પુરુષોત્તમ માસની કથા અધ્યાય 26 | purushottam maas katha adhyay 26 | purushottam mas mahima | વ્રતનાં વિધિ-નિયમો | તાવડી-તપેલીની કથા

વદ ૧૧૦ આજનો પાઠ: પુરુષોત્તમ માસની કથા અધ્યાય 26 : વ્રતનાં વિધિ-નિયમો

અધ્યાય ૨૬મો : તાવડી-તપેલીની કથા

સૂત પુરાણી બોલ્યા : “હે શૌનકાદિક મુનિઓ ! હવે મુનિ વાલ્મીકિ રાજા દેઢધન્વાને વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે, તે હું તમારી સમક્ષ કહું છું તે સાંભળો :

વ્રત કરનારે આખા પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણું કરવું. તેણે બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડવો. જેણે વિના માગ્યે ભાણામાં જે પીરસાય તે જમવા નિયમ લીધો હોય, તેણે સોનાનું દાન કરીને નિયમ છોડવો. આખો માસ ઉપવાસ કરીને દક્ષિણા સાથે ગાયનું દાન કરવું અગર દૂધ અથવા દહીંનું દાન આપવું. જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળ દાનમાં આપવું. અનાજનો ત્યાગ કરનારે ઘઉં અને ચોખા આપવા. જમીન ઉપર સૂઈ જનારે ચાદર અને ઓશિકા સાથે ગાદલું આપવું. ઝાડનાં પાંદડાં ખાઈ રહેનારે ઘી-સાકરવાળા ભોજન કરાવવાં.

મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું. જે વ્રતધારીએ નખ અને વાળ વધાર્યા હોય, તેમણે દર્પણ આપવું. જોડા ન પહેરનારે જોડાનું દાન કરવું. મીઠાનો ત્યાગ કરનારે સાકર દાનમાં આપવી. દરરોજ ઘીનો દીવો તૈયાર કરનારે તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકી ૪૦ ભાર સોનાનું દાન કરવું. એકાંતરે ઉપવાસ કરનારે આઠ કળશોનું દાન કરવું. આ બધા કળશો વસ્ત્ર સહિત તથા સોનાયુક્ત હોવા જોઈએ. અંતે ૩૦ લાડુ, છત્રી, બળદ તથા પગરખાંનું દાન કરવું.

આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે. એક જ વખત ભોજન લેનાર રાજા બને છે. અડદ ન લેનાર નિષ્પાપ બની વૈકુંઠલોકમાં જાય છે. શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની દશમ, અગિયારસ, બારસે ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે. તે વૈકુંઠધામ પામે છે. આ માસમાં બ્રાહ્મણે પોતાને ઘેર ઘાણી પિલાવવી નહિ. આ દોષને લીધે તે ચાંડાળ યોનિમાં જાય છે ને કોઢના રોગથી પિડાય છે.

ઉપરાંત શૂદ્ર જાતિના મનુષ્ય દર્ભો ઉખેડવા નહિ, કપિલ ગાયનું દૂધ પીવું નહિ, ખાખરાની પત્રાવલીમાં જમવું નહિ, પ્રણવ – ૐૐ મંત્રનો ઉચ્ચાર કરવો નહિ. પુરાડોશ ખાવો નહિ, જનોઈ પહેરવી નહિ. વૈદિક ક્રિયા કરવી નહિ આદિ નિષેધ કરેલ છે. આનાથી વિરુદ્ધ જનાર નર્કમાં પડે છે.

આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમ પદ પામે છે.’ ‘શ્રીબૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યના ‘વ્રત છોડવાનાં વિધિ-નિયમો’ નામનો છવીસમો અધ્યાય સંપૂર્ણ. હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ.

તાવડી-તપેલીની કથા

એક નગરી હતી. તેમાં બ્રાહ્મણ-બ્રાહ્મણી પોતાના બે નાના દીકરાઓ સાથે રહેતાં હતાં. ચાર દીકરીઓ હતી, જે મોટી હોવાથી ચારેયને પરણાવીને સાસરે વળાવી હતી. બ્રાહ્મણ-બ્રાહ્મણી બંને ધર્મિષ્ઠ અને સંતોષી હતાં. વર્ષો થયાં તેમનો મોટા ભાગનો સમય પ્રભુ-ભજનમાં ગાળતાં હતાં. દીકરીઓ હતી ત્યાં સુધી તેમને પ્રભુ-ભજન, વ્રત-ઉપવાસ, કથા-વાર્તા સાંભળવામાં બાધ આવતો નહિ. પણ ચોથી દીકરી ગયા વર્ષે પરણાવ્યા પછી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને કરવું પડતું. ઉંમર સાઠ વર્ષની થવાથી તે ઝડપભેર કામ કરી શકતી નહિ, તેથી કરીને ચાર જણની રસોઈ કરવામાં અને બીજા કામકાજમાં તેનો આખો દિવસ ક્યાંય નીકળી

આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે. એક જ વખત ભોજન લેનાર રાજા બને છે. અડદ ન લેનાર નિષ્પાપ બની વૈકુંઠલોકમાં જાય છે. શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની દશમ, અગિયારસ, બારસે ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે. તે વૈકુંઠધામ પામે છે. આ માસમાં બ્રાહ્મણે પોતાને ઘેર ઘાણી પિલાવવી નહિ. આ દોષને લીધે તે ચાંડાળ યોનિમાં જાય છે ને કોઢના રોગથી પિડાય છે.

ઉપરાંત શૂદ્ર જાતિના મનુષ્ય દર્ભો ઉખેડવા નહિ, કપિલ ગાયનું દૂધ પીવું નહિ, ખાખરાની પત્રાવલીમાં જમવું નહિ, પ્રણવ – ૐૐ મંત્રનો ઉચ્ચાર કરવો નહિ. પુરાડોશ ખાવો નહિ, જનોઈ પહેરવી નહિ. વૈદિક ક્રિયા કરવી નહિ આદિ નિષેધ કરેલ છે. આનાથી વિરુદ્ધ જનાર નર્કમાં પડે છે.

આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમ પદ પામે છે.’ ‘શ્રીબૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યના ‘વ્રત છોડવાનાં વિધિ-નિયમો’ નામનો છવીસમો અધ્યાય સંપૂર્ણ.

હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ.

તાવડી-તપેલીની કથા

એક નગરી હતી. તેમાં બ્રાહ્મણ-બ્રાહ્મણી પોતાના બે નાના દીકરાઓ સાથે રહેતાં હતાં. ચાર દીકરીઓ હતી, જે મોટી હોવાથી ચારેયને પરણાવીને સાસરે વળાવી હતી. બ્રાહ્મણ-બ્રાહ્મણી બંને ધર્મિષ્ઠ અને સંતોષી હતાં. વર્ષો થયાં તેમનો મોટા ભાગનો સમય પ્રભુ-ભજનમાં ગાળતાં હતાં. દીકરીઓ હતી ત્યાં સુધી તેમને પ્રભુ-ભજન, વ્રત-ઉપવાસ, કથા-વાર્તા સાંભળવામાં બાધ આવતો નહિ. પણ ચોથી દીકરી ગયા વર્ષે પરણાવ્યા પછી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને કરવું પડતું. ઉંમર સાઠ વર્ષની થવાથી તે ઝડપભેર કામ કરી શકતી નહિ, તેથી કરીને ચાર જણની રસોઈ કરવામાં અને બીજા કામકાજમાં તેનો આખો દિવસ ક્યાંય નીકળી

તાવડીમાં તું તવેથો ફેરવીશ એટલે ઊના ઊના રોટલા મળશે અને તપેલીમાં કડછી ફેરવીશ એટલે તું માગે તે શાક કે મેવા-મીઠાઈ મળશે. પણ આ વાત તારે તારા પતિ સિવાય કોઈને કરવી નહિ.’’ આટલું કહી પ્રભુ અંતર્ધાન થયા.

પછી બ્રાહ્મણીની આંખ ખૂલી ગઈ. તેણે બ્રાહ્મણને જગાડીને સપનાની અને પ્રભુદર્શનની વાત કરી. બંનેએ પછીની રાત પ્રભુ- ભજનમાં ગાળી.

સવાર થતાં બ્રાહ્મણ-બ્રાહ્મણી રસોડામાં ગયાં. ત્યાં રૂપાની તાવડી અને સોનાની તપેલી જોઈ. બંનેની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. બંને રાજી રેડ થઈ ગયાં. બંને પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. રસોઈનો સમય થતાં બ્રાહ્મણીએ તાવડીમાં તવેથો ફેરવ્યો એટલે તરત ઊના ઊના રોટલા ઊતરવા માંડ્યા. પછી તપેલીમાં કડછી ફેરવતાં મેવા-મીઠાઈ મળ્યાં. હવે બ્રાહ્મણીએ દંઢ સંકલ્પ સાથે આવતી કાલથી પુરુષોત્તમ વ્રત કરવાનો નિશ્ચય કર્યો.

પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે બ્રાહ્મણ-બ્રાહ્મણી સવારે વહેલા ઊઠી નદીએ સ્નાન કરવા ગયાં. કાંઠા ગોરમાનું પૂજન કર્યું. પુરુષોત્તમ માસની કથા-વાર્તા સાંભળી. યથાશક્તિ દાન-દક્ષિણા દઈ તેઓ મંદિરે દેવદર્શને ગયાં. બપોર થતાં ઘેર આવી બ્રાહ્મણીએ

તાવડીમાં તવેથો ફેરવ્યો એટલે ગરમાગરમ રોટલા ઊતર્યા અને તપેલીમાં કડછી ફેરવી એટલે તેમાંથી મિષ્ટાન્ન મળ્યાં. બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમના બે દીકરાઓ સાથે મળીને ખાધું. રસોઈનો સ્વાદ જોઈ બંને છોકરાઓ નવાઈ પામ્યા. તેઓ આજ સુધી કોઈ દિવસ આવું ભોજન જમ્યા નહોતા.

આમ કરતાં બે-ચાર દિવસ ગયા. બ્રાહ્મણી ખુશ છે. માથેથી ચૂલો ગયો. એ સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરાઓ વિચાર કરે છે કે, “મા રાંધે છે ક્યારે ? નથી ચૂલો સળગાવતી કે નથી લોટ બાંધતી. વળી રોજ મેવા મીઠાઈ ક્યાંથી આવે છે ?’

એક દિવસ છોકરાઓએ છુપાઈને આ બધું જોયું. છોકરાઓએ તેમના મિત્રોને વાત કરી. તેમના મિત્રોએ ઘેર જઈ પોતાનાં માતા-પિતાને વાત કરી. બસ બે દિવસમાં તો આખું ગામ તાવડી-તપેલીની વાત જાણી ગયું. આ વાત રાજા-રાણીને કાને ગઈ. રાણીએ બ્રાહ્મણીને ત્યાંથી તાવડી અને તપેલી મંગાવવા રાજાને દબાણ કર્યું.

રાજાએ પ્રધાનને સો સોનામહોરો લઈને બ્રાહ્મણને ત્યાંથી તાવડી અને તપેલી લાવવા મોકલ્યો. પ્રધાને ત્યાં જઈને બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણે તાવડી અને તપેલી આપવાની ના પાડી. રાજાને આની જાણ થતાં થોડા સિપાહીઓ સાથે સેનાપતિને મોકલ્યો. બ્રાહ્મણે તેને પણ ના પાડી. એટલે સેનાપતિએ રસોડામાં જઈ બળજબરીથી તાવડી અને તપેલી લઈ જવા પ્રયત્ન કર્યો. તેણે પ્રથમ તાવડી લેવા હાથ લંબાવ્યો કે તેનાં આંગળાં તાવડી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે ચોંટી ગયા. આ ખબર સિપાહીઓએ દોડતા જઈ રાજાને કરી. રાજા ક્રોધથી ધુંવાપુંવા થતો આવ્યો અને તેણે તપેલી લેવા હાથ લંબાવ્યો કે તેનાં આંગળાં તપેલી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે.

આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકોનાં ટોળે ટોળાં બ્રાહ્મણને ત્યાં જોવા આવ્યાં. રાણીને આની જાણ થતાં તે બ્રાહ્મણને ઘેર આવી. રાણી સમજી ગઈ કે ભગવાન કોપ્યા છે. એણે બ્રાહ્મણ-બ્રાહ્મણીને હાથ જોડી માફી માગી.

તત્કાળ આકાશવાણી થઈ : “હે રાજા ! તું તારો ધર્મ ચૂક્યો છે. પ્રજાનું પાલન કરવાને બદલે લૂંટવા તૈયાર થયો. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણ-બ્રાહ્મણીને એક હજાર સોનામહોરો આપ.’

રાજાએ મનોમન એક હજાર સોનામહોરો આપવાનો સંકલ્પ કર્યો કે તેના હાથ તપેલીથી અને પગ જમીનથી છૂટા થયા. સેનાપતિના પણ હાથ-પગ છૂટા થયા.

રાજાએ તરત ખજાનામાંથી એક હજાર સોનામહોરો મંગાવીને બ્રાહ્મણ-બ્રાહ્મણીને આપી અને માફી માગી, રાણી સાથે પોતાના મહેલ ગયો.

પુરુષોત્તમને ભજે જે પ્રેમથી, તેના કષ્ટ દૂર થાય પ્રારબ્ધ આડે ખસે પાંદડું, ભાગ્ય ભરપૂર થાય બોલો પુરુષોત્તમ ભગવાનની જય

Leave a Comment