર્ષ પંછી ઉજવણુ કર્યું અને બહેનનું વ્રત ફળ્યું. તેણીની કાયા ખરેખર ચનવી બની ગઈ.
આમ કે સમ ઋષિ મુનિઓ ! જેવા આપ બહેનને ફળ્યાં તેવા
સહુને હળજો.