બાઇકના જૂના ટાયરને આ રીતે બનાવો ટ્યૂબલેસ, ક્યારેય પંક્ચર નહીં પડે

0
229

જો તમારી બાઇક કે સ્કૂટરમાં ટ્યૂબવાળું ટાયર છે અને જો તેને તમે ટ્યૂબલેસ ટાયરમાં બનાવવા માગો છો, તો આ કામને એકદમ સરળતાથી ઘરે બેઠા કરી શકાય છે. ટ્યૂબલેસ ટાયરના ઘણા બધા ફાયદા છે. ખાસ કરીને જ્યારે બાઇકમાં પંક્ચર થાય છે, ત્યારે આ ટાયરને આખું ખોલાવની જરૂર પડતી નથી, પરંતુ બહારથી જ તેમાં સ્ટ્રીપ લગાવી શકાય છે.

બાઇક અથવા સ્કૂટરમાં ટ્યૂબલેસ ટાયર લગાવવા માટે તમને એલોય વ્હીલની જરૂર રહેશે. આ વ્હીલ રીમની સરખામણીએ વધારે મજબૂત હોય છે. એલોય વ્હીલ સારી કંપનીના હોવા જોઇએ. હવે તમે આ વ્હીલમાં તમારા જૂના ટાયરને ફિટ કરી શકો છો. કેટલાક લોકો એવું કહ્યું છેકે વ્હીલમાં ટ્યૂબલેસ ટાયર જ લાગશે, પરંતુ તેવું હોતું નથી.

જૂના ટાયરને ટ્યૂબલેસ ટાયરમાં કન્વર્ટ કરવા માટે પંક્ચર રિપેર સિલેન્ટની જરૂર રહે છે. એક ટાયરમાં આ લિક્વિડને 400ml સુધી નાંખવામાં આવે છે. આ લિક્વિડ ટાયરની સ્પેસને કવર કરી લે છે. સાથે જ તમારી બાઇકમાં પંક્ચર પડે છે, ત્યારે તે તેને ઓટો ફિલ કરી દેશે. એટલે કે બાઇકમાં પંક્ચર પડવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જશે.

સૌથી પહેલા તમારી બાઇક અને ટાયર પ્રમાણે એલોય વ્હીલ ખરીદો. હવે જૂના ટાયરને અંદરની તરફ ફીટ કરીને સાફ કરી લો. શક્ય હોય તો સર્ફથી ધોઇ નાંખો. જ્યારે ટાયરનું પાણી સંપૂર્ણપણે સુકાઇ જાય, ત્યારે વ્હીલમાં હવા ભરવાની નળી લગાવી દો. હવે તેમાં ટાયરને ફિક્સ કરી લો, બાદમાં ટાયરને એક તરફથી દબાવીને તેમાં પંક્ચર લિક્વિડને નાંખો. લિક્વિડ નાંખતા પહેલાં બોટલને સારી રીતે હલાવી દો. અંદાજે 400ml નાંખ્યા બાદ તેમાં હવા ભરી લો. હવે ટાયરને ફેરવીને લિક્વિડ ચારે તરફ ફેલાવી દો. આ રીતે તમારું ટ્યૂબલેસ ટાયર તૈયાર થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here