આખરે અભિનંદને ભારતની ધરતી પર મૂક્યો પગ, તેનો જોશ જોઈને ખુશ થઈ જશો

મળતી માહિતી અનુસાર અભિનંદનને બાદમાં વાઘા બોર્ડરથી તેમને ભારતીય વાયુસેનાનાં વિમાનથી દિલ્હી લાવવામાં આવશે. તેમને દિલ્હીનાં પાલમ ટેકનીકલ એરિયામાં લાવવામાં આવશે. વિંગ કમાન્ડર અભિનંદનને પહેલાં ભારતીય વાયુસેનાનાં અધિકારીઓ અને અન્ય એજન્સીઓને મળશે. ઉલ્લેખનીય છે કે, રાજોરી સેક્ટરમાં પાકિસ્તાન એરફોર્સ સાથે સંઘર્ષ દરમ્યાન તેઓ પાકિસ્તાન પહોંચ્યાં તેને લઈને પણ વાતચીત કરવામાં આવશે.પાકિસ્તાન અને ભારત વચ્ચે વાઘા બોર્ડર પર દસ્તાવેજોની આપ-લે થયા બાદ અભિનંદનને ભારતને સોંપવામાં આવ્યા હતાં. IAF બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે સૌપ્રથમ અભિનંદનનું મેડિકલ ચૅક-અપ કરાશે અને ત્યાર બાદ તેને દિલ્હી લઈ જવાશે. અભિનંદનનું બોર્ડર પર સ્વાગત કરીને તેમને મેડિકલ ચૅક-અપ માટે લઈ જવામાં આવ્યાં હતાં.ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સાથે હવાઈ સંઘર્ષ દરમ્યાન અભિનંદનજી ભૂલથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઉતરણ કરી ગયા હતાં. ત્યારે ભારતે ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે અભિનંદનને છોડી દે પાકિસ્તાન, નહીં તો ભારત કડક કાર્યવાહી કરશે. ત્યારે આતંકી પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુવારે સંસદમાં એવી જાહેરાત કરી કે અભિનંદનને સદભાવના તરીકે છોડી મૂકવામાં આવશે.સમગ્ર ઘટનાની જો આપણે વાત કરીએ તો મંગળવારનાં રોજ અભિનંદન મિગ 21 લડાકુ વિમાન પર સવાર હતાં અને પાકિસ્તાની વિમાન F-16નો પીછો કરતા ભૂલથી નિયંત્રણ રેખા (LoC)માં ચાલી ગયાં. તેઓનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇને હોરા ગામમાં પડ્યું.58 વર્ષનાં સામાજિક કાર્યકર્તા ચૌધરીએ જણાવ્યું કે, બે વિમાનોમાં આગ લાગી ગઇ હતી પરંતુ તેમાંથી એક નિયંત્રણ રેખાની પાર ચાલ્યાં ગયાં. બીજી બાજુ આગની લપેટમાં ઘેરાતા તેજીથી તે નીચે આવી ગયું. તે વિમાનનો કાટમાળ રજ્જાકનાં ઘરથી એક કિ.મી દૂર જઇને પડ્યો. તેઓએ એક પેરાશુટને જમીન પર આવતા જોયું. જેને તેઓનાં ઘરથી એક કિ.મી દૂર લેંડિંગ કર્યું હતું.તેઓએ યુવાઓને પૂછ્યું કે આ પાકિસ્તાન છે કે હિંદુસ્તાન. આની પર એકે ચાલાકીથી કહ્યું કે, આ ભારત છે. એ સાંભળીને વિંગ કમાન્ડર અભિનંદને ભારતનાં ગૌરવમાં કેટલાંક નારા લગાવવાનાં શરૂ કરી દીધાં અને પછી પૂછ્યું કે આ ભારતનું કયું સ્થાન છે.

Leave a Comment