Home પુરુષોત્તમ માસ પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 15 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 15 | સુદેવને પુત્રપ્રાપ્તિ | ગૌસેવાની કથા

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 15 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 15 | સુદેવને પુત્રપ્રાપ્તિ | ગૌસેવાની કથા

0
પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 15 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 15 | સુદેવને પુત્રપ્રાપ્તિ | ગૌસેવાની કથા

આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા આધ્યાયા પંદર સુદેવને પુત્રપ્રાપ્તિ અધ્યાય પંદરમો – ગૌસેવાની કથા

સૂત પુરાણી બોલ્યા : “ હે મુનિશ્રેષ્ઠો ! સુદેવે ભગવાન વિષ્ણુને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી . પ્રસન્ન થયેલ ભગવાન વિષ્ણુએ વરદાન માગવા કહ્યું . સુદેવે કહ્યું : “ હે પ્રભો , જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એક પુત્ર આપો . મારો સંસાર નીરસ થઈ ગયો છે , તેને નવપલ્લવિત કરો . ’ ’ ભગવાન વિષ્ણુએ કહ્યું : ‘ હે બ્રાહ્મણ , તારા નસીબમાં પુત્રનું સુખ લખાયું નથી . સાત જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્રસુખ નથી . ’ ભગવાનનાં આવાં વચનો સાંભળી બ્રાહ્મણને આઘાત લાગ્યો અને તે મૂર્છાવશ બન્યો . પતિની આવી દશા જોઈ તેની પત્નીની આંખો ભીની બની .

તે પતિને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગી . તેણે પોતાના પતિને ઉદ્દેશીને કહ્યું : ‘ વિધિના લેખ મિથ્યા હોતા નથી . પ્રભુ – ભક્તિને સર્વોત્તમ ગણવામાં આવે છે . છતાં ભાગ્ય પ્રબળ છે . વિધિના લેખ ટાળવા ભગવાન પણ સમર્થ નથી . માટે તમે શોક દૂર કરો અને ઊભા થાઓ . ‘ ભગવાન વિષ્ણુ સાંભળી શાંત રહ્યા . પણ ગરુડજી શાંત ન રહી શક્યા . પોતાના સ્વામીની શક્તિની અવગણનાના આવા શબ્દોથી તે સમસમી ગયા અને ક્રોધવશ બની ગયા . તેમણે ભગવાન વિષ્ણુને વિનંતી કરીને જણાવ્યું : ‘ આપે આ બ્રાહ્મણને વરદાન માગવા કહ્યું હતું . તે જ્યારે વરદાન માગે છે ત્યારે આપ અશક્તિ દર્શાવો છો તે યોગ્ય નથી .

બ્રાહ્મણ ને તેની પત્નીનું દુઃખ આપ જોઈ શકો છો . આપ દયાળુ છો . દીનબંધુ છો , દયાસિંધુ છો , ભક્તોનાં દુઃખ આપ સહન કરી શકતા નથી તો આજે આપ શાંત કેમ છો ? આપેલું વચન જો મિથ્યા જશે તો જગતમાં મેણું રહી જશે . પછી આપની ઉપાસના કોણ કરશે ? આપની કોઈ પૂજા નહિ કરે . માટે હે પ્રભુ , આ બ્રાહ્મણને હરકોઈ પ્રકારે એક પુત્ર આપો . ’ ગરુડની આવી વાણી સાંભળી ભગવાન વિષ્ણુએ તેને કહ્યું : ‘ જો તારી આવી ઇચ્છા હોય તો તું બ્રાહ્મણને પુત્ર આપીને તેની ઇચ્છા પૂર્ણ કર . તું મારું વાહન છે , હું તને આશીર્વાદ આપું છું .

’ પોતાના માલિકના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડે બ્રાહ્મણને કહ્યું : ‘ મારા સ્વામીની આજ્ઞાથી હું તને એક પુત્રનું વરદાન આપું છું . તમારે ત્યાં મારા પોતાના અંશથી જ પુત્રનો જન્મ થશે . તે તમારા સંસારમાં સુખ – શાંતિ આપશે . ‘ આમ કહી ગરુડ ભગવાન વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડી વૈકુંઠધામ લઈ ગયો .

‘ શ્રીબૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ સુદેવને પુત્રપ્રાપ્તિ ’ નામનો પંદરમો અધ્યાય સંપૂર્ણ . હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .

ગોસેવાની કથા

એક નગરમાં સોનારણ રહે . તે વિધવા હતી . સંતાનમાં કંઈ હતું નહિ . તે એક નાનકડા ઘરમાં એકલી રહેતી હતી.

પારકાને ઘેર કામ કરીકે તે પોતાનું પેટ ભરતી હતી . નવરાશે વખતે તે ભગવાન ( ભજન કરે , ભક્તિ કરે , એક દવા નગરમાં કથા બેઠી . સોનારણ રોજ કથા સાંભળવા જાય . એકવાર કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા . છેલ્લે કથાકાર બોલ્યા : ‘ ‘ જેની પાસે યજ્ઞ કરવા દળે ને હોય તે શ્રમયજ્ઞ અને સેવાયજ્ઞ કરી ફળ મેળવી શકે છે . ’ સોનારણે મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમયજ્ઞ અને સેવાયજ્ઞ કરવો . ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાયા મહુલી બાંધીને રહેતા હતા . તે સતત પ્રભુભક્તિમાં લીન રહેતા . તે મહાપવિત્ર અને ત્રિકાળજ્ઞાની જેવા લાગતા હતા . તેમનું લલાટ ઝગારા મારતું હતું . તેમના દર્શાનાર્થે નગરનાં સ્ત્રી – પુરુષો અવાર નવાર આવતા હતા . સોનારણ પણ તેમનાં દર્શન કરવા જતી .

સોનારણના મનમાં થયું કે શ્રમયજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવાયજ્ઞ ક ૨ વા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે . તે સૂર્યોદય પહેલાં મહાત્માની મઢુલીએ ગઈ અને મઢુલીની આસપાસ પડેલ કચરો સાફ કરી પાણી છાંટયું , પછી મઢુલી સાફ કરી બધું વ્યવસ્થિત ગોઠવી , પાણીનું માટલું ભરી , તે પોતાને ત્યાં ચાલી ગઈ . આ વખતે મહાત્મા મઢુલીમાં નહોતા . તેઓ તે સમયે જંગલમાં ફરવા ગયા હતા . થોડીવારે મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસ જગ્યા સ્વચ્છ બનેલી જોઈને અને તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને વિચારમાં પડી ગયા . મઢુલીમાં દાખલ થતાં મઢુલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગી , પાણીનું માટલું ભરેલું જોયું .

આ બધું જોઈ તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહિ . સોનારણ ચતુર હતી , તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફ ૨ વા ગયા હોય ત્યારે મઢુલીએ આવી બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી , મહાત્મા જયારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઇને તેઓ અચંબામાં પડી જતા . મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ આપતા . મહાત્મા રોજ વિચાર કરે છે કે દરરોજ કોણ આવીને આ બધું કરી જાય છે ? ’ એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા . સોનારણ આવીને બધું કામ પતાવીને જવા લાગી ત્યારે મહાત્માએ તેને રોકીને પૂછ્યું : ‘ ‘ બહેન તું કોણ છે ? શા હેતુથી મારી સેવા કરે છે ? ’ ’ સોનારણ પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત કરી . ત્યારે મહાત્મા બોલ્યા : ‘ ‘ કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે . તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાયની સેવા કરજે , તને દ ૨ રોજ એક અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે . આમ તું આખો મહિનો ગાયમાતાની સેવા – પૂજા કરીશ અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને ત્રીસ અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે .

’ ’ અધિક માસ શરૂ થતાં સોનારણે પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત શરૂ કર્યું . તે પ્રાતઃકાળે નદીએ નાહવા જાય , કાંઠા ગોરમાનું પૂજન કરે , કથા – વાર્તા સાંભળે , ગાયને નવરાવે , તેને કપાળે ચાંદલો કરે , તેને લીલું ઘાસ નાખે , એકટાણું કરે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન – દક્ષિણા આપે . આમ , પુરુષોત્તમ માસ પૂરો થયો . તેણે વ્રતનું ઉજવણું કર્યું , પછી વિચાર કરવા લાગી કે ‘ મને ત્રીસ અશ્વમેધનું ફળ મળ્યું હશે પણ એની ખાતરી શું ? ’ કુદરતનું કરવું કે એ નગરના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો . આમ તો તે તંદુરસ્ત અને રૂપાળો હતો , પરંતુ આખા શરીરમાં દાહ ઊઠે એવી બળતરા થાય , તેનાથી તેને ઘડીભર ચેન પડે નહિ . રાજાએ મોટા મોટા વૈદ્યોને તેડાવ્યા . જાણીતા હકીમોને બોલાવ્યા . જોગી – જતીને આમંત્ર્યા , ભુવાભરાડીને બોલાવી દોરા – ધાગા કરાવ્યા . પીર – ફકીરને બોલાવી તાવીજ કરાવ્યા . ઘણાય

અખતરા કર્યો , પણ કુંવા શરીરનો દાહ ઘટતો નથી , બળત સતત ચાલુ જ હતી . એવામાં કોઇ સિંહપુરૂષ રાજાના મહેલે આવ્યા . રાજાએ પોતાના કુંવરને બતાવ્યા . સિદ્ધપુર્ણ કુંવરના કપાળની રેખાઓ ” રાજવી , તમારો કુંવર કોઈ દવાથી સારો થશે નહિ , મંત્રતંત્રથી સારો થશે નહિ , પરંતુ કોઇ વ્યક્તિ તેને પાંચ અશ્વમેધ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ મટે , કેમકે તમારી કુંવર પૂર્વભવના શાપને કારણે આ દાહની પીડા ભોગવી રહ્યો છે . ’ સિદ્ધપુરુષ તો રસ્તો દેખાડીને ચાલતા થયા . રાજાએ તરત પ્રધાનને બોલાવ્યા અને કહ્યું : “ આખા નગરમાં ઢંઢેરો પિટાવો કે કોઈ પાંચ અશ્વમેધ યજ્ઞનું પુણ્ય કુંવરને અર્પણ કરી શરીરનો દાહ મટાડે , જે કોઈ આ કાર્ય પાર પાડશે , તેને રાજા તરફથી સારી બક્ષિસ આપવામાં આવશે .

’ ’ બે દિવસથી નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો , છતાં કોઈ રાજા પાસે આવતું નથી . રાજા – રાણી નિરાશામાં ડૂબી ગયાં હતાં . તેમને કોઈ રસ્તો સૂઝતો નથી . ઊડતી ઊડતી આ વાત સોનારણને કાને પહોંચી . તેણે સાંભળ્યું : જે કોઈ પાંચ અશ્વમેધ યજ્ઞનું ફળ કુંવરને આપે તો એનો દાહ સમે . ’ આ વાત સાંભળીને સોનારણને વિચાર આવ્યો કે પેલા મહાત્માની વાતની ખાતરી કરવાનો આ અવસર છે . સોનારણ રાજાના મહેલે ગઈ અને રાજાને નમન કરીને અશ્વમેધ યજ્ઞનું ફળ હું આપું . ‘ કહેવા લાગી : ‘ મહારાજ , આપ કહેતા હોય તો કુંવરને પાંચ રાજા તો સૌનારણની વાત સાંભળી તેની સામે તાકી રહ્યો . સોનારણના દેખાવ ઉપરથી તે સાવ સામાન્ય અને ગરીબ લાગતી હતી . રાજા નવાઈ પામ્યો , કારણ કે અશ્વમેધ યજ્ઞ કરવો એ કાંઈ જેવા તેવાનું કામ નથી , વિશ્વાસ ન આવ્યો , તોય ‘ આટલા ઉપાય કર્યા તો એક વધારે ‘ એમ વિચારી રાજાએ હા પાડી .

રાજાએ હા પાડી એટલે સોનારણે એક કળશિયો ભરીને પાણી મંગાવ્યું . તેમાંથી અંજલિ ભરીને ચારે દિશામાં છાંટવું . પછી તે પાણીની અંજલિ ભરી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું : હૈ પુરુષોત્તમ ભગવાન ! તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ મને ત્રીસ અશ્વમેધ યજ્ઞ જેટલું મળ્યું હોય તો હું મારું પાંચ અશ્વમેધ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું . તો કુંવરનો દાહ સમાવો અને તેના શરીરને શીતળતા આપો . ‘ આટલી પ્રાર્થના પછી સોનારણે તે પાણી કુંવરના મુખમાં રેડ્યું . એ જ ક્ષણે કુંવરને બળતરા ઘટતી જતી લાગી , અને થોડીવારમાં તેના શરીરનો દાહ સમી ગયો . કુંવરને શરીરનો દાહ સમતા તે એકદમ આનંદથી કૂદકો મારીને ઊભો થઈ સોનારણના પગમાં પડી ગયો . તેની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં . રાજા આ જોઈ અચંબો પામી ગયો . હજુ હમણાં કુંવર રડતો હતો , તરફડતો હતો , કણસતો હતો . એ અત્યારે આનંદમાં અને ખુશીમાં હતો . રાજા પણ સોનારણના પગમાં પડ્યો . પછી રાણી પણ તેના પગમાં પડી અને બોલી :

“ હે બહેન ! તમારી ભક્તિ અને શ્રદ્ધાના બળે મારા કુંવરનો જીવ ઉગાર્યો છે . તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું , તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહિ ભૂલીએ . હવે તમને જે ઇચ્છા હોય તે માંગો . તમે જે માગશો તે અમો તમને અવશ્ય આપીશું . ’ 590 સોનારણ કહે : “ હે રાજન ! હે રાણીબા ! પુરુષોત્તમ ભગવાનની મારી ઉપર કૃપા છે . ભગવાને જે કંઈ આપ્યું એનાથી મને સંતોષ છે . મારે કંઈ જોઈતું નથી . મારી ઇચ્છા છે કે તમે અને રાણીબા આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો દેઢ સંકલ્પ કરો અને ગોસેવા કરો . એમાં જ બધાંનું કલ્યાણ છે . ’ ’ તે જ ક્ષણે રાજા – રાણીએ પુરુષોત્તમ વ્રત કરવાનું અને ગોસેવા કરવાનો સંકલ્પ જાહેર કર્યો . બોલો પુરુષોત્તમ ભગવાનની જય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here