Home ઈતિહાસ પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું હાર્ટએટેકને કારણે અવસાન પ્રધાનમંત્રીજી આ દિવસને જોવાની પ્રતીક્ષા કરી રહી હતી . . . અંતિમ ટિવટ

પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું હાર્ટએટેકને કારણે અવસાન પ્રધાનમંત્રીજી આ દિવસને જોવાની પ્રતીક્ષા કરી રહી હતી . . . અંતિમ ટિવટ

0
પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું હાર્ટએટેકને કારણે અવસાન પ્રધાનમંત્રીજી આ દિવસને જોવાની પ્રતીક્ષા કરી રહી હતી . . . અંતિમ ટિવટ

મૃત્યુના ૪ કલાક પહેલા કલમ ૩૭૦ મુદ્દે કરેલું વિટ વાંચીને દેશભરમાં શોકનું મોજું નવી દિલ્હી પૂર્વ વિદેશમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું ૬૭ વર્ષની વયે અવસાન થતા દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું .

મંગળવારે રાતે ૧૦ . ૨૦લાકે ધર્ટ એટેક આવતા સુષમા સ્વરાજને દિલહીની એઈમ્સમાં દાખલ કરાયા હતા જયાં ૧૧ . ૧૮ કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા . સુષમાં સ્વરાજની ગંભીર સ્થિતિના સમાચાર મળતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને ડો . હર્ષવર્ધન એઈમ્સ પહોંચ્યાં હતા એઈમ્સ હેલ્થ બુલેટીન જારી કરીને તેમના અવસાનની સત્તાવાર જાહેરાત કરી હતી . સુષમા સ્વરાજ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને ૨૦૧૬માં તેમનું કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું . સુષમા સ્વરાજના અવસાનને પગલે ભાજપને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે .

તબિયત નરમ રહેતા તેમણે ૨૦૧૯ ની ચૂંટણી સ્વૈચ્છિક રીતે ન લડવાની જાહેરાત કરી હતી . સુષમા સ્વરાજ દેશના ખૂબ જ લોકપ્રિય અને દેશના પહેલા મહિલા વિદેશ મંત્રી હતા . તેઓ ટ્વિટર પર પણ ઘણા સક્રિય રહેતા હતા દિલહીના પહેલા મુખ્યપ્રધાન બનવાનું ગૌરવ પણ તેમને મળ્યું હતું .

Breaking News – સુષમા સ્વરાજનું નિધન પુર્વ વિદેશમંત્રી સુષમા સ્વારાજને આજે સાંજના સમયે હ્યદય રોગનો હુમલો આવતા દિલ્હી એમ્મમાં દાખલા કરાયા હતા . જ્યાં તેમની હાલત ગંભીર હોવાના સમાચાર આવ્યા હતા . મળતી માહીતી મુજબ સારવાર દરમ્યાન પુર્વ વિદેશમંત્રી સુષમા સ્વારાજનું નિધન થયુ છે . સુષમાં . સ્વારાજનું 3 કલાક પહેલા જ ર્ફિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કલમ 370 હટાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો .

ભારતીય રાજનીતિનો એક ગૌરવશાળી અધ્યાય ખતમ થઈ ગયો : વડા પ્રધાન મોદી સ્વરાજ તેમના જીવનની અંતિમ ક્ષણ સુધી સોશિયલ મીડિયા પર સક્રિય રહ્યા હતા . મૃત્યુના ચાર કલાક પહેલાં સુષમા સ્વરાજે કલમ ૩૭૦ ના મુદ્દે ટિવટ કરીને પીએમને અભિનંદન પાઠવ્યા હતા .

સુષમાએ ટિવટ કરીને લખ્યું કે પ્રધાનમંત્રીજી – તમારું હાર્દિક અભિનંદન . હું મારા જીવનમાં આ દિવસને જોવાની પ્રતીક્ષા કરી રહી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here