પોલીસનું ગરીબ અને પછાત બાળકોને શિક્ષા આપવા અભિયાન 62 ગરીબ બાળકોને ભણાવે છે રાજકોટ પોલીસ
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અરાવાલે નર્ચરિંગ સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટ અંતર્ગત ગરીબ અને પછાત પરિવારના અભલૂ બાળકોને શિક્ષિત કરવાનું અનોખું અભિયાન શરૂ કર્યું છે , હાલમાં મોટામવા પોલીસ ચોકીમાં બાળકોને કાયદાના નહીં પરંતુ કક્કો – બારાક્ષરીના પાઠ ભણાવવામાં આવે છે . જવાબદારી ૩ મહિનાથી યુનિવર્સિટીના માનવ અધિકાર ભવનમાં અભ્યાસ કરતા મીનલબા ગોહિલ નામની વિદ્યાર્થિની ઉઠાવી રહી છે .
આ અભિયાન વિશે મીનલબાએ જણાવ્યું હતું , પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જે બાળકો પ્રાથમિક શિક્ષણ પણ ન મેળવ્યું હોય અને જિંદગીમાં ક્યારેય સ્કૂલે ન ગયા તોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનું અભિયાન શરૂ કર્યું છે . મોયમવા આસપાસ નિર્માણ પામતી વિવિધ બિલ્ડિંગ સાઇટ અને ખેતરોમાં કામ કરતા શ્રમિકોના 2 થી 16 વર્ષના બાળકોને શોધી કાઢી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે . બાળકોને કક્કો -બારાક્ષરીથી , એબીસીડી , સ્વચ્છતાના પાઠ , ગણિત રમતગમત , પર્યાવરણ અને ક્રાફ્ટની પ્રવૃત્તિઓ શીખડાવવામાં આવે છે . મા બાળકોને ભણાવવા માટે બીટ ચીકીનું પ્લાસ્ટિકનું કન્ટેનર પોલીસ કમિશનરે ફાળવ્યું છે .
દર શનિવાર અને રવિવારે સવારે 10 થી બપોરે વાગ્યા સુધી બાળકોને પાયાનું શિક્ષણ આપવામાં છે . આગામી પૌષણિક વર્ષથી આ બાળકોને અલગ – અલગ સ્કૂલમાં એડમિશન મળે તેવો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો ઉદ્દેશ છે .
સીએમએ કરીમીનલબાની સરાહના 62 બાળકોને ભણાવવા માટે યોગદાન આપનારી મીનલબા ગોહિલની કામગીરીની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરાહના કરી તેમને સન્માનપત્ર આપ્યું હતું , તેમજ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે ગૌરવ પુરસ્કાર એનાયત સન્માનિત કરી હતી .