દોસ્તો, ગ્રામ્ય કક્ષાએ બનતી વાંસ ની વિવિધ વસ્તુઓ જોઈ ને આપણને એ વિચાર આવી જાય કે વારું વાંસ માથી આ પણ બને?
ખરેખર જો યોગ્ય માર્કેટીંગ થાય તો શહેરી ફર્નિચર ને તગડી કોમ્પીટીશન આ વાંસની બનાવટો પુરી પાડે. દોસ્તો, આવી બનાવટો તમોને અરુણાચલ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, આસામ, ત્રિપુરા માં મળી જાય છે.
ગુજરાત માં ડાંગ આહવા માં તમોને નાનીમોટી વાંસ ની વિવિધ બનાવટો તપાસ કરો તો જરૂરથી મળી જાય છે! સાચ્ચું જ કીધું છે કે ખરું ભારત તો ગામડાં માં જ વસે છે!
વિશ્વની સૌથી વધુ ઝડપથી વિકાસ પામતી વનસ્પતિ વાંસ છે. જે એક દિવસમાં ૩ ફૂટ જેટલા વધે છે.
વનસ્પતિ શાસ્ત્રીઓએ ઘાસની ૬ હજાર જાત શોધી કાઢી છે. આપણા ઘઉં, મકાઈ, બાજરીના છોડ વગેરે પણ એક પ્રકારના ઘાસ જ છે.
વાંસના મૂળ જમીનમાં એકબીજા સાથે સમાંતર જોડાયેલા હોય છે.
વાંસ અંદરથી પોલી નળી જેવો હોય છે. તેમાં રહેલી હવાને કારણે મજબૂત હોય છે.
સૂકા વાંસ ઉપર ભેજની સૌથી ઓછી અસર થાય છે. પ્રાચીન કાળથી વહાણો અને તરાપા બનાવવામાં વપરાય છે.
અમુક જાતના વાંસ ને ફૂલો આવવામાં ૧૦૦ વર્ષ પણ લાગી જાય છે.
વાંસમાંથી હજારો જાતની ઉપયોગી ચીજો બને છે. કાગળ બનાવવા માટે વાંસનો જ વધુ ઉપયોગ થાય છે.
વિજળીના ગોળાના શોધક એડિસને પ્રથમ બલ્બમાં વાંસની ફિલામેન્ટનો ઉપયોગ કર્યો હતો.
ચીન અને જાપાનના વાંસના બહુ હેતુક ઉપયોગો છે. તેમાંથી મકાનથી માંડીને ફર્નીચર અને વાસણો બનાવાય છે.
આસામ અને બંગાળના અન્ય પ્રદેશોમાં વાંસનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. વાંસની કૂંપળો શાકભાજીની જેમ વપરાય છે.
એક લાઈક + શેર + કોમેન્ટ કરવાનું ભૂલતા નય …
આપણું પેજ 👍 લાઈક કરી આવી પોસ્ટ મેળવતા રહો 👍