જમ્મુ અને કાશ્મીરના પુલવામામા 14 ફેબ્રુઆરીના રોજ આતંકીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કરી દીધો હતો. જેમાં 40 થી પણ વધારે જવાનો શહિદ થઇ ગયા હતા. આ ઘટનાથી બૉલીવુડ જગતથી લઈને સામાન્ય જનતા પણ પોત પોતાની અનુકૂળતા અનુસાર મદદ કરી રહ્યા છે. એવામાં અમેરિકામા રહેનારા મૂળ ભારતીય 26 વર્ષના છોકરા એ શહિદ પરિવારની મદદ માટે 6 કરોડ રૂપિયા જમા કર્યા છે.
26 વર્ષનો આ છોકરો શહીદોના પરિવારને આપશે 6 કરોડ રૂપિયા:
પુરા દેશમાં સામાન્ય લોકો હોય કે કોઈ મોટા દિગ્ગજ લોકો દરેક કોઈ શહિદોના પરિવારની મદદ માટે આગળ આવી રહ્યા છે. દરેક કોઈ પોતાના હિસાબે એક રકમ આ શહિદોના પરિવાર માટે ફંડ જમા કરી રહ્યા છે. એવામાં 26 વર્ષનો વિવેક પટેલ પણ 6 કરોડ રૂપિયાની સાથે આગળ આવ્યો છે. વિવેક અમેરિકામાં રહે છે અને તેણે ફંડ જમા કરવા માટે ફેસબુક પર એક પેઈજ બનાવ્યું. વિવેક એ 15 જાન્યુઆરીના રોજ ફેસબુક પેઈજ બનાવ્યું હતું કેમકે તે યુએસએ ના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ડોનેટ કરી શકે તેમ ન હતો. સીઆરપીએફ માં પૈસા ડોનેટ કરવાનું તેનું લક્ષ્ય 5 લાખ ડોલર એટલે કે 3.5 કરોડ રૂપિયા હતું પણ તેણે આ પેઈજ દ્વારા માત્ર 6 જ દિવસોમાં 22 હજાર લોકો જોડાઈ ગયા અને 850,000 ડોલર એટલે કે લગભગ 6 કરોડ રૂપિયા જમા કરી લીધા.લોકો વિવેક પટેલના આ કામના ખુબ વખાણ કરી રહ્યા છે અને તેની પાસે ઘણા દેશોથી મદદ માટેની પણ અપીલ આવી રહી છે.
લોકોલ રેડિયો સ્ટેશન ને પણ તેની મદદ કરી, પણ સવાલ એ છે કે આ પૈસા ને યોગ્ય હાથમાં કેવી રીતે આપવામાં આવે. જેઓએ પૈસા ડોનેટ કર્યા છે તેઓની પાસે પણ ઘણા સવાલો છે, જેનો જવાબ આપતા વિવેકે એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે. વિવેક ફેસબુક પોસ્ટ પર રેગ્યુલર અપડેટ કરતા રહે છે. હે હજી સુધી પૈસા ટ્રાન્સફર કરવા માટેની રાહ જોઈ રહ્યા છે અને તે ઈચ્છે છે કે ભારતીય સરકારનો કોઈપણ જવાબદાર વ્યક્તિ આ રૂપિયાને લે અને શહિદ પરિવારની યોગ્ય રીતે મદદ થઇ શકે.
બૉલીવુડ પણ આ ઘટનાથી ખુબ જ દુઃખી છે. દરેક કોઈએ ટ્વીટ દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.અને પોત-પોતાની ક્ષમતા અનુસાર પૈસા દાનમાં આપ્યા છે. જેમાં અક્ષય કુમાર, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, કૈલાશ ખેર જેવા સિતારાઓ મદદ માટે આગળ આવ્યા છે. તેના સિવાય ખેલ જગતથી પણ વીરેન્દ્ર સહેવાગ એ શહિદ બાળકોના અભ્યાસની પુરી જવાબદારી ઉઠાવી છે અને ગૌતમ ગંભીરે પણ ઘણા પૈસાની મદદ કરી છે. આ સિવાય દેશના ઘણા સામાન્ય લોકો પણ મદદ માટે આગળ આવી રહ્યા છે અને શહિદો ના પરિવાર ની સાથે ઉભેલા છે.