અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ જેમકે લક્ષ્‍મી કૃપા મેળવવા…વાંચવા અહીં ક્લિક કરો

આપણો વન વગડો

સમૃદ્ધ બનાવે છે તમને આ છોડ

દિવાસો પર જુદા જુદા છોડ લગાવવા જોઈએ મનોકામના પૂરી થઈ શકે છે. અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ.

લક્ષ્‍મી કૃપા મેળવવા માટે તુલસી , આમળા, કેળા , બિલ્વપત્રના છોડ લગાવવા જોઈએ.

સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે બ્રાહ્મી, પલાશ, અર્જુન, આમળાં, સૂરજમુખી, તુલસીના છોડ લગાવી શકાય છે.

જો ભાગ્યનો સાથ ન મળી રહ્યો હોય તો ઘરની આસપાસ અશોક, અર્જુન, નારિયળ, બડ(વટ)ના છોડ લગાવવા જોઈએ.

સંતાન સુખ મેળવવા માટે પીપળ, નીમ, કદમ્બનો છોડ લગાવવો.

જો બુદ્ધિનો વિકાસ ઈચ્છતા હોય તો અષાઢી અમાવસ્યા પર શંખપુષ્પી , પલાશ, બ્રાહ્મી કે તુલસીના છોડ લગાવવા જોઈએ.

ઘરમાં સુખ સમૃદ્ધિ ઈચ્છો છો તો નીમ, કદમ્બના છોડ લગાવો.

અષાઢી અમાસ પર અહીં જણાવેલા છોડ લગાવવાની સાથે એમની દેખરેખ પણ કરવી જોઈએ. એવુ માનવામાં આવે છે કે જેમ જેમ છોડ વધશે તમારી મનોકામના પણ પૂરી થવા માંડે છે.

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

Leave a Comment