
અજમાના પાણીનું સેવન કરવાથી થાય છે અનેકગણા ફાયદા
On December 8, 2020 by adminહાઇ બીપી એટલે કે હાઇબ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. હાઇ બીપીનું મુખ્ય કારણ છે અનિયમિત દિનચર્યા અને અવ્યવસ્થિત ખાનપાન. આ ઉપરાંત હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા તે લોકોમાં વધારે જોવા મળે છે જે કોઇ પણ પ્રકારની કસરત નથી કરતાં અને આહારમાં ચરબીયુક્ત ભોજન વધારે કરે છે, જેના કારણે તેની માંસપેશીઓમાં બ્લડ સર્ક્યુલેશનને અસર પડે છે.
આ ઉપરાંત કેટલીયવાર હાર્ટ બ્લૉકેઝની સાથે-સાથે શરીરના અન્ય ભાગોમાં નાના-નાના બ્લોકેઝ થવા લાગે છે, જેનાથી બ્લડ પ્રેશર વધવા લાગે છે. એટલા માટે કેટલાક ઘરેલૂ નુસ્ખા અજમાવી જુઓ જે તમને તમારા બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આમ જ એક ઘરેલૂ નુસ્ખો છે અજમાનું પાણી. આમ, અજમો કેટલીય શારીરિક સમસ્યાઓમાં ઘણો અસરકારક હોય છે. અજમાનું પાણી હૃદયના દર્દીઓ માટે દવા સ્વરૂપે કામ કરે છે, તેનાથી હાઇ બીપી નિયંત્રણમાં રહે છે તેમજ કોલેસ્ટ્રોલ પણ ઓછું થઇ જાય છે.
હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક હાઇ બીપી અથવા હૃદયની બીમારી મોટાભાગે લોકોનું કોલેસ્ટ્રોલ વધવાથી થાય છે અને શરીરમાં કોલેસ્ટ્રોલ ખરાબ લાઇફસ્ટાઇલ અને ચરબીયુક્ત ખાનપાનના કારણે વધે છે. જ્યારે શરીરમાં કૉલેસ્ટ્રોલ વધે છે ત્યારે લોહી જાડુ થવા લાગે છે અને તેનાથી હૃદય તેમજ બ્લડનું સર્ક્યુલેશન કરતી માંસપેશિઓ પર દબાણ વધવા લાગે છે. એવામાં અજમાનું પાણી ફાયદાકારક હોઇ શકે છે. તેની ગરમ તાસીર હોવાને કારણે માંસપેશિઓમાં ગરમી વધે છે, જેનાથી લોહીનાં પરિભ્રમણમાં સુધારો થાય છે.
અજમાના પાણીનું સેવન કરવા માટે સૌથી પહેલા સાફ અજમાને એક કપ પાણીમાં રાત્રે પલાળીને રાખી દો. સવારે આ પાણીને અજમાની સાથે 20 મિનિટ સુધી સારી રીતે ઉકાળી લો. ત્યારબાદ થોડીકવારમાં પાણીનો રંગ બદલાઇ જશે. સ્વાદ માટે તમે ઇચ્છો તો તેમાં થોડુક લીંબૂ મિક્સ કરી શકો છો.. ત્યારબાદ દરરોજ સવાર સવારમાં આ પાણી પીઓ. તેનાથી શરીરને કેટલાય પ્રકારના ફાયદા થઇ શકે છે.
પાચનશક્તિ ઠીક કરવામાં અસરકારક અજમાની તાસીર ગરમ હોય છે. તેનું પાણી પીવાથી શરીરમાં ગરમી આવે છે, જે ખાવાનું પચાવવામાં મદદ કરે છે. જે લોકોને અપચો, ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યા છે. તેના માટે અજમાનું પાણી ઘણું ફાયદાકારક હોઇ શકે છે. અજમાનું પાણી નાના તેમજ મોટા આંતરડાની સારી રીતે સફાઇ કરવામાં પણ મદદ કરે છે.
અજમાના પાણીની ચા લાભદાયી છે અજમાના પાણીની ચાનાં સેવનથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. ચા બનાવવા માટે અજમાના પાણીમાં થોડીક ગ્રીન ટી અને લીંબૂ મિક્સ કરો. ત્યારબાદ ઉકાળી લો અને તેનું સેવન કરો તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે. અજમામાં એન્ટી-ઑક્સીડેન્ટનો ગુણ હોય છે, એટલા માટે આ હૃદયના દર્દીઓ માટે વધારે ફાયદાકારક છે.
અજમામાં ઓમેગા 3 ફેટી એસિડ વધારે પ્રમાણમાં મળી આવે છે, જે હૃદય અને મગજ બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને મગજને મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વોની આપૂર્તિ કરે છે.
અજમાની ચામાં મગજના ટ્યૂમરને રોકવાની ક્ષમતા હોય છે. આ ઉપરાંત તેમાં ફાઇબર પણ મળી આવે છે, જે હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.
You may also like
Archives
- June 2022
- May 2022
- April 2022
- March 2022
- February 2022
- January 2022
- December 2021
- November 2021
- October 2021
- September 2021
- August 2021
- July 2021
- June 2021
- May 2021
- April 2021
- March 2021
- February 2021
- January 2021
- December 2020
- November 2020
- October 2020
- September 2020
- August 2020
- July 2020
- June 2020
- May 2020
- April 2020
- March 2020
- February 2020
- January 2020
- December 2019
- November 2019
- October 2019
- September 2019
- August 2019
- July 2019
- June 2019
- May 2019
- April 2019
- March 2019
- February 2019
- January 2019
- December 2018
Calendar
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
Categories
- Recipe
- Recipe Hindi &English
- Uncategorized
- UPSc success story
- स्वास्थ्य
- આયુષ્યમાન કાર્ડ
- ઈતિહાસ
- કન્યા(પ,ઠ,ણ)
- ખેડૂત મોબાઈલ સહાય યોજના
- ગુજરાતના નૃત્ય
- ગુજરાતના મેળા
- જાણવા જેવું
- જોક્સ અને ઉખાણા
- તુલા(ર,ત)
- દીકરી વિષે
- ધાર્મિક
- નવલકથા
- નામકરણ
- પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના
- બાળવાર્તા
- માં કાર્ડ યોજના
- વાતાઁ
- સમાચાર
- સરકારી યોજના
- હેલ્થ ટીપ્સ
Leave a Reply