આવકના દાખલા માટે જરૂરી પુરાવા અને આવેદનની પ્રક્રિયા અચુક વાચજો અને શેર કરજો

0
215

સૌ પ્રથમ જાણો, આવકના દાખલા માટે જરૂરી પુરાવા.

  • ૧) અરજદારનો આધાર કાર્ડ
  • ૨) અરજદારનું રેશનકાર્ડ
  • ૩) અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબિલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકરાર)
  • ૪) અરજદાર ના રહેણાંક ની આસપાસના 2 પુખ્ત પાડોશીના આધારકાર્ડ (પંચનામું કરવા)
  • ૫) ૩ રૂ. ની કોર્ટ ફી ટીકીટ
  • ૬) ૫૦ રૂ. નો સ્ટેમ્પ
  • ૭) મેયર/સાંસદ/ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આવક નો દાખલો.

દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઓળખના સૌ પુરાવાની ઝેરોક્ષ કરાવી નોટરીના સહી-સિક્કા મરાવવા. તથા ઓરીજીનલ પુરાવા સાથે રાખવા.

આવકના દાખલા માટેના આવેદનની પ્રક્રિયા-

• ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઈન અપોઇનમેન્ટ લેવી.(જો આપના ઝોન કે જિલ્લા માં લાગુ પડે તો.)
• અપોઇનમેન્ટ ની રસીદ અને પુરવાઓ લઈ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ (વિનામૂલ્યે) મેળવવું.
• ફોર્મ ભર્યા બાદ ૩ રૂ. ની કોર્ટ ફી ટીકીટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યા જોઈ લગાડવી. અને અન્ય બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ ફોર્મ સાથે પીન કરવી.
• ફોર્મ ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવી,જવાબ આપવો અને સહી સિક્કા કરાવવા. (તલાટીશ્રી ને જરૂર જણાઈ તો પંચનામું કરવા સાક્ષીઓને રૂબરૂ માં બોલાવી શકે)
• તલાટીશ્રી ના સહી સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું.
• આવકના દાખલા માટેના ફોટો પડાવવાના સ્થળે નજીવી ફી ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવવી.
• રસીદમાં આવકના દાખલા મેળવવાની તારીખ જોઈ જે-તે તારીખે તમારો આવકનો દાખલો મેળવી લેવો.

ખાસનોંધ- ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આવકના દાખલાની સમય-મર્યાદા ૩ વર્ષ (નાણાકીય વર્ષ)ની કરવામાં આવી છે. આથી યોગ્ય રીતે સાચવી ને રાખવો.

શ્રી સી.આર.પાટીલ ઓફીસ, ડિજિટલ હેલ્પલાઇન, વોટ્સએપ નંબર-02612300000, આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here