સાત સમુદ્ર પારથી વતન માટે દાન મોકલ્યુ નાવડા અને જાળીયાની બે દિકરીઓએ ૧૫ હજાર ડોલર હોસ્પિટલમાં દાન આપ્યું ધંધૂકાની આર.એમ.એસ. હોસ્પિટલને દાનની રકમ મોકલાઈ કહેવાય છેને દિકરી તો બે કુળ તારે , માવતર ની સાચી મુડી દિકરી આ બધા વાકયો સાંભળવા મળતા હતા અમેરીકા માં રહેતી બે દિકરીઓ ડો.પુજા અને અનિષાબેને તેમના પોતાના લગ્ન ના ખર્ચમાં મોટો કાપ મુકીને ૧૫ હજાર ડોલરની રકમનુ માતબર દાન કોરોનાની મહામારીમાં પોતાના વતનની આર . એમ.એસ.હોસ્પિટલને દર્દીઓની સેવા માટે મોકલાવ્યુ હતુ . અંખડ ધંધૂકા તાલુકાના નાવડા ગામના મોણપરા પરિવારના ઘણા સદસ્યો વેપાર ધંધા અર્થે અમેરીકા સ્થિર થયા છે.ભરતભાઇ મોણપરા ની દિકરી અમેરીકામાં જ જન્મી અને તે ડોકટર બની અમેરીકામાં સેવા આપે છે.ડો.પુજા ભરતભાઇ મોણપરા ના લગ્ન અમેરીકા ખાતે યોજાયા હતા.
વર્તમાન સમયમાં દેશમાં અને વતનમાં કોરોનાની મહામારીએ ખુબ વકરી છે ત્યારે પોતાના લગ્નના ખર્ચમાં કાપ મુકીને બચાવેલા ૧૦ હજાર ડોલરની માતબર મોકલાઈ રકમ આરએમએસ હોસ્પિટલ ધંધૂકા ને મોકલાવી આ વિસ્તારના દર્દીઓ માટે આરોગ્યની સેવા થઇ શકે તે માટે મહામુલું દાન કર્યુ હતુ.તો જાળીલા ગામના જગદીશભાઇ સુતરીયાની દિકરી અનિષાબેન ના પણ લગ્ન અમેરીકામાં હતા તેણે પણ લોકોની સેવા અર્થે પોતાના લગ્નનો ખર્ચ ઓછો કરીને ૫ હજાર ડોલરની રોકડ રકમનું દાન ધંધૂકા સ્થિત આરએમએસ હોસ્પિટલને કર્યુ હતુ.આમ બંને દિકરીઓ એ અમેરીકા હોવા છતા વતનને જયારે ખરા અર્થમાં સહાય ની જરૂર હતી ત્યારે પોતાના લગ્નમાં કાપ મુકીને દર્દીઓની સેવા માટે સહાય કરી છે .