Skip to content
- જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા (2)પડવે પંડિતમા,
- જ્યો જ્યો મા જગદંબે
- દ્વિતિયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું મા શિવ (2)
- બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો
- તૃતીયા ત્રણસ્વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2)
- દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા જયોજયો
- ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, મા (2)
- ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં જયોજયો,
- પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)
- પંચ તત્વ ત્યાં સોહિયે (2)પંચે તત્વોમાં જયો જયો
- ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (2)
- નર નારી ના રૂપે (2)વ્યાપ્યાં સર્વેમા જયો જયો
- સપ્તમી સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી માં સંધ્યા (2)
- ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા જયો જયો
- અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (2)
- સુનીવર મુનીવર જનમ્યા (2) દેવ દૈત્યો મા જયો જયો.
- નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)
- નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,
- કીધાં હર બ્રહ્મા મા જયો જયો.
- દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)
- રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્યો મા જયો જયો
- એકાદશી અગિયારસ કાત્યાયની કામા મા કાત્યાયની (2)
- કામદુર્ગા કાળીકા (2) શ્યામાને રામા, જ્યો જ્યો
- બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)
- બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ
- ત્હારા છે તુજ મા, જ્યો જ્યો.તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (2)
- બ્રહમાવિષ્ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા જ્યો જ્યો
- ચૌદશે ચૌદા સ્વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)
- ભાવ ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,
- સિંહ વાહિની માતા, જ્યો જ્યો
- પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)
- વસિષ્ઠ દેવે વખાણ્યાં માર્કુન્ડ દેવે વખાણ્યાં,
- ગાઈ શુભ કવિતા જ્યો જ્યો
- સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)
- સવંતસોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,
- મૈયા જમુના ને તીરે (2) જ્યો જ્યો મા જગદંબે.
- ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
- સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,
- મા દયા કરો ગૌરી, જ્યો જ્યો મા જગદંબે.
- શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)
- ભણે શિવાનંદ સ્વામી (2) સુખ સંપત્તિ થાશે.
- હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા બહુચર દુઃખ હરશે,
- મા કાલી દુઃખ હરશે, મા લક્ષ્મી દુઃખ હરશે જ્યો જ્યો
- ભાવન જાણુ ભક્તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2)
- વલ્લભ ભટ્ટ ને રાખ્યો (2) ચરણે સુખ દેવા જયો જયો.
- એકમ એક સ્વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
- ભોળા ભવાની ને ભજતાં (2)ભવ સાગર તરશો,
- જ્યો જ્યો મા જગદંબે,
- માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2)
- કુકડ કરે છે કિલ્લોલ (2) તુજ ચરણે માડી જ્યો જ્યો
- જય બહુચર બાળી મા જય બહુચર બાળી,
- આરાસુરમાં અંબા (2) પાવાગઢકાળી જ્યો જ્યો.
- યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
- નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ