(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે.
સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન કરવાનું. રેશમી વસ્ત્રો પહેરવાના, પછી શંકર ભગવાનની ભાવથી પૂજા કરવી. બિલીપત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવાનો. પછી કેવડા ત્રીજની કથા વાર્તા સાંભળવી નકોરડો ઉપવાસ ન થાય તો થોડું ફરાળ લેવું રાત્રે જાગરણ કરવું, હરિનામ સંકિર્તન કરવું.)
એક વાર નારદમુનિ હિમાલય પાસે ગયા નારાયણ… નારાયણ… ‘આવો, દેવર્ષિ નારદ…પધારો’ હિમાલયે આવકાર આપ્યો પછી તો હિમાલયે પાર્વતી માટે યોગ્ય વર શોધવા નારદજીની સલાહ માંગી વિનંતી કરી કે આપ કોઈ યોગ્ય બતાવો.
નારદજીને તો આટલું જ જોઈતું હતું. એમણે તો ભગવાન શિવજીના બે મોઢે વખાણ કર્યાં. પાર્વતીજીએ તો મનથી ભગવાન શંકરને પોતાના પતિ માન્યા હતા. પણ નારદજીએ વખાણ મામાટેતજીના દર્ષાઅને લગ્ન તિષ્ણ ભગવાન માથે કોંગ્રેમ વૃદ્ધાં તેથી બારેમાસની
પાર્વતીજીને અત્યંત દુઃખ થયું. પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ વાત કહી અને નક્કી કર્યું કે આપણે ક્યાંક જતાં રહીએ એમ નક્કી કરી લાગ મળતાં જ ને બંને વનમાં જતાં રહ્યાં. ખૂબ ચાલવાથી થાકી જવાથી એક ઝાડની નીચે બેઠાં. પાર્વતીજીએ રમત રમતાં માટીનો ઢગલો બનાવ્યો અને તેઢગલો શિવલીંગ જેવોદેખાવા લાગ્યો. તેથી માટીની ઢગલાને બરાબર શિવલીંગનો આકાર આપી* વગડાના ફૂલંબિલીપત્રો અને કેવડા શોધી લાવીને ભગવાન શંકરના બતાવેલા લીંગની પૂજા કરી. આદિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો. ઘેરથી નીકળી ગયા તેથી ભોજન થઈ શક્યું ન હોતું. આમ નકોડો ઉપવાસ પણ થયો હતો તેથી જાણ્યે અજાણ્યે પાર્વતીજીથી કેવડા ત્રીજનું વ્રત થયું. શિવલીંગની પૂજા કરવાથી તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું. અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા. ભગવાન શિવજી તેમની પૂજા-ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કાંઈક વરદાન માગવા કહ્યું.
પાર્વતીજીએ કહ્યું, ”દેવ ! આપ ખરેખર પ્રસન્ન થયા હોય તો
વરદાન હું માગુ છું કે આપ મારા પતિ થાવ.” ભગવાને ‘તથાસ્તુ’ કહ્યું ને અલોપ થઈ ગયાં.
આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં. તેથી હિમાલય તેમને શોધવા નીકળેલાં અને ફરતાં ફરતાં જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા. પાસે આવીને હિમાલય કાંઈ કહે તે પહેલાં જ પાર્વતી બોલ્યા કે, “મન, વચન અને કર્મથી હું મહાદેવને વરી ચૂકી છું.” માટે હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી.”
કેવડા ત્રીજના વ્રતના પ્રભાવે હિમાલયને મહાદેવજીએ પ્રેરણા કરી અને શંકર-પાર્વતીના લગ્ન થયો.
આમ હે ભગવાન ભોળાનાથ ! જેવા આપ કેવડા ત્રીજનું વ્રત કરવાથી મા પાર્વતીજીને ફળ્યાં. એવા અમને સહુને ફળજો.
આ પણ વાંચો:
- ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ
- કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat vidhi
- વીરપસલી વ્રત કથા | veer pasali katha | vir pasali | veer pahali | katha varta | ભાઈ ની રક્ષા કરતું પવિત્ર વ્રત | શ્રાવણ માસના રવિવારનું વ્રત વીર પસલી
- પુરુષોત્તમ માસ આધ્યાય 30 | purushottam maas adhyay 30 | purushottam maas katha
- પુરુષોત્તમ માસની કથા અધ્યાય 29 | purushottam maas katha adhyay 29 | purushottam mas mahima | સંધ્યાકાળના નિયમો | નણંદ -ભાભીની કથા