જીવનમાં સુખી થવાની 30 અમુલ્ય સુવાક્ય જરૂર વાંચો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો

0
347

સુખ અને દુઃખ આવે છે અને જાય છે , સ્થાયી કદી હોતા જ નથી , જીવનમાં કડવા ઘૂંટડા ગળી જ જજો , જે ભૂલી જાય છે , તેજ સુખી , જે વાગોળે તે દુઃખી  સત્ય સ્વરૂપ પુરુષાર્થની આંતર સાધના નિયમિત કરો અને આંતર શુદધતા એ જ જીવનની સિધ્ધી છે

૧.આત્મિક સત્યમાં સ્થિર માણસ હંમેશા સત્ય માર્ગ જાણે છે , પછી ભલેને રસ્તા ગમે તેટલા આડા – અવળા અને ગુંચવડ ભરેલા હોય , તો પણ સત્યનો માર્ગ પસંદ કરી ચાલે છે.

૨. કદી પણ પારકી પંચાત કરશો નહીં .

૩. જીવનનું નામ પરિવર્તન છે માટે તમામ પરિવર્તનની પરિસ્થિતિમાં પરમ શાંત રહેવુ .

૪.સુખ અને દુખ આવે છે અને જાય છે , સ્થાયી કદી હોતા જ નથી , જીવનમાં કડવા ઘૂંટડા ગળી જ જાવ , જે ભૂલી જાય છે , તેજ સુખી , જે વાગોળે તે દુખી .

૫.તમારા કામકાજના વખાણ કોઈ કરે , તેવી કદી આશા અપેક્ષા રાખશો જ નહીં તો જ સુખી થશો  .

૬. કોઈપણની ઈર્ષા કે દ્વેશ કરતા જ નહીં , ખોટા વખાણ કરશો નહીં કે નિંદાથી દૂર રહે .

૭ , તમે તમારી જાતને જાણી સ્વભાવને જાણી જાતે જ પરિવર્તિત કરો .તમોને કોઈ જગતમાં સુધારી શકે , પરિવર્તિત કરી શકે તેમાં માલ નથી .

૮. માયા વગર સલાહ આપવા દોડી જતાં જ નહિ .- તમારી ફરજ કદી પણ ચૂક્શો નહીં અને ફળની આશા અપેક્ષા કદી રાખશો નહીં .

૧૦. દરરોજ માત્ર એક જ કલાક નિયમિત રીતે નિયમિત સમયે ધ્યાનમાં બેસો અને અંદર ઊતરો મનમાં બધી શાંતિ થઇ જાય છે .

૧૧. સતત સત્કાર્યમાં અથવા તમોને ગમતા કાર્યમાં નિરંતર પરોવાયેલા જ રહો જેથી દુ:ખ યાદ કરવાનો સમય ન મળે .

૧૨. નવરામને નખોદ વાળ , માટે સતત કાર્યમાં રાખો .તેને ગુલામ બનાવો તેના ગુલામ બનશો નહીં

૧૩. નિષ્કામ , નિસ્વાર્થ  , નિઃશુલ્ક , આશા , અપેક્ષા કર્તુત્વ રહિત થઈ સેવા કરો , પ્રવૃત્ત રહો .

૧૪. જીવનમાં સત્ય શું , અસત્ય શું , તેનો સત્ય સ્વરૂપ નિર્ણય કરવા સત્ય સ્વરૂપ વિવેક કરતાં શીખો

૧૫. કોઈપણનું માનીને કે સાંભળીને ચાલવાનું બંધ કરો .તેમાં જ તમારું કલ્યાણ છે .

૧૬. જીવનમાં માત્રને માત્ર અંતરથી જાણીને જે તમોને પોતાને જે સત્ય લાગે તેનું જ આચરણ કરો .

17. જીવનમાં ઉપભોગના ભાવથી નિવૃત્ત થાવ ઉપયોગના અંતરના ભાવમાં સ્થિર થાવ .

૧૮. જીવનમાં આત્મિક સત્ય અનુસાર કરવા જેવા જ કર્મ કરો.

૧૯.શુધ્ધ હૃદયની ખંતપૂર્વક જીવનમાં સદગુણ કેળવો અને દુર્ગુણોને અંતરથી જાણો એજ મુક્તિ .

૨૦. જ્યારે  શુદ્ધ હૃદયથી પ્રયત્નો કરવા છતાં હિંમત હારી જાવ ત્યારે આત્મસ્થ થઈ સત્યને વળગો

૨૧. જે અનિવાર્ય હોય તે સ્વસ્થ ચિત્તે સહન કરી લ્યો અને સદાય પ્રસન્ન રહો

૨૨. કોઈપણની દલીલબાજી , વાદવિવાદથી દૂર રહો અને સંંવાદમાં સ્થિર થાવ .

૨૩. બીજાને સુધારવાના મનસૂબા કરવા કરતાં જાતે પરિવર્તિ થાવ .

૨૪. પોતે જ પોતાની રીતે આત્મિક સત્યના આધારે પરિવર્તિત થવા લાગજો .

૨૫. બધા જ પરમાત્મા સ્વરૂપ છે માટે તેમાં જ પરમાત્માના દર્શન કરજો .

૨૬ , આજ જીવતો જાગતો ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે , તેની સાથે સત્ય સ્વરુપે વ્યવહાર કરો . સ્વસ્થ ચિત્તે પરમાત્માની પ્રસાદી જાણી

૨૭. જીવનમાં આવતા દુઃખોને સ્વીકારી જ લ્યો .

૨૮. તમારી પોતાની જ પરમ ચેતનામાં જાગૃતતા પૂર્વક સ્થિર થઈને તમામ વ્યવહાર અને આચરણ કરો . એજ સત્ય ઘર્મનું શુદ્ધ આચરણ છે .

૨૯ જીવનમાં સમ્યક દર્શન , સમ્યક સંકલ્પ અને સમ્યક સત્યસ્વરૂપ પુરુષાર્થની જ્ઞાાન , સમ્યક ચારિત્ર , સમ્યક સત્ય , સમ્યક આંતર સાધના નિયમિત કર અને આંતર શુધ્ધતા એજ જીવનની સિધ્ધી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here