અકસ્માતથી બચવા ફક્ત આટલુ કરો

અકસ્માતથી બચવા ફક્ત આટલુ કરો
શક્ય હોય તો રાતે વહન ચલાવવાનું ટાળવું જોઈએ. શીખવ ડ્રાયવરે તો સાવ રાત્રે વાહન ન ચલાવવું જોઈએ, ચાર રસ્તા, સર્કલ કે પછી અલી-ખાંચા આવે ત્યારે વાહનને ધીમું પાડો, વળાંકમાં ઓવરટેક ન કરવો જોઈએ, તમે જયારે પણ બહાર ગામ જાવ છો ત્યારે ગાડી ચાલવતા પહેલા ગાડીના ટાયર અને હવા ફરજીયાત ચેક કરવાની આદત રાખો. રાત્રે તમે અજાણ્યા રસ્તે જતા હોય તો વાહન ધીમે ચલાવો, ખાડા, બમ્પ, મરેલા પશુ કે પછી બંધ પડેલા વાહનનું ધ્યાન રાખો. તમે જો રાત્રે ડ્રાઈવિંગ કરતા હોય ત્યારે તમારી બાજુમાં બેસેલા વ્યક્તિને જગાડેલા રાખો તેની સાથે વાત ચિત કરો જેથી તમને ઊંઘ ન આવે, રાત્રે વાહન ચલાવતી વખતે ઈન્ડીકેટર અને બને ત્યાં સુધી હોર્ન વગાડવાનો ઉપયોગ કરવો જોઈએ, રસ્તા વચ્ચે ગાડી પાર્ક ન કરવી રસ્તાની સાઇડમાં જ ગાડી પાર્ક કરવી.

ડ્રાઈવિંગ કરતા પહેલા ભારે ખોરાક ન લેવો હળવો નાસ્તો જ કરવો જોઈએ. રસ્તા વચ્ચે નાના બાળકો, પનિહારી, ભારાવાળી સ્ત્રીઓ, તથા વૃદ્ધોને પહેલા જવા દો. બીજા કોઈ વાહનો સાથે વટમાં કે હરીફાઈમાં આવીને ડ્રાઈવિંગ ના કરો. જો તમે સામેથી કોઈ વાહન બરાબર નથી આવી રહ્યું એમ લાગે તો તમારે સાઇડમાં ઉભા રહી જવું. આ બાબતની ખાસ તકેદારી રાખવી જોઈએ. તમારી પાછળ તમારું પરિવાર છે એવું વિચારીને ડ્રાઈવિંગ કરવું જોઈએ શકત હોય તો પરિવારનો ફોટો સામે જ રાખો, નશીબમાં હશે તે થશે એવું ક્યારેય ન વિચારવું જોઈએ. રેલ્વે ફાટક પર રોંગ સાઇડમાં વાહન ન રાખવું.

તમે રીસેપ્શ્ન્માંથી પાછા ફરવા કરતા રાત્રે રોકાયને વહેલી સવારે નીકળો, રાત્રે ડિમ્પરનો યોગ્ય રીતે ઉપયોગ કરો. તમારા વાહનના લીધે નાના વાહનોને નુકશાન ન થાય તે તકેદારી રાખો. આટલું કરવાથી આપને ઘણો જ ફાયદો થશે

ચાલો સૌ સાથે મળીને અકસ્માતને અટકાવીએ

Leave a Comment