પુરુષો કરતાં સ્ત્રીઓ કઈ કઈ બાબતોમાં આગળ છે જાણવા અહી ક્લિક કરશો દરેક સ્ત્રીઓ અેક બીજી સ્ત્રીને શેર કરે

0
221

ઘણાં વર્ષો સુધી સમાજ સ્ત્રીઓના શિક્ષણ માટે બેદરકાર રહ્યો . હવે સ્ત્રી – શિક્ષણ માટેની જાગૃતિ વધતાં જ તેઓનું બેસ્ટ પરર્ફોર્મન્સ બહાર આવી રહ્યું છે . એક અમેરિકન કંપનીએ કરેલા અધ્યયન મુજબ છોકરાઓની સરખામણીએ છોકરીઓ અભ્યાસમાં વધારે તેજ હોય છે અને અભ્યાસ માટે ગંભીર પણ વધુ હોય છે . તેઓ આખા વર્ષ દરમ્યાન અભ્યાસ કરી શકે છે જ્યારે છોકરાઓ લાસ્ટ સમયે જ ભણે છે છેલ્લા દાયકામાં ભારતમાં પણ અનેક સ્કૂલ – કોલેજોનાં પરિણામો દ્વારા એક વાત સ્પષ્ટ થઇ છે કે છોકરાઓ કરતાં છોકરીઓનાં ગ્રેડ સારા આવે છે . ભારતીય પરિવારમાં છોકરીઓની માથે ઘરકામની જવાબદારી હોવા છતાં તે અભ્યાસમાં સારો દેખાવ કરે છે . સ્ત્રીઓ સારી બોસ પણ છે . એ વાત અલગ છે કે પુરુષોનો ઇગો સ્ત્રીઓને બોસ તરીકે સ્વીકારવામાં હર્ટ થાય છે અને તેઓ મહિલા બોસની યેન – કેન રીતે કનડગત કરે છે . સામાન્ય રીતે જે કંપનીઓની બોસ મહિલાઓ હોય છે એ કંપનીઓનો સ્ટાફ એનાથી વધુ ખુશ રહે છે . કારણ કે તે સારી મેનેજર છે . પુરુષની સરખામણીએ તે કામને વધારે સારી રીતે મેનેજ કરી શકે . અમેરિકામાં થયેલો અભ્યાસ બતાવે છે કે જે ઓક્સિોમાં સ્ત્રી – પુરુષ બંને ઉચ્ચ પદો પર છે ત્યાં કરાવાયેલા રેટીગમાં પુરુષો કરતાં સ્ત્રીઓને વધારે રેટીંગ મળ્યું છે . તેમણે પુરુષ કરતાં વધારે પ્રભાવ પાડ્યો હતો . ત્રીજા ક્રમે , સ્ત્રીઓની શ્રેષ્ઠતા મલ્ટી ટાસ્કિંગમાં છે . સ્ત્રીઓની આંખ ખુલતાની સાથે જ અનેક કામોનો સિલસિલો ચાલે છે . બાળકોને ઉઠાડવાં , તૈયાર કરીને સ્કૂલે મોકલવાં , નાસ્તો કે ટીન બનાવવું . સાસાઇ કરવી કે વચ્ચે કોઇનો ફેન રીસીવ કરવા . આ તમામ કામ પતાવીને તે ખુદ પણ તૈયાર થાય છે . થોડા સમયમાં આટલાં બધાં કામ પતાવવા માટે એક સાથે ચાર કામ કરે છે . ચા બનાવતાં બનાવતાં એ વાસણ ચડાવશે , સંગીત સાંભળશે અને બાળકોને તૈયાર કરશે . એક સમયે એક જ કામ પર વળગવું એને ગમતું નથી કે એમ પણ કહી શકો કે તેને પોસાતું પણ નથી . કેમ કે તેની પાસે સમયની મારામારી છે . એ સિરિયલ જોતાં – જોતાં પણ દસ કામ કરશે પુક્ષો અને સ્ત્રી બંને કામ કરતાં હોય તો પુરુષની સરખામણીએ સ્ત્રી અનેક વધારાનાં કામ કરે છે . તેઓ મલ્ટી ટાસ્કિંગ કરી શકે છે કારણ કે સ્ત્રીઓ એમનાં મગજનાં અનેક ભાગોને સ્ત્રીઓને જાસૂસી વધુ ફાવે . પુરુષોએ આડીઅવળી . મૂકી દીધેલી વસ્તુઓને સ્ત્રીઓ વધારે ઝડપથી શોધી શકે છે . એક નજરમાં તે સમગ્રતાનો તાગ મેળવી લે છે શકે . પરંતુ સંશોધનો કહે છે કે સ્ત્રીઓમાં નેતૃત્વ ક્ષમતા અધિક હોય છે . તે સૂઝ – બૂઝથી કામ લે અને તરત નિર્ણય લઇ શકે છે . કામ કરતી મહિલાઓ પોતાની કંપનીઓમાં ટીમ લીડર , પ્રોજેક્ટ લીડર તરીકે વધારે સળ રહે છે . સ્ત્રીઓ સ્ટ્રેસ સારી રીતે હેન્ડલ કરી શકતી હોવાથી પણ લીડર તરીકે સળ થાય છે . સ્ત્રીઓ પ્રમાણમાં વધુ જવાબદાર અને ગંભીર હોય છે ચાહે ઘર પરિવાર હોય કે ઓક્સિ એ પોતાની જવાબદારી બરાબર સંભાળે છે . એ પોતાના સંબંધોને પણ સહજતાથી સંભાળી શકે છે . જે કામ હાથમાં લે તેને મન લગાવીને પુરું કરે છે . સાઇ , સાચવણી , સમયનું આયોજન અને શિસ્ત દ્વારા તે કામને પૂરું કરે છે . થઇ જશે એવો ખોટો આશાવાદ અને નહીં કર્યું તો ચાલશે એવા પલાયનવાદ બંનેથી દૂર રહી , વાસ્તવિક બની એ મહેનત કરી જવાબદારી પૂરી કરે છે . એ પુરુષની જેમ સેલ્ફ સેન્ટર્ડ નહીં પરંતુ પરિવારપ્રેમી હોવાથી વધારે જવાબદાર હોય છે . સ્ત્રીઓ જવાબદારી નિભાવવા તત્પર હોવાથી એનામાં સહનશીલતાનો ગુણ પણ છે . પુરુષો મુશ્કેલીમાં ગભરાઇ જાય છે અને ધીરજ પણ ગુમાવી બેસે . જ્યારે સ્ત્રીઓ દરેક દુ : ખ સહન કરવાની શક્તિ ધરાવે છે . વિપરીત સ્થિતિમાં પુરુષ તૂટી જાય ત્યારે સ્ત્રી હિંમતથી લડે છે એ થોડીવાર માટે કમજોર પડી જાય તો પણ પોતાની જાત પર કાબૂ મેળવી સંઘર્ષ માટે તૈયાર બને છે . તેથી જ કહેવાય છે કે , ખાસ તો મોટી ઉંમરે , સ્ત્રીઓ પુરુષ વગર રહી શકે છે , પરંતુ પુરુષો સ્ત્રી વગર રહી શકતા નથી . સ્ત્રી પુરુષો કરતાં વધારે વ્યવસ્થિત પણ હોય છે . વસ્તુને એની યોગ્ય જગ્યાએ મૂકવી એ સ્ત્રીઓની આદત છે . જ્યારે પુરુષો રૂમાલ – મોજાં – કપડાં – ફાઇલ કાગળો વગેરે ગમે ત્યાં મૂકી દે છે . જમતી વેળાએ હાથ ધોવાથી લઇને જમવાનું કપડાં કે ટેબલ પર પડે નહીં માટે તેઓ વધારે એલર્ટ છે . તેઓ હાઇજીનનો પણ વધારે ખ્યાલ રાખે છે . એ જ રીતે બીમારની સેવા અને સંભાળમાં પણ સ્ત્રીઓનું વધારે ધ્યાન હોય છે . પોતાનાં બીમાર માતા – પિતાનું ધ્યાન પુરુષ એટલું નથી રાખતો જેટલું સ્ત્રી એનાં સાસુ સસરાનું રાખે છે . સ્ત્રીઓને પુરુષોની સરખામણીએ વધારે ખર્ચાળ ગણાય છે . પરંતુ વાસ્તવિકતા એ છે કે સ્ત્રીઓ પુરુષોની તુલનામાં બાર્ગેનીંગ કરવામાં એસ્પર્ટ છે . નાની – નાની વસ્તુઓમાં પણ બાર્ગેનીંગ કરાવ્યા વિના એને ચેન પડતુ નથી . જ રીતે બચતને મામલે પણ તેઓ પુરુષોથી આગળ છે . તેમની પાસે ઓછા પૈસા હોય તો પણ એમાંથી એ કંઇને કંઇ બચાવી રાખે છે . જ્યારે પુરુષો મહિલાઓની જેમ ઓછી આવકમાં બચત નથી કરી શકતાં . અન્ય એક રિસર્ચ મુજબ પુરુષોની અપેક્ષાએ મહિલાઓ ઇન્ટરનેટ અને ઇ – મેઇલ દરમ્યાન વધારે સજાગ રહે છે . એમને બરાબર ખબર હોય છે કે નેટ પર શું કરવાનું છે . તે પુરુષો કરતાં સક્ઝિમાં ઓછો સમય આપે છે અને વધારે કામ કરે છે . પુરુષો નેટ પર વાંચવામાં અને ડાઉનલોડ કરવામાં વધારે સમય પસાર કરે છે જ્યારે સ્ત્રીઓ ઉદ્દેશપૂર્ણ મહત્ત્વની વાતોને પ્રાધાન્ય આપે છે . આ સિવાય મહિલાઓએ લખેલા મેઇ લ પુરુષોની સરખામણીએ વધારે વિનમ અને શાલીન હોય છે . તેઓ જરૂર પડયે પોતાનો ઇગો પડતો મૂકીને મસકાં મારી શકે છે અને જરૂર પ્રમાણે આસાનીથી સંબંધ ડેવલપ કરી શકે છે . એમની ભાષાશૈલી પણ અધિક વ્યવહારિક અને પ્રભાવી જોવા મળે છે . તે લાંબી વાત અને દલીલો કરવામાં હોશિયાર છે . મહિલાઓનાં મગજમાં ૧૧ ટકા વધારે ન્યૂરોન હોય છે . જેને કારણે એ પોતાનાં માઇન્ડને સજાગ અને સતર્ક રાખી શકે છે . સ્ત્રીઓને અવ્યવહારુ , રોતલ , ઓછી બુદ્ધિની કહી ઉતારી પાડવામાં આવતી હોય કે ઘરમાં પણ પુરુષો જ પોતાને મહત્ત્વનાં સમજતા હોય પણ સાચી વાત એ છે . કે સ્ત્રીઓ પુરુષો કરતાં અનેક બાબતે આગળ છે . અલબત્ત , કેટલીક બાબતોમાં પુરુષો પણ સ્ત્રીઓથી આગળ હોય છે , પરંતુ એ વાત ફરી ક્યારેક . આ લેખનો વ્યાપ ફક્ત સ્ત્રીની વિશેષતાઓ પૂરતો જ મર્યાદિત રાખ્યો છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here