Home Uncategorized ”પુલવામા હુમલો એ બહુ મોટી ભૂલ હતી…” એ મોદીની વાત આજે ISI અને પાકિસ્તાની આર્મીને પણ સમજાય છે

”પુલવામા હુમલો એ બહુ મોટી ભૂલ હતી…” એ મોદીની વાત આજે ISI અને પાકિસ્તાની આર્મીને પણ સમજાય છે

0
”પુલવામા હુમલો એ બહુ મોટી ભૂલ હતી…” એ મોદીની વાત આજે ISI અને પાકિસ્તાની આર્મીને પણ સમજાય છે

ઇમરાનનો ફફડાટ અને મોદીની રાજરમત: પાકિસ્તાને દાવ બહુ લીધો પણ ફિલ્ડિંગ ભરવી નથી

મોદીના વિદેશ પ્રવાસોને પર્યટન કહેનારા મૂર્ખ લોકોને આ ઘટનાક્રમમાંથી જ્ઞાન મળશે

“પુલવામા હુમલો એ બહુ મોટી ભૂલ હતી…” એ મોદીની વાત આજે ISI અને પાકિસ્તાની આર્મીને પણ સમજાય છે

એક કહેવત છે કે, વિદ્વાનોની સભામાં મૂર્ખ લોકોનું આભૂષણ મૌન જ હોય છે. પંડિત એને ન કહેવાય જે બધાં જ વિષયો પર બફાટ કરતા રહે, સાચું પાંડિત્ય આપણને ક્ષમતા અને જ્ઞાન બહારના વિષય પર ચૂપ રહેવાનું શીખવે. આ નિલે ગગન કે તલે જેટલાં વિષયો છે, તે બધા જ આપણાં માટે નથી. ઇટ્સ ઓકે. ઓશો બનવાનો પ્રયત્ન કરવાની કોઈ જ જરૂર નથી. પ્રયાસથી બની શકાય પણ નહીં. વિષયો છોડવાની કળા આસાન નથી. તત્વજ્ઞાન વરસાવવાનું કારણ એ કે, હું ચાર વર્ષથી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો વિશેની ફિલોસોફી સાંભળી-વાંચી રહ્યો છું. પણ, મારી આદત છે કે, બહેરા લોકો સમક્ષ હું ગીતાપાઠ કરતો નથી. મારે જે કહેવું હોય એ મારા લેખોમાં કહું છું, મારા લખાણોમાં જ કહું છું. લેખની પ્રથમ લીટીમાં જે કહેવત કહી છે તેને ઉલટાવી ને એમ પણ કહી શકાય કે, મૂર્ખ લોકોની મહેફિલમાં વિદ્વાનોએ મૌન જ રહેવું જોઈએ.

થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા કે, નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પાછળ સાડા ચાર વર્ષમાં આટલા કરોડનો ખર્ચ થયો. ગામનું જકાત નાકું પણ વટાવ્યું ન હોય તેવા લોકોએ સાવ જ બાલિશ લેખો લખ્યા, કમેન્ટ્સ કરી. સવાયા મુસ્લિમ આતંકી જેવા નક્સલવાદી પાસિયાઓએ સોશિયલ મીડિયા પર મોદીના વિદેશ પ્રવાસોને પર્યટન ગણાવ્યા! ભૂરા, જે મુદ્દામાં તમને કશી જ ગતાગમ નથી એ વિશે તમે લખો છો શા માટે? ફક્ત મોદી-ભાજપનો વિરોધ કરવા માટે?

કમ ઑન, મોદીની ટીકા કરવા બીજા મુદ્દા શોધવાનું શરૂ કરી દો. સાડા ચાર વર્ષમાં મોદીએ લગભગ 90 દેશોનો પ્રવાસ ખેડયો. એટલા માટે ખેડયો કે, અગાઉના શાસકોએ ક્યાંક બાવળિયા રોપ્યા હતા તો કોઈ જગ્યાએ ખેડાણ જ કર્યું ન હતું. અમેરિકા, જાપાન, ઇઝરાયલ જેવા સમર્થ રાષ્ટ્રોથી માંડી ને ભૂટાન તથા નેપાળ જેવા ટચુકડા દેશોની તેમની મુલાકાત એટલી હદે ફળદાયી રહી છે કે, સામાન્ય ભારતીય તેની કલ્પના પણ કરી ન શકે.

એક-બે ઉદાહરણ જ આપું: મોદીએ પ્રધાનમંત્રી બનતાની સાથે જ મોરિશિયસ અને સેશેલ્સની વિદેશયાત્રા કરી હતી. આ અંગે સરકારે ઔપચારિક રીતે કહ્યું હતું કે, આ મુલાકાત બંને દેશોના પરસ્પર સંબંધોને સુધારવા અને કાળાં નાણાંની વાટાઘાટો કરવા છે પરંતુ આ વિદેશયાત્રાનો વાસ્તવિક હેતુ કંઈક બીજો હતો. નરેન્દ્રભાઈ મોદીએ સેશેલ્સ અને મોરિશિયસની વિદેશયાત્રા દરમિયાન ૧-૧ ટાપુઓ ભારતને લીઝ પર આપવા અંગે પ્રારંભિક કરાર કરી લીધો હતો. અગાલેગા આઇલેન્ડ મોરિશિયસમાં આવે છે જ્યારે અજંપ્શન ટાપુ સેશેલ્સમાં આવે છે. આ હિંદ મહાસાગરનું મહત્વપૂર્ણ સ્થાન છે જેનું મહત્વ ચીન પણ જાણે છે. શું કામ? કારણ કે, ભારત આરબ દેશોમાંથી ક્રૂડ ઓઈલ ખરીદે છે. આ તેલ માત્ર હિંદ મહાસાગર દ્વારા જ આવે છે અને ક્રૂડ ઓઈલ જે રસ્તેથી આવે છે તે રસ્તો-લાઈન ચીનથી ઘણો નજીક છે. આ દરિયાઈ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચીનનું પ્રભુત્વ છે. તે ધારે તો ભારતને તેલ સપ્લાય થતી લાઈન રોકી-કાપી શકે છે. આવી વિષમ પરિસ્થિતિમાં ભારતને દરિયામાં એક એવા સ્થળની જરૂર હતી જ્યાંથી તે માત્ર જહાજોને રક્ષણ પૂરું પાડવા સિવાય જરૂરી હોય તો ચીનની સપ્લાય લાઇન્સ પર હુમલો કરી શકે છે. આ એક એવી વ્યૂહરચના છે જેની કલ્પના ચીન કરી શકે નહીં. ભારતે દુશ્મન દેશથી બે ડગલા આગળ ચાલી તેને તેનાં જ ઘરમાં માત આપી છે.

ભારતે વિકસાવેલા બે ગુપ્ત ટાપુઓ ચીનની આંખોમાં કાંકરાની જેમ ખૂંચી રહ્યા છે. પાકિસ્તાનની તો વાત જ ના પૂછો. કારણ સષ્ટ છે. આ બંને ટાપુઓ થકી ભારતએ સમગ્ર હિંદ મહાસાગરની આસપાસ વર્તુળ બનાવી પોતાની તાકાત દરિયાઈ સપાટીએ સ્થાપિત કરી લીધી છે. વધુમાં આ ટાપુઓ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ભારતીય ભૂમિ સેનાનાં આ સ્થળોએ ભૂતકાળમાં યુ.એસ. પાસેથી લીધેલા ૨૨ ગેરીઝન ડ્રૉનથી ધ્યાન રાખવામાં આવશે. અમેરિકા પણ હિંદ મહાસાગરના આ ક્ષેત્રમાં ચીનને શક્તિશાળી બનવા દેવાના સમર્થનમાં નથી આથી તે ભારતને મદદ કરી રહ્યું છે. ભારતીય સૈન્યએ આ ટાપુઓ પર લશ્કરી ઇલાકો યાની મીલીટરી બેસ બનાવ્યો છે. વિશ્વના નકશામાં આ બે ટાપુઓનું સ્થાન એટલું મજબૂત અને મહત્વનું છે કે આ ખબરથી ચીન અને પાકિસ્તાન હેરાન-પરેશાન બની ગયા છે. આ બંને ટાપુઓમાંથી એક ટાપુ અગાલેગા આઇલેન્ડ પર તો એરપોર્ટ પણ બની ચૂક્યું છે જ્યારે બીજા એક અજંપ્શન ટાપુ પર લેન્ડ થવા હવાઈ પટ્ટી બની ચૂકી છે. આ બંને ભારતીય ટાપુઓ આધુનિક હથિયારો અને સામગ્રી સાથે સ્થપાઈ તૈયાર થઈ ચૂક્યા છે. ભારતીય સેના ખૂબ બુદ્ધિપૂર્વક પોતાને મજબૂત બનાવવામાં અહી વ્યસ્ત છે ત્યારે આ બે ટાપુઓ પર બીજું શું-શું ચાલી રહ્યું છે, બની રહ્યું તે માત્ર અનુમાન લગાવી શકાય કારણ કે અહીં ભારતીય સૈન્ય સિવાય કોઈને પણ જવાની છૂટ નથી. આ મોદીએ વિકસાવેલા સંબંધોને લીધે શક્ય બન્યું.

વધુ એક ઉદાહરણ: પડોશી દેશ માલદીવને મોદીએ દોઢ બિલિયન ડોલર (લગભગ દસ હજાર કરોડ રૂપિયા)ની મદદ કરી ત્યારે ઘણાં ઘોઘાઓએ કાગારોળ મચાવી કે, ભારતમાં ખેડૂતોના દેવા માફ કરતા નથી અને વિદેશમાં દાન આપે છે! ચૂપ મરો. પ્રથમ મુદ્દો એ કે, ભારત હવે જેટલી વિદેશી સહાય મેળવે છે તેનાંથી વધુ રકમ બીજા દેશોને સહાયરૂપે આપે છે! એ યુગ ગયો જ્યારે આપણાં શાસકો પશ્ચિમી દેશોની આર્થિક સહાય પર નભતો હતો. બીજો અને મહત્વપૂર્ણ મુદ્દો: માલદીવની ચૂંટણીમાં ત્યાંના ચીન તરફી પ્રમુખ હારી ગયા અને ભારત તરફી ઉમેદવાર જીતી ગયા તેથી મોદીએ બરાબર દાવ રમી લીધો. માલદીવનું સ્થાન ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે. મોદીએ દસ હજાર કરોડ આપી દેશ ખરીદી લીધો. ગુજરાતી છે, ગણિતમાં ભૂલ ન કરે. માલદીવ પર ચીનનું 15,000 કરોડનું દેવું હતું, 10,000 તો ભારતે જ ચૂકવી દીધા. વળતરરૂપે માલદીવમાં ભારતીય નૌસેના અને વાયુસેના માટે બેઝ ઉભા કરવાનું શરૂ કર્યું! ભૂટાનને નાણાકીય સહાય આપી ત્યારે ઘણાં સળંગડાહ્યા લોકોએ પ્રશ્નો પૂછ્યા. બંધુ, આ ગ્લોબલ પોલિટિક્સ છે. વફાદારી ખરીદવી પડે. ભૂટાનને મોદીએ ચીનથી અળગું કર્યું અને ત્યાં હવે ઈસરોનું મથક સ્થપાઈ રહ્યું છે, ભૂટાનના અનેક વિકાસકાર્યો માટે ભારતીય કંપનીને કોન્ટ્રાકટ મળ્યા છે. નેહરૂમાં જો આવી કાતિલ સમજ હોત તો પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ આજે ચીન પાસે નહીં, ભારત પાસે હોત.

મોદી પર શંકા કરે તેને મહાણવાળી મેલડી પૂગે. તેમના અંકગણિત, બીજગણિત, ભૂમિતિ અને સ્ટેટસ્ટિક એકદમ પાક્કા છે. સાડા ચાર વર્ષ રઝળપાટ કરી એ માણસે જે રીતે દુનિયાભરમાં ભારતની વાત પહોંચાડી છે એ ઘટનાક્રમ અપૂર્વ છે. જગતનો કોઈ શાસક આ ગતિથી અને આટલા ઝનૂનપૂર્વક પોતાનાં દેશ માટે દોડ્યો હોય, એવું બીજું ઉદાહરણ ધ્યાનમાં હોય તો મારું ધ્યાન દોરશોજી. અને એમની મહેનત જ આજે બોલી રહી છે. વિશ્વનો એકપણ દેશ આજે પાકિસ્તાન સાથે ઉભો નથી. ભારતની તરફેણમાં દરેક મહાસત્તાઓના નિવેદન આવી ચૂક્યા છે. છેક બીજિંગ જઈ ને સુષ્મા સ્વરાજે રશિયા અને ચીન સાથે મિટિંગ કરી લીધી. આજે તેઓ દુબઈમાં યોજાનાર ઇસ્લામિક દેશોની બેઠકમાં હાજર રહી પાકિસ્તાન વિરુદ્ધ રજૂઆત કરી રહ્યાં છે! જો આ ઘટનાઓનું મહત્વ તમને સમજાતું ન હોય અને તેના આંચકા માપવાનું યંત્ર ઇનબીલ્ટ ન હોય તો આખા મામલે હિન્દી ન્યુઝ ચેનલ જુઓ અને મોજડી કરો.

ઇતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાનની હાલત આટલી કફોડી થઈ છે. મોદીએ એટલા મોરચેથી આક્રમણો કર્યા છે કે, પાકિસ્તાનના હોંશ ઉડી ગયા છે. ઇમરાન ખાન ટેલિવિઝન પર આવી ને શાંતિની વાતો કરે છે. શું એ એટલો ડાહ્યો છે? ના. એ કોઈપણ ભોગે યુદ્ધ અટકાવવા માંગે છે. પાકિસ્તાન દેવાળિયું રાષ્ટ્ર છે, તેની પાસે યુદ્ધમાં ચાર દિવસ ટકવા માટે પણ નાણાં નથી. આ સ્થિતિ માટે મોદીને પણ યશ જાય છે. તેમણે દુનિયાના તમામ દાનવીર દેશો સુધી એ વાત પહોંચાડી છે કે, પાકિસ્તાન તેમની સહાયનો ઉપયોગ ત્રાસવાદ ફેલાવવા કરે છે. બીજી તરફ ઈરાન અને અફઘાનિસ્તાન સાથે મોદીએ ગાઢ સંબંધો વિકસાવ્યા છે. ઈરાન પણ ત્રાસવાદ મુદ્દે પાકિસ્તાનથી સખ્ત નારાજ છે. વૈશ્વિક સ્તરે આજે મોદી એકમાત્ર નેતા છે જે દૂધ અને લીંબુને એક તપેલીમાં રાખી શકે છે. ભારતની દોસ્તી અમેરિકા સાથે પણ છે અને તેનાં કટ્ટર દુષ્મન ઇરાક તથા રશિયા સાથે પણ છે. જાપાન સાથે સોના જેવા સંબંધો કેળવ્યા અને તેના દુષ્મન ચીન સાથે પણ વાટકી વ્યવહાર સાચવ્યો. ઇઝરાયલ, ફ્રાન્સ, બ્રિટન, જર્મની અને ઓસ્ટ્રેલિયા… તમે નામ લો એ દેશ ભારતનો મિત્ર છે. શું આ બધાં સંબંધો મૂક-બધિર મનમોહન સિંહે બાંધ્યા?

ના. જગત આખું જાણતું હતું કે, આતંકવાદ પ્રત્યે કોંગ્રેસનું વલણ સોફ્ટ છે અને મનમોહન માત્ર નામના સિંહ છે, તેમને દાંત પણ નથી, ન્હોર પણ નહીં. મુંબઇ હુમલા પછી વાયુસેનાએ ત્રાસવાદી કૅમ્પ પર એર સ્ટ્રાઈક કરવાની મદદ માંગી હતી, મનમેડમ સિંહે ના કહી દીધી! આ વાત હમણાં જ નિવૃત્ત એર ચીફ માર્શલે એક ઇન્ટરવ્યૂમાં કહી. કબાટમાંથી આવા ઘણાં હાડપિંજર બહાર આવી રહ્યા છે. હજુ આવશે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, મોદી આપણી એર સ્ટ્રાઈકનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં કરી રહ્યા છે. કરવો જ જોઈએ. તમને કોણે રોક્યા હતા? પણ, ઉપયોગ કરવા માટે ય સૌપ્રથમ હુમલો કરવો પડે. રાષ્ટ્રહિત નેવે મૂકી દર વખતે તમે સમાધાનો સ્વીકાર્યા. ફરજમાંથી ભાગ્યા. કોઈ ફરજ નિભાવે છે તો તેને ક્રેડિટ લેવાનો હક્ક છે. તમે સંરક્ષણનું આખું ક્ષેત્ર ભ્રષ્ટાચાર અને રાજકારણથી કલંકિત અને કલુષિત કર્યું, ડિફેન્સમાં રાજકારણ ઘુસાડયું તો મોદી રાજકારણમાં ડિફેન્સ ન લાવે તેવી અપેક્ષા વધુ પડતી છે. આજે પણ વિપક્ષ દરરોજ જે વાહિયાત બયાનો આપે છે તેનો ઉપયોગ પાકિસ્તાની ન્યૂઝ ચેનલો અને રાજકારણીઓ કરે છે. માત્ર મોદીએ ઉભી કરેલી શાખને કારણે દુનિયા આવી વાતો પર ધ્યાન આપતી નથી. મોદીના નેતૃત્વમાં આજે ભારત જગતની તમામ મહાસત્તાઓનું મિત્રરાષ્ટ્ર બન્યું છે. બીજી તરફ મોબાઈલ ઉત્પાદનથી લઈ ને ઓટોમોબાઇલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના અનેક ક્ષેત્રોમાં ભારતનાં ડંકા વાગે છે. સંરક્ષણ ક્ષેત્રમાં અગાઉ ક્યારેય ન અપાયું હોય તેવું બજેટ મોદીએ ફાળવ્યું છે. આપણે ચોતરફ દુષ્ટ દેશોથી ઘેરાયેલા હોવા છતાં સંરક્ષણ બાબતે ગંભીર ન હતા. છેલ્લે આપણે ક્યા યુદ્ધ વિમાન ખરીદ્યા? ક્યારે? જવાબ છે: 1990માં. સુખોઈ યુદ્ધ જહાજ. મિગ શ્રેણીના વિમાન ઉડતા ખટારા જેવા છે અને એ છેક 60’ના દાયકાના છે. એમાંથી 70 ટકા તો ક્રેશ થઈ ચૂક્યા છે. રાફેલનો સોદો માત્ર મલાઈ ખાવા માટે ઘોઘર બિલાડાંઓએ અને બાઘડ બિલ્લીએ રોકી રાખ્યો હતો. મોદીએ સત્તાસ્થાને આવી ને ડિફેન્સને અગ્રતાક્રમ આપ્યો. અનેક પ્રકારના આધુનિક હથિયારો ખરીદ કર્યા અને હવે ઘર આંગણે K-9 ટેન્કનું ઉત્પાદન શરૂ કર્યું, ભારતમાં જ મિસાઈલ નિર્માણનું કામ પણ શરૂ કરાવ્યું. મોદીના ભારત સામે બથ ભીડવી એ પાકિસ્તાનના ગજા બહારની વાત છે. છમકલાં ચોક્કસ કરી શકે, કરશે જ. પણ, ફૂલ ફ્લેજડ યુદ્ધની વાત આવી ત્યાં તેઓના મોતિયા મરી ગયા. આખું પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટના સાધનો તૈયાર રાખવા સરકારની સૂચના છે. કરાચીમાં ઇમરજન્સી ઘોષિત કરી દેવાઈ છે, પાકિસ્તાનના લગભગ તમામ એરપોર્ટ્સ બંધ કરી દેવાયા હતા. 28 ફેબ્રુઆરીએ ઇમરાન ખાને સંસદમાં કહ્યું કે, તેમને ડર હતો કે, 27ની રાત્રે ભારત કદાચ પાકિસ્તાન પર મિસાઈલ હુમલો કરશે! ભારતથી પાકિસ્તાન આટલું ફફડતું હોય એવું અગાઉ ક્યારેય બન્યું નથી. બીજી તરફ મોદી ભાજપના બુથ લેવલના કાર્યકરોને વિડીયો કોન્ફરન્સથી સંબોધી રહ્યા છે, વિજ્ઞાન ભવનમાં સાયન્સ સમિટને સંબોધે છે અને સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠકો પણ કરે છે. ઈશ્વર આવો દુષ્મન કોઈને ન આપે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here