બે ચોપડી ભણેલા જસવંતીબહેન 93 વર્ષે પણ ગૃહઉદ્યોગનું સંચાલન કરે છે અને કરે છે કરોડોનુ ટર્ન ઓવર

24
1147

સાદગી , જુસ્સો અને મહેનતથી જીવનમાં ભળી ‘ લિજ્જત ’ બે ચોપડી ભણેલા જસવંતીબહેન 93 વર્ષે પણ ગૃહઉદ્યોગનું સંચાલન કરે છે 9 દાયકા વટાવી ચૂકેલા વ્યક્તિની આપણે કલ્પના કરીનેં તો સામાન્ય રીતે ને નાની મોટી બીમારીથી ધરાયેલી અને અશક્ત હોય એવું કહી શકીએ , પણ મુંબઇમાં ચીરા બજા૨ , ગીર ગામમાં રહેતા જસવંતી બહેનની તંદુરસ્તીને જોઈને આપણી આંખો માથા પંથી પોળી થઇ જાય , 9૩ વર્ષે પણ મહિલા ગૃહ ઉદ્યોગનું સંચાલન કરનાર જસવંતીબહેને 66 વર્ષ પહેલાં લિજજત પાપડનો પાયો નાંખ્યો હતો . મૂળ ગુજરાતી પણ મહારાષ્ટ્રના ખપોલી જેવા નાનકડાં ગામમાં જન્મેલી જસવંતી બાનો ઉછેર સામાન્ય પરિસ્થિતિમાં પાંચ ભાઇ ભાડું વચ્ચે થયો હતો વખતે દીકરીમોને ખાસ કઈ શિક્ષણે આપવામાં આવતું ન હોવાથી જસવંતીબા માંડ બે ચોપડી ભણેલા  હતા , 17 માં વર્ષે  લગ્ન કરી સાસરે આવી ગયા , લગ્ન બાદ પરિવાર અને ત્રણ સંતાનોને ઉછેરમાં સમયે ક્યાં જતો રહ્યો એની ખબર ન રહી પરંતુ બાળકો સ્કૂલે જતાં થયા એટલે બપોરે નવરાશની પળો મળતી . જસવંતીબા કહે છે , “ બપોરે અમે ચાલીની બધી બહેનો ભેગી થઇ કોઇની પંચાત કરવી એના કરતાં કંઇ પ્રવૃત્તિ કરીએ તો કેવું ? એવું વિચાર્યું , અમે બધા અભણ હતા એમને બીજુ કંઈ તો આવડે નહીં એટલે પછી અડદના પાપડ બનાવવાનું નકકી કર્યું . મને યાદ છે , એ વખતે બજારમાંથી આઠ આનામાં ક્લિોના ભાવની અડદની દાળ અમે લઈ આવ્યાં હતાં . પછી દળીને મસાલો કરી પાપડ બનાવ્યો . તૈયાર થયેલાં પાપડ પહેલી વખત પુરુષોત્તમ દત્તાણીબાપાને આપ્યા . એમનું ખૂબ નામ માતું . એમના માર્ગદર્શન હેઠળ ધીરેધીરે પાપડનું પેકિંગ , ગૃહ ઉદ્યોગનું નામ  રજિસ્ટ્રશન કરતા ગયા . શરૂઆતમા લજજત ‘ અને પછી  લિજજત ‘ નામ પાડ્યું . અમારી ગુપ્ત ઉદ્યોગને વિકસાવવામાં ખાદી ગ્રામ ઉદ્યોગે સહકાર આપ્યો સાદગી ભર્યું જીવન જીવતાં અને ઘરનું ભોજન જ જમતા જસવંતીબાએ પગમાં ક્યારેય ચંપલ પહેરી નથી . મા ઉમરે પણ તેઓ ટ્રેનમાં મુસાફરી કરે છે . નાની ઉંમરે વિધવા બનેલા જસવંતીબા મહેનતની કમાણીનું ખાવામાં જ માને છે . સવારે પાંચ વાગે નિત્યક્રમ પતાવીને ગૃહ ઉદ્યોગના કામે વળગી જનારા જસવંતીબાનો આ ઉમરે પણ જોમ અને જુસ્સો યુવાનોને શરમાવે એવો છે . દાયકાઓથી એક સરખા ટેસ્ટને જાળવી રાખવા પાછળનાં કારણ અંગે જસવંતીબા  “ પાપડમાં મસાલા કરવાની ફોર્મ્યુલા બનાવી છે . એ માટે લોટ બાંધતી બહેનોને ટ્રેનિંગ આપવામાં આવી છે . જ્યાં નવી શાખા ખોલવામાં આવે ત્યાં ત્રણ મહીના રહીને નવોની બહેનોને પદ્ધતિસર તાલીમ આપું છું . તે પછી હૈદરાબાદ હોય , લખનઉ હોવ કે ભોપાલ શોપ . બહેનો નવરારાની પળોનો ઉપયોગ કરી આત્મનિર્ભર બને તે હેતુથી ભારતભરમાં વિવિધ શહેરમાં શાખા ખોલવામાં આવી છે . ” સતત છ દાયકા સુધી પોતાનું નામ અને શાનું જાળવી રાખવી ને બહુ અઘરું કામ છે . જે અંગે જસવંતીબા કહે છે , કોઇપણ કામ કરીને તો એમાં સમસ્યાનો તો આવે , ઘણી વખત માલ રિજેક્ટ થઈ જાય એવું પણ બને . પરંતુ હિંમત નહીં હારવાની અને નમ્રતા રાખિ તો આગળ વધાય . લિજજતનું નામ ખરાબ ન થાય એનું ખાસ ધ્યાન રાખ્યું છે . ‘ પોણા ભાગનું જીવન લિજજતને અર્પણ કરનારા જસવંતીબા માટે લિજત જ સર્વોપરી છે અને તેમના માટે એના વગરના જીવનની કલ્પના કરવી મરણ છે .લિજજત પાપડની શરૂઆત 1955 માં સાત મહિલાઓથી થઇ હતી . આજે 45 હજાર બહેનો આ ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલી છે 6 દાયકા પહેલાં લિજ્જત પાપડની શરૂઆત કરનારા જસવંતીબહેન ત્યારે 10 બાય 12 ની રૂમમાં રહેતાં હતાં અને આજે પણ એં જ રૂમમાં રહે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here