Home Uncategorized સુનીતા બેન યાદવે જે હીંમત કરી છે અન્યાય સામે લડવાની તેથી આ યુવતી ને દરેક ઘર નો સાથ મળવો જ જોઈએ તમે સાથ આપશો કે નહી

સુનીતા બેન યાદવે જે હીંમત કરી છે અન્યાય સામે લડવાની તેથી આ યુવતી ને દરેક ઘર નો સાથ મળવો જ જોઈએ તમે સાથ આપશો કે નહી

0
સુનીતા બેન યાદવે જે હીંમત કરી છે અન્યાય સામે લડવાની તેથી આ યુવતી ને દરેક ઘર નો સાથ મળવો જ જોઈએ તમે સાથ આપશો કે નહી

સુરત એક ઓડિયો વાયરલ થયો હતો તે મુજબ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ (એલઆર) સુનિતા યાદવની ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડી થઈ હતી.મોડી રાત્રે કોન્સ્ટેબલ સુનિતાએ રાજીનામું આપી જણાવ્યું હતું કે, નોકરી નથી કરવી.

  • મંત્રી કાનાણીના પુત્રના મિત્રોને માસ્ક વગર જતા હોવાથી અટકાવ્યા હતા
  • લોકોનું કોન્સ્ટેબલ સુનિતા યાદવને સમર્થન, મંત્રી પુત્ર માટે લોકોમાં રોષ

મારે ગાંધીનગર જવું છે, બહુ મગજમારી નથી કરવી
સુનીતા યાદવે કહ્યું હતું કે, પોલીસની વર્દીમાં બહુ પાવર છે. વડાપ્રધાન મોદીને ઉભા રાખવાની ત્રેવડ છે મારામાં. તમારામાં જે ત્રેવડ હોય તે લગાવી દેજો, ડીજી પાસે નહીં વડાપ્રધાન પાસે પહોંચવાની ત્રેવડ છે મારી. મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી. મંત્રીનો દીકરો છે તો શું થયું. એક કામ કરો મારી બદલી કરાવી દો. મારે ગાંધીનગર જવું છે, બહુ મગજમારી નથી કરવી, સસ્તામાં કરાવી દેજો. કોન્સ્ટેબલે વરાછા પો. સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એન.સગરને પણ જગ્યા પરથી ફોન કર્યો હતો.

ડિપાર્ટમેન્ટમાં ત્રણ વર્ષ થયા આ બાબતે કુમાર કાનાણી અને તેમના દીકરાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ થઈ શક્યો ન હતો. પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ઓડિયો સાંભળ્યો. કોન્સ્ટેબલ વિરુદ્ધ પગલા લેવાશે. કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે, અમને ધમકી આપવામાં આવી તો કાંઈ સાંભળી લેવાનું. મોડી રાત્રે એલઆર સુનિતાએ રાજીનામું આપી જણાવ્યું હતું કે, નોકરી નથી કરવી. તેને ડિપાર્ટમેન્ટમાં ત્રણ વર્ષ થયા છે.

સુરતમાં પોલીસ યુવતી સુનીતા બેન યાદવે જે હીંમત કરી છે અન્યાય સામે લડવાની એ દરેક વ્યકિત ની લડાઈ છે. તેથી આ યુવતી ને દરેક ઘર નો સાથ મળવો જ જોઈએ.

રાજીનામું ન સ્વિકારવા પત્ર વાઈરલ માત્ર ટ્વીટર પર હેશટેગ સાથે ટ્રેન્ડ નહિ સુનિતા યાદવનું રાજીનામું ન સ્વીકારવા માટે અને ન્યાય આપવા માટે પણ સુરત પોલીસ કમિશનરને લખેલો પત્ર વાઇરલ કરવામા આવ્યો છે. વાઇરલ કરાયેલા પત્રમાં મહિલા કોન્સ્ટેબવને ગમે તેવા શબ્દો બોલનાર ધારાસભ્યના પુત્ર સામે એપેડેમીક એકટ હેઠળ કાર્યવાહી કરવા પણ કહ્યું છે. સોશિયલ મીડિયા અને ગુજરાત પોલીસમાં હાલ સુનિતા યાદવ અને મંત્રીના પુત્ર વચ્ચે બોલાચાલીનો વિવાદ ચર્ચાનો મુદ્દો બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here