Home જાણવા જેવું દરેક માતા-પિતાને મુંજવતો પ્રશ્ન બાળકોને ક્યાં માધ્યમમાં(ગુજરાતી કે અંગ્રેજી) ભણાવવા જોઈએ જરૂર વાંચજો અને શેર કરજો

દરેક માતા-પિતાને મુંજવતો પ્રશ્ન બાળકોને ક્યાં માધ્યમમાં(ગુજરાતી કે અંગ્રેજી) ભણાવવા જોઈએ જરૂર વાંચજો અને શેર કરજો

0
દરેક માતા-પિતાને મુંજવતો પ્રશ્ન બાળકોને ક્યાં માધ્યમમાં(ગુજરાતી કે અંગ્રેજી) ભણાવવા જોઈએ જરૂર વાંચજો અને શેર કરજો

દરેક માતા-પિતાને મુંજવતો પ્રશ્ન બાળકોને ક્યાં માધ્યમમાં(ગુજરાતી કે અંગ્રેજી) ભણાવવા જોઈએ ?   દરેક વાલીઓને વાલીઓને આ પ્રશ્ન મૂંઝવે છે કે બાળકને ક્યાં માધ્યમમાં અભ્યાસ કરાવવો જોઈએ. આજ કાલ દેખા દેખીને લીધે દરેક માં બાપ અંગ્રેજી માધ્યમ પસંદ કરે છે બાળકના સંપૂર્ણ વિકાસ માટે બાળકને એ ભાષામાં ભણાવવો જોઈએ જે ભાષા એના ઘરમાં બોલાતી હોય, આપના ઘરની આસપાસ બોલાતી હોય. ઘરમાં જો અંગ્રેજી ભાષાનો મહત્તમ ઉપયોગ થતો હોય તો બાળકનો અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં અને જો તમારા ઘરમાં ગુજરાતી ભાષાનો મહતમ  ઉપયોગ થતો હોય તો બાળકને ગુજરાતી ભાષામાં અભ્યાસ થવો જોઈએ. જે બાળક માતૃભાષામાં અભ્યાસ કરે તે  બાળકનું દિમાગ બાકીની બીજી ભાષાઓ બહુ ઝડપથી શીખી શકે છે. તમારે આ માટે એક પ્રયોગ કરવો હોય તો કરી લેજો. એકસમાન ધોરણમાં ભણતા એક ગુજરાતી માધ્યમના અને એક અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને એકસમાન કામ સોંપજો. તમારી જાતેજ તમે વિચારજો કયું બાળક વધુ બુદ્ધિનો ઉપયોગ કરીને કામ પૂરું કરે છે

તમે બંને માધ્યમના બાળકને  ગુજરાતીમાં અને અંગ્રેજીમાં મોબાઈલ નંબર લખાવજો. ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી બંને ભાષામાં સરળતાથી લખી શકશે અને અંગ્રેજી માધ્યમમાં ભણતો વિદ્યાર્થી ગુજરાતીમાં નંબર લખવામાં મુશ્કેલી અનુભવશે જે હકીકત છે આજના જમાનામાં  અંગ્રેજી ભાષાનું મહત્વ ખુબ છે એ  વાત પણ સાચી છે પરંતુ એના માટે અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવું એ  બિલકુલ જરૂરી નથી જો તમારા ઘરમાં અંગ્રેજી ભાષાનો વધુ પડતો ઉપયોગ થતો હોય તો તમારા બાળકને  અંગ્રેજી માધ્યમ ભણાવો તો સ્વીકાર્ય છે અંગ્રેજીને ભાષા તરીકે શીખવી જ જોઈએ એ પણ મહત્વ નું છે તમારું બાળક ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને સાથે સાથે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી શકે છે. તમે એક વાતનું નોટીસ કરજો ધો.12 સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી જ્યારે મેડિકલ કોલેજમાં તેમજ અંગ્રેજી માધ્યમમાં  પ્રવેશ મેળવે ત્યારે ગુજરાતી માધ્યમવાળો વિદ્યાર્થી પોતાની જાતને પછાત મહેસુસ કરતો હોય છે કારણકે પ્રથમ વર્ષે એને અંગ્રેજી  ભણવામાં, લખવામાં, બોલવામાં ખુબ જ તકલીફ પડે છે. અને બીજા જ વર્ષે બંને માધ્યમના વિદ્યાર્થી સમાન થઈ જાય અને પછીના વર્ષથી ગુજરાતી માતૃ ભાષામાં ભણેલો વિદ્યાર્થી ઘણો આગળ નીકળી જાય.

અને હા પીજી ની પરીક્ષાઓ મોટાભાગે ગુજરાતી માતૃભાષામાં ભણેલા વિદ્યાર્થીઓ જ પાસ કરી જાય છે. માત્રુ ભાષામાં ભણેલ વિદ્યાર્થીની સમજણ શક્તિ વધુ ડેવલોપ થાય છે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીના સંદર્ભમાં હવે એક તમે નોટીશ કરો  તમારા શહેરમાં રહેલા  સુપર સ્પેશિયાલિષ્ટ ડોકટરોની યાદી બનાવો અને તપાસ કરો કે એ ક્યાં માધ્યમમાં ભણ્યા હતા? ગુજરાતી ભાષામાં અભ્યાસ કરતી વખતે ગુજરાતીમાં ઉપયોગમાં લેવાતા મહત્વના શબ્દોનું અંગ્રેજી શીખવાની ટેવ પડે તો કોઈ જ મુશ્કેલી ઉભી નહિ થાય.

આજના ટેકનીકલ યુગમાં  પા ઠ્યપુસ્તકમાં ગુજરાતી શબ્દની સાથે  અંગ્રેજી અર્થ પણ આપવામાં આવે છે જે પહેલાના પાઠ્યપુસ્તકમાં નહોતું. આપણા દરેકના દિમાગમાં એ વાત ઘુસી ગઈ છે અથવા દેખાદેખી વધી ગી છે કે બાળક  અંગ્રેજી માધ્યમમાં ભણે તો જ બાળકનો વિકાસ થાય. અને આપને બોવ વિચાર કરતા નથી આપણી જનરેશન બધા માતૃભાષામાં જ અભ્યાસ કર્યો છે અને બધા કોલેજ અંગ્રેજી માધ્યમમાં કરી છે આપણે ભણતા ત્યારે 5 ધોરણ સુધી abcd પણ ન આવડતી અત્યારના બાળકોને LKG, HKG થી સ્પેલિંગ આવડતા હોય છે કઠપૂતળીની જેમ એક બે ENGLISH POEMS બોલી જતા બાળકોને જોઈને આપણે સાવ પછાત છીએ એવું દરેક માતા-પિતા અનુભવ કરે છે આપણને આપણા બાળકના ભવિષ્યની ખુબ ચિંતા છે એના કરતા વધુ સમાજના લોકો શું કહેશે તેની વધુ ચિંતા કરે છે. વાલીઓ બિચારા મોટા મોટા સપનાઓ સાથે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા મૂકે જ્યાં ભાષા પર પ્રભુત્વ ધરાવતા શિક્ષકો જ નાં હોય જ્યાં અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોને જ પુરતું અંગ્રેજી ના આવડતું હોય અને એ શિક્ષક પણ ગુજરાતી ભાષામાં માં જ ભણાવતા હોય ફક્ત શબ્દો અંગ્રેજીમાં બોલે બાકી બધું ગુજરાતી જ હોય. આમ બિચારું બાળક પણ શું કરે?

જો આપણા ઘરનું વાતાવરણ ગુજરાતી હોય તો તમારું બાળક અંગ્રજી ભાષા ગોખશે એવું લાગશે  બાળકને જે ભાષામાં ભણાવવું હોય એ ભાષા ભ ણાવજો પણ ભણાવવાનું માધ્યમ નક્કી કરતી વખતે તમારા સ્ટેટ્સ કે દેખાડાને મહત્વ આપવાને બદલે તમારા ઘરમાં કઈ ભાષા બોલાય છે આજુબાજુમાં કઈ ભાષા બોલાઈ છે એ પણ જરા જોજો. અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં જોજો તમારું બાળક માતૃભાષા ભૂલી ન જાય ભાવનગરનાં મૂછાળી માં એટલે કે ગીજુભાઈ બધેકા એવું કહેતા કે બાળકની ભલાઈ જે ઈચ્છતા હો તો તેને માતૃભાષામાં અને સહજ રીતે પ્રાથમિક શિક્ષા મળવું અનિવાર્ય છે જો દરેલ વાલી ફક્ત પોતાનાં બાળકને સંસ્કાર , સમજ  આપે તો તે બાળક ખુબ તેજ બને છે વાલીઓની અંગ્રેજી ભાષા પાછળની દોડને વિરામ આપવાની જરૂર છે હાલ તમામ બાળકો મોબાઈલ તેમજ કોમ્પ્યુટર યુગમાં જીવે છે. તેને બધીજ ખબર પડે છે ટેકનોલોજીનો ઉપયોગ બાળક માટે ઉપયોગી થઈ શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here