Home જાણવા જેવું રાજકોટની આ એક સત્યઘટના છે અેકવાર અચુક વાંચજો

રાજકોટની આ એક સત્યઘટના છે અેકવાર અચુક વાંચજો

0
રાજકોટની આ એક સત્યઘટના છે અેકવાર અચુક વાંચજો

રાજકોટની આ એક સત્યઘટના છે.

શિક્ષક તરીકે નોકરી કરતા અને રાજકોટમાં રહેતા એક દંપતીએ પોતાની જીંદગીભરની કમાઇમાંથી એક પ્લોટ ખરીદ્યો. વર્ષો પહેલા કરેલા નાનકડા રોકાણથી ખરીદેલા પ્લોટની કીંમત એક કરોડ ઉપર પહોંચી ગઇ. શિક્ષક દંપતિના આનંદનો કોઇ પાર નહોતો કારણકે એણે ક્યારેય એવી કલ્પના પણ નહોતી કરી કે પ્લોટમાં કરેલા રોકાણનું આટલું મોટું વળતર મળશે.

એકદિવસ કોઇ પરિચીત માણસે પેલા શિક્ષકભાઇને પુછ્યુ કે ‘તમે તમારો પ્લોટ કોઇને ભાડા પર આપ્યો છે ? પ્લોટની ફરતી બાજુ બાંધકામ કરીને વચ્ચે પાનની કેબીન પણ મુકવામાં આવી છે.’ આ વાત સાંભળતા જ શિક્ષકને આંચકો લાગ્યો. શિક્ષક તો તુરંત પોતાના પ્લોટ પર ગયા તો પેલા ભાઇની વાત સાચી હતી. શિક્ષકે ત્યાં જઇને પ્લોટ પોતાનો હોવાની વાત કરી એટલે એમને કહી દેવામાં આવ્યુ કે હવે પછી અહીંયા ફરકતા નહી નહીતર ટાંટીયા ભાંગી જાશે. શિક્ષકના પગ નીચેથી જમીન સરકી ગઇ.

ઘરે આવીને પત્નિને બધી વાત કરી. બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં જઇને ફરીયાદ કરી. ફરીયાદ કર્યાને ઘણો સમય વિત્યો પણ કોઇ પગલા ન લેવાયા. એક ઓળખીતા માણસને વચ્ચે રાખીને ફરીયાદના સંદર્ભમાં પગલા લેવા વિનંતી કરી તો રૂપિયા 60 લાખની માંગણી કરવામાં આવી. ( વર્તમાન સમયે પ્લોટની કીંમત 1કરોડ 25 લાખ જેવી થાય છે.) પોતાનો જ પ્લોટ અને છતા ખાલી કરાવવાના 50% રકમ આપવાની. આટલી બધી રકમ આપવી શક્ય નથી એમ કહેવામાં આવ્યુ એટલે ધીમે ધીમે 20 લાખ સુધી વાત આવી.

20 લાખ કેવી રીતે આપવા એ કંઇ સમજ પડતી નહોતી. એકદિવસ શાળાએથી આવીને શિક્ષક મુંજાઇને બેઠા હતા. એમના પત્નિએ કહ્યુ, ” રાજકોટમાં નવા પોલીસ કમિશ્નર આવ્યા છે એણે છાપામાં એના નંબર આપ્યા છે અને કહ્યુ છે કે કોઇ ભૂમાફીયાઓ તમારી જમીન પર કબજો જમાવીને બેઠા હોય તો મને ફોન કરો. હાલોને આપણે કમીશ્નર સાહેબને એકવાર ફોન તો કરી જોઇએ.” પતિને પત્નિનો આ વિચાર ગમ્યો. એમણે તુરંત જુના છાપામાંથી નંબર શોધી કાઢ્યો અને પોલીસ કમિશ્નર ગેહલોત સાહેબને ફોન લગાવ્યો. ગેહલોત સાહેબે પતિ-પત્નિ બંનેને મળવા માટે બોલાવ્યા.

શિક્ષક દંપતિ પોલીસ કમિશ્નર શ્રી ગેહલોત સાહેબને મળવા માટે ગયું. કમિશ્નર સાહેબને બધી જ વાત જણાવી.પ્લોટની માલીકીના તમામ દસ્તાવેજો બતાવ્યા. વાત કરતા કરતા શિક્ષિકાબેન તો રડી પડ્યા. કમિશ્નરે શિક્ષિકાબહેનને સાંત્વના આપતા કહ્યુ, ” અરે મારી બહેન રડવાનું બંધ કર. મને તારો ભાઇ સમજ અને હું તને કોઇ અન્યાય નહી થવા દઉં. તમે ઘરે જઇને શાંતીથી સુઇ જાવ. આજ સાંજ સુધીમાં તમને તમારો પ્લોટ મળી જશે”

કેટલાય સમયથી ટેન્શનમાં જીવતા દંપતિનું બધુ જ ટેન્શન માત્ર એક ક્ષણમાં અદ્રશ્ય થઇ ગયુ. પતિ-પત્નિ બંને હળવાફુલ બનીને ઘરે આવ્યા. એ જ દિવસે સાંજે જે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી ત્યાંથી સામેથી ફોન આવ્યો કે તમે તમારા પ્લોટ પર પહોંચો એટલે તમને કબજો અપાવી દઇએ. દંપતિ પોતાના પ્લોટ પર પહોંચ્યું તો ત્યાં બુલડોઝર સહીતનો પોલીસ કાફલો હાજર હતો અને થોડી જ વારમાં તમામ દબાણ હટાવીને શિક્ષક દંપતિને એના પ્લોટનો કબજો સોંપી દેવામાં આવ્યો.

રાજકોટને ઘણા વર્ષો પછી એક પ્રજાવત્સલ પોલીસ કમિશ્નર મળ્યા છે. શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને વંદન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here