purushotam mas: વદ ૧ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય સોળમો સુદેવને ખેદ અધ્યાય સોળમો • મૃગ – મૃગલીની કથા
સુત પુરાણી બોલ્યા : ‘ ‘ હે મુનિશ્રેષ્ઠો ! વાલ્મીકિ દેઢધન્વા સમક્ષ તેના પૂર્વજન્મની જે હકીકત કહી , તે કથા હું તમને આગળ કહું છું તે સાંભળો : સુદેવ અને તેમની પત્ની ગૌતમી પુત્રપ્રાપ્તિનું વરદાન મેળવી પોતાને ઘેર પાછા ફર્યા . થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની . નવમે માસે તેણે એક પુત્રને જન્મ આપ્યો . પતિ – પત્ની ઘણાં આનંદિત થયાં . તેમણે પુત્રના જાતકર્માદિ સંસ્કારો કરીને શક્તિ પ્રમાણે દાન – પુણ્ય કર્યું . પુત્રનું નામ શુકદેવ રાખવામાં આવ્યું . પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેઓ પ્રસન્ન રહેવા લાગ્યાં . યોગ્ય સમયે સુદેવે શુકદેવને યજ્ઞોપવીત આપી , ગાયત્રીનો ઉપદેશ આપ્યો . આમ , વૈદિક સંસ્કાર પ્રાપ્ત કરી શુકદેવ બ્રહ્મચર્યવ્રત પાળવા લાગ્યો . મોટો થતાં ખંત ને ઉત્સાહથી અભ્યાસ કરવા લાગ્યો . તેની યાદશક્તિ સારી હતી . એક વખત વાંચવાથી તેને બધું યાદ રહી જતું હતું . એક વાર તેમને ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા . સુદેવે પ્રણામ કરીને તેમની પૂજા કરી . તેમને બેસવા આસન આપ્યું . શુકદેવે પણ દૈવલ ઋષિનું વિધિપૂર્વક પૂજન કર્યું . દેવલ ઋષી શુકદેવનો હાથ જોયો . તેઓ આશ્ચર્યમાં પડી ગયા . તેના હાથમાં છત્ર , બે ચામર અને જળસહિત કમળ , મધ્ય ભાગ ત્રિવલ્લીથી શોભતો હતો . હાથ જોઈ દેવલ ઋષિએ સુદેવને કહ્યું : ‘ તારો પુત્ર ઘણો ભાગ્યવંત છે . તેનું ભાગ્ય ઘણું પ્રબળ છે છતાં તેમાં એક દોષ છે . આને જળની ઘાત છે . તે બાર વર્ષનો થશે ત્યારે તેનું જળથી મૃત્યુ થશે . તે વખત તમે ચિંતા કરશો નહિ , દેવની ઇચ્છા આગળ કોઈનું કંઈપણ ચાલતું નથી . દરેક જન્મે છે અને મરે છે . ‘ આમ જમાવી દેવલ ઋષિ બ્રહ્મલોકમાં ગયા . વિગત જાણી સુદેવ મૂર્છાવશ થઈ જમીન પર પડ્યો .
ગૌતમી પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈ દિલાસો આપી કહેવા લાગી : ‘ હૈ સ્વામી ! ભાવિ કોઈપણ સંજોગોમાં મિથ્યા થતું નથી . રામચંદ્ર , યુધિષ્ઠિર , નળ જેવા ધર્માત્માઓને દુઃખ વેઠવું પડ્યું હતું . દશરથ રાજાને પુત્રવિયોગ સહન કરવો પડ્યો હતો . આવાં અને દૃષ્ટાંત આપણી સમક્ષ છે . એટલે ધીરજ અને હિંમત રાખી શ્રીહરિનું સ્મરણ કરો . તેમણે આપણને પુત્ર આપ્યો છે . તે આપણને સહાય કરશે . તેમની ઉપર શ્રદ્ધા રાખો . પત્નીની વાણીથી સુદેવ શાંત પડ્યો . તેનો શોક હળવો પડ્યો . ‘
શ્રીબૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો પુત્રનું ભાવિ જાણી સુદેવને દુઃખ ’ નામનો સોળમો અધ્યાય સંપૂર્ણ . હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .
મૃગ – મૃગલીની કથા
પુરુષોત્તમ માસની શરૂઆત થઈ , એટલે ભાવિક ભક્તો પ્રાતઃકાળે નદીએ સ્નાન કરવા આવી જતાં . સ્નાન કર્યા પછી કાંઠા ગોરમાનું પૂજન કરે , પોતાની શક્તિ મુજબ દાન – દક્ષિણા આપે અને કિનારે થતી કથા – વાર્તા સાંભળી ઘેર જાય . નદીકિનારે એક નાનકડું ઝાડ – પાન અને છોડવાઓથી ભર્યું ભર્યું ઉપવન હતું . આ ઝાડીમાં એક મૃગ અને મૃગલી રહેતાં હતાં
ઝાડી – ઝાંખરાને કારણે કોઈ તેમાં પ્રવેશતું નહોતું , જેથી તેઓ બંને સુખેથી પોતાના દિવસો પસાર કરતાં હતાં . ઝાડીમાંથી તેમને ખોરાક મળી રહેતો અને નદીએથી પીવા માટે જળ મળી રહેતું . કોઈ દિવસ નહિ અને આજે આટલા બધા માનવો નદીએ રસ્નાન કરતાં જોઈ કુતૂહલવશ થઈ તેઓ એક પાટ નીચે સંતાઈને બેઠાં અને શા માટે બધાં અહીં આવ્યાં છે તે જાણવા પ્રયત્ન કર્યો . નદીએ સ્નાન કરવા આવનાર ભાવિકો અંદરોઅંદર જે વાતો કરતા હતા , તેના ઉપરથી તેમને ખ્યાલ આવ્યો કે આજથી પુરુષોત્તમ માસ ચાલુ થયો છે . પુરુષોત્તમ માસનું વ્રત કરનાર ભાવિકો અહીં આવી સ્નાન , કાંઠા ગોરમાનું પૂજન , દાન – દક્ષિણા અને કથા – વાર્તા સાંભળી પુણ્ય કમાવા આ કરી રહ્યાં હતાં . મૃગલાએ મૃગલીને કહ્યું : ‘ ‘ આપણે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરીએ તો કેમ ? જો કોઈ પુણ્યકાર્ય થાય તો આપણો ઉદ્ધાર થાય . મૃગલીએ કહ્યું :
‘ ‘ તારી વાત સાચી છે , પણ આપણે નદીમાં નાહવું શી રીતે ? ’ ’ મૃગલાએ વિચાર કરીને જણાવ્યું : “ જો આપણે જે પાટ નીચે બેઠાં છીએ , તે પાટ ઉપર નાહવા આવનાર પોતાનાં વસ્ત્રો નિચોવે છે . કેટલાંક એમને એમ તેના ઉપર સૂકવે છે . જો આપણે અહીં ઊભા રહીશું તો તિરાડમાંથી ભીનાં વસ્ત્રોનું પાણી આપણાં શરીર ઉપર પડશે , જેથી આપણે માનીશું કે આપણે સ્નાન કર્યું . જો બાજુમાં જ મહારાજ બેઠા બેઠા કથા – વાર્તા કહે છે , તે આપણે શાંત ચિત્તે સાંભળીશું . ’ મૃગલાની વાત સાંભળી મૃગલી રાજી થઈ ગઈ . પણ કંઈ વિચાર આવતાં તે બોલી : ‘ ‘ જો આવનાર બધા ભક્તો દાન – દક્ષિણા કરે છે . કોઈ પાઈ – પૈસાનું દાન કરે છે , કોઈ અન્નદાન દે છે , તો કોઈ વસ્રદાન દે છે . આપણી પાસે નથી અશ , વસ્ર કે પાઈ – પૈસો . હવે આપણે દાન શું કરી શકવાના હતા ? ’ ’
વળી પાછાં મૃગલો અને મૃગલી મૂંઝાયાં . કંઈ વિચાર કરી મૃગલો બોલ્યો : “ મને એક વાત સૂઝે છે . આપણે રહ્યાં મૂગાં પ્રાણી . આપણી પાસે દાન કરવા જેવું બીજું શું હોય , મને વિચાર આવે છે કે આપણે ઘાસનું દાન કરીએ . ’ ’ મૃગલી બોલી : ‘ ‘ તારી વાત મને કંઈ સમજાતી નથી . કંઈ સમજાય તેમ વાત કર . મૃગલો બોલ્યો : ‘ ‘ જો સાંભળ , સામે એક ગાય દેખાય છે . તે આપણે આપણા જાળામાંથી લીલું લીલું ઘાસ તોડી લાવી આ ગાયને ખવડાવીએ .
બિચારી મરવાને વાંકે જીવે છે . તેને લીલું ઘાસ ખાવા મળશે તો બિચારી બચી જશે અને આપણને પુણ્ય મળશે . આમ પણ ગાય તો સૌની માતા કહેવાય છે . ’ ’ બંનેને આ વાત ગમી ગઈ . તેમણે પણ પુરુષોત્તમ માસનું વ્રત તે જ ઘડીથી જ કરવાનો સંકલ્પ કરી દીધો , અને પોતાની યોજના મુજબ વર્તવા લાગ્યાં . તેઓ લીલું કૂણું ઘાસ ઝાડીમાંથી તોડી લાવીને કૃશ ગાયને ખવડાવવા લાગ્યાં . ગાય ઘણી ભૂખી હતી . ઊભી પણ થઈ શકતી નહોતી . લીલુંછમ ઘાસ ખાવાનું મળવાથી એનામાં કંઈક શક્તિ આવી . તે મૃગલા – મૃગલી ઉપર ઘણી રાજી થઈ ગઈ .
સવારે પાટ નીચે બેસી સ્નાન કરવું , બાજુમાં થતી કથા – વાર્તા સાંભળવી અને ગાયને લીલું ઘાસ ખવડાવવું , તે તેમનો નિત્યક્રમ થઈ ગયો હતો . ગાય તો હવે હૃષ્ટપુષ્ટ થવા લાગી . આમ કરતા છેલ્લો દિવસ આવ્યો ત્યારે ગાયને વાચા ફૂટી . ગાય મૃગલા – મૃગલીને ઉદ્દેશીને બોલી : ‘ તમે પુરુષોત્તમ માસ નિમિત્તે જે વ્રત કરી રહ્યાં છે , તે જોઈને હું પ્રસન્ન થઈ છું . તમે મારી વાત ધ્યાન દઈને સાંભળો . તમે અબોલાં પ્રાણી હોવા છતાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરી , સ્નાન , કથા – વાર્તા અને દાન કરો છો , તેનું ફળ તમને અવશ્ય મળશે . આ અવતારમાં જ તમને માનવદેહ મળી જશે . પરંતુ આમ કરવા માટે મારી એક વાત માનવી પડશે . ‘ ‘
ગાયની વાત સાંભળી મુગલો મૃગલી ધન્ય થઈ ગયાં . તેમણે કહ્યું : “ ગાયમાતા ! તમે જેમ કહેશો તેમ અમે કરીશું . જો આ અવતારમાંથી અમારી મુક્તિ થઈ માનવ અવતાર મળે તો તેનાથી રૂડું શું ? તમે જે કહેશો તેમ અમે બંને કરીશું . ‘ ગાય બોલી : ‘ ‘ આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે , આજે રાત્રે સ્વયં પુરુષોત્તમ ભગવાન કાલદાયના વૃક્ષ ઉપર પ્રગટ થશે . તે સમયે તમે બંને ગળે ફાંસો ખાજો . પુરુષોત્તમ તમને મરવા નહિ દે .
તે તેમને મૃગમાંથી માનવ બનાવશે . ’ ત્યારે મૃગલાએ પૂછ્યું : ‘ ‘ અમારે ગળે ફાંસો કઈ રીતે ખાવો ? દોરડું ક્યાંર્થો લાવવું ? ’ ’ . ભગવાન ગાય જઈને એક દોરડું લઈ આવી અને મૃગલા – મૃગલીને આપ્યું . રાત પડતાં મૃગલો – મૃગલી દોરડું લઈને કાલદાયના વૃક્ષ નીચે ગયાં અને ભગવાનના પ્રાગટ્યની રાહ જોવા લાગ્યાં . તેમની નજર વૃક્ષ ઉપર હતી .
તેમણે ઝાડ ઉપર દોરડું લટકાવી દીધું હતું . એટલામાં બાળસ્વરૂપ ભગવાન પુરુષોત્તમ ઝાડ ઉપર દેખાયા . બાળસ્વરૂપ ભગવાનને જોયા કે તરત એક છેડાનો ગાળિયો મૃગલે પોતાના ગળામાં નાખ્યો અને બીજા છેડાનો ગાળિયો મૃગલીએ ગળામાં નાખી મરવાની તૈયારી કરી . બાળસ્વરૂપે ભગવાન પુરુષોત્તમ મરક મરક હસતાં તેમને મરતાં રોકીને પૂછવા લાગ્યા : ‘ તમે બંને આ શું કરી રહ્યા છો ?
હું તમને તારવા માટે જ કર્યું છે , તેનું ફળ અવશ્ય તમને મળશે . ’ અહીં આવ્યો છું . તમે પશુ હોવા છતાં પૂર્ણ શ્રદ્ધા સાથે મારું વ્રત આટલું કહી પ્રભુએ બંને ઉપર અમૃતનાં છાંટણાં નાખ્યાં કે મૃગલો પુરુષ બની ગયો અને મૃગલી સ્ત્રી બની ગઈ . તેઓ બંને પ્રભુનાં ચરણોમાં ઢળી પડ્યાં . બંને હર્ષાશ્રુ વડે પ્રભુના ચરણ પખાળવા લાગ્યો .
પ્રભુએ તેમના માથે હાથ મૂકી કહ્યું : “ હે ભક્તો , પશુ દેહમાં. હોવા છતાં તમે મારું વ્રત કર્યું , તેથી તમને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો . હવે તમે મારી સાથે વૈકુંઠમાં ચાલો . ‘
એવામાં ખર ૨૨ કરતું એક દૈવી વિમાન આવ્યું અને તેમની નજીક ઊભું રહ્યું . ભગવાને બંનેને તેમાં બેસાડ્યાં અને પોતે પણ તેમાં બેસી ગયા . થોડીવારમાં વિમાન વૈકુંઠમાં આવી પહોંચ્યું . પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમનો ઉદ્ધાર થઈ ગયો . બોલો પુરુષોત્તમ ભગવાનની જય .