વદ ૬ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા
અધ્યાય ૨૧મો : પુરુષોત્તમ પૂજનવિધિ
અધ્યાય એકવીસમો ૦ દાનફળની કથા ૭ સંકીર્તન
સૂત પુરાણી બોલ્યા : “હે મુનિશ્રેષ્ઠો ! પુરુષોત્તમ માસની વ્રતવિધિ બતાવ્યા પછી ભગવાન પુરુષોત્તમની પૂજનવિધિ કેવી રીતે કરવામાં આવે છે,તે હું તમને જણાવું છું તે સાંભળો :
ધાતુની મૂર્તિને અગ્નિમાં તપાવ્યા પછી તેને બીજમંત્રોથી પ્રાણ-પ્રતિષ્ઠા કરવી. તેમ કરવાથી જ તે મૂર્તિમાં દેવતા દાખલ થાય છે. પછી પુરુષોત્તમ ભગવાનનું ષોડશોપચાર વડે પૂજન કરવું.
આહ્વાન કરી બોલાવી, તેમને આસન ગ્રહણ કરવા કહેવું. પછી તેમના પગ ધોવા, અર્ધ્ય અર્પણ કરવો, આચમન કરતા રહેવું, પહેલાં પંચામૃતથી સ્નાન કરાવવું, પછી શુદ્ધ શીતળ જળથી સ્નાન કરાવવું. પીતાંબરનો જોટો અર્પણ કરવો, જનોઈ પહેરાવવી, સુખડ-ચંદન આદિનું લેપન કરવું, અક્ષત ચઢાવ્યા પછી પુષ્પો ચઢાવવાં. આ દરેક વિધિ વખતે તેના જે-જે બીજમંત્રો છે, તે અવશ્ય બોલવા. પછી તે વિધિ કરવી. (બીજ-મંત્રો મોટાં પુસ્તકોમાં આવે છે.)
આટલી વિધિ પત્યા પછી અંગ-પ્રત્યંગની પૂજા કરવી, જેમ કે ચરણની પૂજા, ઘૂંટીઓની પૂજા, ઢીંચણોની પૂજા, જાંઘની પૂજા, કેડની પૂજા, લિંગની પૂજા, નાભિની પૂજા, હૃદયની પૂજા, કંઠની પૂજા, બાહુઓની પૂજા, મુખની પૂજા, નેત્રોની પૂજા, મસ્તકની પૂજા; આ દરેક અંગની પૂજા ક્રમબદ્ધ રીતે કરતી વખતે તેનાં જે-જે અંગોના બીજ-મંત્રો છે, તે અવશ્ય બોલવા. આમ પ્રતિમાનાં સર્વ અંગોની પૂજા કરવી.
આટલું કાર્ય થયા પછી સુગંધી ધૂપ અર્પણ કરવો, હોમ કરવો, નૈવેદ્ય ધરવું, જળપાન કરાવવું, શ્રીફળ ધરવું, સોપારી-કપૂરથી યુક્ત નાગરવેલનું પાન ધરવું, દાન કરવું, પછી આરતી ઉતારવી. પ્રદક્ષિણા કરવી. પુષ્પાંજલિ અર્પણ કરવી, છેલ્લે નમસ્કાર કરવા. આ બધી વિધિ માટે જે-તે બીજ-મંત્રનો ઉપયોગ કરવો.
‘હે દેવોના દેવ, મેં જે પૂજન કર્યું છે, તેમાં કોઈ દોષ રહી ગયો હોય તો ક્ષમા કરી આ પૂજનને સંપૂર્ણ સ્વીકારી લેજો.’ એમ બોલી નામ-મંત્રો પછી સ્વાહા લગાવી તલનો હોમ કરવો. આખો પુરુષોત્તમ માસ ભગવાનનો અખંડ દીવો પ્રતિમા આગળ બળતો રાખવો.
આ રીતે ભગવાન વિષ્ણુનું ભક્તિભાવથી પૂજન કરનાર આ લોકમાં અનેક પ્રકારનાં સુખ ભોગવી અને પ્રભુના પરમધામ વૈકુંઠમાં જાય છે.’
‘શ્રીબૃહન્નરદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘પુરુષોત્તમ ભગવાનની પૂજનવિધિ’ નામનો એકવીસમો અધ્યાય સંપૂર્ણ. હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ.
દાનફળની કથા
ગામમાં પટેલ અને પટલાણી રહેતાં હતાં. તેમને એક દીકરો હતો. પટેલ અને તેનો દીકરો સવારે ખેતરમાં જાય તે સાંજે ઘરે આવે. પટલાણી ઘરનું કામકાજ પતાવી ભોજન તૈયાર કરી પતિ અને દીકરા માટે ભાથું લઈને જાય. બપોરે ત્રણેય સાથે બેસીને જમે. જમ્યા પછી થોડો આરામ કરી ત્રણે કામે લાગી જાય. સંધ્યા સમયે ત્રણે ખેતરથી ઘેર આવી જાય. ભોજન કર્યા પછી રાતે ત્રણે ભજન-કીર્તન કરે. ત્રણેના મન સાફ હતાં. કદી કોઈનું ખરાબ વિચારે નહિ.
એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલ-પટલાણીએ વિચાર કર્યો કે આ વખતે ગંગામાં સ્નાન કરીએ તો અધિક ફળ મળે. પટેલે બે ગાડાં જોડ્યાં. બેય ગાડામાં ઘરવખરી ભરી. એક ગાડામાં પટેલ બેઠા અને બીજા ગાડામાં તેમનો દીકરો અને
પટલાણી બેઠાં. આમ પટેલ ઘરવખરીનાં બે ગાડાં ભરીને કુટુંબ સાથે ગંગા નાહવા ચાલી નીકળ્યાં. ત્રણેય ભગવાનનું સ્મરણ કરતા જાય અને રસ્તો કાપતા જાય. આમ અડધે રસ્તે આવ્યાં. બપોરનો સમય થયો. કકડીને ભૂખ લાગી હતી, તેથી તેમણે એક ઝાડ નીચે ગાડાં છોડી, હાથ-પગ ધોઈ જમવા બેઠાં.
આ બાજુ પુરુષોત્તમ ભગવાનને પોતાના ભક્તનું પારખું લેવાની ઇચ્છા થઈ. તેઓ સંન્યાસીનું રૂપ લઈ જ્યાં પટેલ કુટુંબ જમતું હતું ત્યાં આવ્યા. સંન્યાસીને આવેલ જોઈ પટેલ કુટુંબને તેમને
નમસ્કાર કર્યા અને પ્રસાદ લેવા વિનંતી કરી. ત્યારે સંન્યાસી બોલ્યા : “મને જરા પણ ભૂખ નથી. મારે ગંગાસ્નાન કરવા જવું છે. જો તું મને બે ગાડાંમાંથી એક ગાડું આપે, તો હું તેમાં બેસીને ઝટ ગંગાજીએ પહોંચી જાઉં.”
પટેલે તો જરાય વિચાર કરવા ન રોકાયા. ગાડામાંથી ઘરવખરી પણ ન ઉતારી. સીધી બળદની રાશ સંન્યાસીના હાથમાં આપી દીધી. સંન્યાસી ગાડામાં બેસી ધીમે ધીમે આગળ જવા લાગ્યા. જોતજોતામાં એ ગાડું અદેશ્ય થઈ ગયું. પટેલે સંન્યાસીને ગાડું આપી દીધું. એનાથી પટલાણી અને પુત્રને જરા પણ દુઃખ ન
શ્રી પુરુષોત્તમ (અધિક) પાસેની ભક્તિ સોનારા થયું. તેઓ બંને પટેલને કહેવા લાગ્યા : ‘ગંગા નદી હજી ઘણી દૂર છે. ચાલીને ત્યાં પહોંચાશે નહિ, માટે આ ગાડામાં બેસી જાવ. ‘’પણ પટેલે ના પાડીને કહ્યું : ”તમે ગાડું લઇને આગળ વધો. હું તમારી પાછળ આવું છું.’
મા દીકરો ગાડું લઇને આગળ વધ્યાં. પટેલ ગાડા પાછળ ચાલ્યા આવે છે. ચાલતાં ચાલતાં પટેલ પ્રભુનાં ગુણગાન ગાવામાં રસ્તો ભૂલી ગયા. પટેલ ભૂલા પડયા અને જઇ ચડ્યા અધોર વનમાં. ત્યાં નથી પાણી કે નથી ફળફળાદિ, તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતાં જ રહ્યા. આમ તે ત્રણ દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા ચાલતા રહ્યા. હવે તેમનામાં ધાવવાની શિક્ત રહી નહિ, ત્યારે પટેલ એક ઝાડ નીચે થાક ખાવા બેઠા. ત્યાં તો ધમાકે કરતું એક મોટું ફળ તેમની પાસે પડયું. પટેલ ફળને હાથમાં લઈને જોવા લાગ્યા. ભૂખ ઘણી લાગી હતી, પણ અજાણ્યું ફળ ખવાય નહિ.
પટેલ થોડો થાક ખાઈ ઊભા થયા. ફળ પોતાની સાથે લીધું અને વિચાર કર્યો કે ‘રસ્તામાં કોઈ મળશે તો પૂછી લઈશ. ખવાતું હશે તો ખાઈશ, નિહ તો ફેંકી દઈશ.’ તે થોડું આગળ ચાલ્યા કે એક જીર્ણ શિવાલય તેમણે જોયું. તે શિવાલયમાં દાખલ થયા. ત્યાં બેઠા. ત્રણ દિવસ ભૂખ્યા-તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા. ત્યારે શિવજીને પટેલ ઉપર દયા આવી. તેઓ પ્રગટ થયા, પટેલ શિવજીના ચરણમાં ઢળી પડયા. શિવજી પ્રસન્ન થઈ તેને કંઈ માગવા કહ્યું ત્યારે પટેલે જણાવ્યું : ‘હે ભોળાનાથ ! હુંછ દિવસથી ભૂખ્યો- તરસ્યો છું. તમે હા પાડો તો આ ફળ ખાઉ.’
શિવજી બોલ્યા : “આ ફળ વિશે હું કંઈ જાણતો નથી. ચાલો આપણે વૈકુંઠમાં જઈ ભગવાન પુરુષોત્તમને પૂછીએ.” શિવજીની ઇચ્છા પટેલને વૈકુંઠનાં દર્શન કરાવવાની હતી. શિવજી પટેલને લઈને વૈકુંઠમાં આવ્યા. ભગવાન
પુરુપોત્તમનાં દર્શન કરતાં જ પટેલ એકદમ તેમનાં ચરણોમાં ઢળી
પડ્યા અને પૂછવા લાગ્યા : ”પ્રભુ ! આ ફળ ખાવું કે ન ખાઉં ?”
પટેલના ભોળપણ ઉપર ભગવાન હસી પડવા, તેનો બોલ્યા : ‘“હે ભક્ત ! આ દાનફળ છે. મહાપુણ્યશાળીને જ આ ફળ પ્રાપ્ત થાય છે. તું તારે મજેથી મા.”
પટેલે ફળ ખાધું, ફળ ખાતાં જ બત્રીસ કોઠે દીવા થયા, થાં જ પટેલની નજર પોતાના ગાડા ઉપર પડી. પારો બીજું ગાડું પડ્યું હતું. તેમાં પટલાણી અને તેમનો દીકરો બેઠાં હતાં, પટેલે પ્રભુ સાથે જોયું.
ત્યારે ભગવાન બોલ્યા : ‘હે ભક્ત! તે જરાય ખેંચવા વગર ગાડું આપી દીધું. તેના પુણ્ય ફળરૂપ તને અને તારા પરિવારને વૈકુંઠ-દર્શનનો લાભ મળ્યો, હવે તારે વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી ઉપર જવાની ઇચ્છા છે ?’
ત્યારે પટેલ બોલ્યા : ‘‘હે પુરુષોત્તમ ભગવાન, મને અને મારો કુટુંબને હવે પૃથ્વી ઉપર જવું નથી. અમે તો વૈકુંઠમાં રહીશું.” અમૃત માસે નાન ધ્યાન, કરી કરે કે જે દાન
વૈકુંઠ સદેહે ભોગવે, રહે સાથે ભગવાન, બીલી પુરુષૌત્તમ ભગવાનની જય