માતા પિતાની છત્રછાયા ગુમાવનાર 80 ટકા દિવ્યાંગ દીકરી ઝેરોક્ષ કરી ગુજરાન ચલાવે છે

દીકરી વિષે

વિધાતાએ મને જે આપ્યું તે મારું ભાગ્ય છે આ ભાગ્યને તો હું બદલી શકતી નથી હું એટલી પણ કમજોર નથી કે હું કોઈ પર બોજ બનીને રહું. હું ભલે વિકલાંગ હોવ પણ મને કોઈ નો ઓજ બનવું નથી ગમતું
આ દીકરીના સંઘર્ષને દિલથી સલામ 80 ટકા દિવ્યાંગ દીકરી વંદનાe માતા-પિતાની છત્રછાયા ગુમાવી, ફક્ત પગની મદદથી કરે છે મોબાઇલ રિચાર્જ અને ઝેરોક્ષ છતાં પણ ક્યારેય કોઈ ફરિયાદ વગર વિધાતાએ મને જે આપ્યું તે મારું ભાગ્ય છે આત્મનિર્ભરતાની સાથે વંદના જીવન જીવે છે જો તમે માણો તો હર પલ પલમાં છે ખુશી. નહી તો નર્યુ મૃગજળ છે ખુશી” આજે આ સૂત્રને ગુજરાતના જેતપુરમાં રહેતી વંદના કટારિયાએ સાર્થક કરી બતાવ્યું છે. પોતે 80 ટકા દિવ્યાંગ છે અને શરીર પર પણ પોતાનો કંટ્રોલ નથી.. પરંતુ તેના ઈરાદાઓ એટલા મક્કમ છે કે, તે સમાજમાં નાની-નાની બાબતોમાં ખોટું પગલું ભરી લેતા વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણારૂપ છે આજે આ દીકરી વિકલાંગ હોવા છતાં પોતાના આવડતથી આત્મનિર્ભર બની છે. અને ગુજરાન ચલાવે છે

વિકલાંગ દીકરી પોતાના પગની મદદથી MOBILE RECHARGE અને ZEROX નું કામ કરે છે બાળપણમાં જ તેના માથેથી પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી જન્મથી જ શારીરિક તકલીફોનો આ દીકરી સામનો કરી રહી છે. પરંતુ ક્યારેય પણ તેણે હિંમત નથી હારી. અને પાછો પગ કર્યો નથી આપણી પસ બધું છે બે હાથ બે પગ છતાં પણ આપણે બોવ બધી ફરિયાદ કરી છે પરંતુ વંદના દ્રઢ મનોબળ સાથે તેણે ખુદની જાતને એટલી સશક્ત બનાવી છે કે, આજે પોતાના દમ પર પોતાનું જાતે જ ગુજરાન ચલાવે છે. હાથનું સંતુલન ન હોવાથી પોતાના પગની મદદથી વંદના MOBILE RECHARGE અને ZEROX નું કામ કરીને આત્મનિર્ભર બની પોતાનું જીવન જીવે છે. માતા-પિતાએ વંદનાની સારવાર માટે પાણીની જેમ પૈસા વહાવ્યા હતા આ દીકરીને જન્મના થોડા દિવસો બાદ કમળો થયો હતો. જેના કારણે તેના હાથ-પગ ખોટા પડી ગયા અને માતા-પિતાએ વંદનાની સારવાર માટે પાણીની જેમ પૈસા વહાવ્યા હતા. પરંતુ વંદનાની બીમારી ઠીક ન થઈ. આજે વંદનાના શરીરનું સંતુલન બરાબર જળવાતું નથી. બોલવાથી ગરદન હડપચી જાય છે તેમજ મોની નસો ખેંચાવાની તકલીફ થાય છે.વંદનાએ પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી વંદનાએ ક્યારેય હાર માની આથી . આજે તે મોબાઈલ રિચાર્જ કરે છે , લેપટોપ અને ઝેરોક્ષનું કામ પોતાના પગની મદદથી કરીને મહિને સારી એવી કમાણી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. આ દીકરીના હાથ ન ચાલતા હોવાથી પણ ક્યારેય પાછળ પગ નથી કર્યો અને ક્યારેય કોઈ પર નિર્ભર નથી રહી તેમ છતાં તેને ભોપાલની યુનિવર્સિટીમાં PGDCAનો અભ્યાસ પૂર્ણ કર્યો

આ દીકરી પર ગર્વ એટલા માટે થાય છે કે તેના શરીરનું સંતુલન ન જળવાતું હોવા છતાં માતાની મદદથી અભ્યાસ કર્યો અને વંદનાની માતાએ પણ તેને ભણાવવા માટે ખુબ પરિશ્રમ કર્યો અને ધીરે-ધીરે વંદના લખતા પણ શીખી. વંદનાએ ધોરણ 7થી લઈને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પણ રાઈટરની મદદથી પુરો કર્યો છે. ત્યારબાદ ભોપાલની યુનિવર્સિટીમાં પીજીડીસીઓનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો. 3 વર્ષ પહેલા વંદનાના માતાનું પણ અવસાન થયું કહેવાય છે ને ભગવાન જેને દુખ આપે એને ભરી ભરીને આવે આ દીકરી તો પણ હિમત ન હારી અને મન મક્કમ રાખી આગળ અઢી આમ ત્રણ વર્ષ પહેલા જ વંદનાના માથેથી માતાની છત્રછાયા પણ છિનવાઈ ગઈ. પરંતુ તેણે આ દુઃખનો ઘુંટડો પણ ગળે ઉતારી લીધો. આજે 22 વર્ષીય વંદના ફોટો કોપી કાઢવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અમિતાભ બચ્ચનની પણ ફેન છે વંદના
તે અમિતાભ બચ્ચનની ફેન્સ હોવાથી તેમની સાથે તેમના જન્મ દિવસ પર પત્રવ્યવહાર પણ કરે છે. ઘરમાં પણ અમિતાભ બચ્ચનના ઘણા ફોટો રાખ્યા છે. ગુજરાતની આ દીકરીની સંઘર્ષ ભરી કહાની જોઈ ગર્વ મહેસૂસ થાય છે. અને

 દિલથી સલામ કરવાનું મન થાય આ દીકરીને ભગવાન ખુબ આગળ વધવાની તાકાત આપે એવું જ પ્રભુને પ્રાર્થના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *