બજાર જેવી કેળા વેફર ઘરે બનાવવાની રીત

કેળા વેફર

ઘરે જ બનાવો માર્કેટમાં મળતી કેરળ સ્ટાઇલ પીળી કેળા વેફર્સ
દક્ષિણ ભારતની અને ખાસ કેરળની કેળાની પીળી વેફર માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં ફેમસ છે. આવી જ કેળા વેફર તમે ઘરે પણ એકદમ સરળતાથી બનાવી શકો છો. જરૂર છે માત્ર પરફેક્ટ કેળાની પસંદગીની અને સાથે અહીં જણાવેલી સરળ રેસિપીની.

સામગ્રી
બે મોટી સાઇઝનાં કાચાં સૂરતી કેળા
બે ચમચી મીઠું
તળવા માટે કોઇપણ રિફાઇન્ડ ઓઇલ કે કોકોનટ ઓઇલ

રીત
સૌપ્રથમ તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. આ દરમિયાન વેફરની તૈયારી કરો. સૂરતી કેળાની વેફર પીળી બનશે. જેમાંથી કેરળ સ્ટાઇલ વેફર બનશે. બીજાં સફેદ કેળા આવશે, તેમાંથી કેળા પેપર વેફર બનશે.
પહેલાં કેળાને છોલી લો. ત્યારબાદ એક બાઉલમાં મીઠાનું પાણી તૈયાર કરો. ચાર ટેબલસ્પૂન પાણીમાં બે ચમચી મીઠું ઓગાળી લો. ત્યારબાદ અડધા કેળાની સીધી જ તેલમાં વેફર પાડો. ત્યારબાદ લગભગ અડધી મિનિટ એમજ તળાવા દો. ત્યારબાદ અંદર એક ટેબલસ્પૂન મીઠાવાળું પાણી નાખો. તેલ થોડું ઉડશે, પણ ચિંતા ન કરવી. આ માટે કડાઇ મોટી જ લેવી. ત્યારબાદ ઝારાથી હલાવી બરાબર મિક્સ કરી લો. અવાજ આવવાનો બંધ થઈ જાય એટલે વેફર ક્રિસ્પી બનવા લાગશે. વેફર એકબીજા સાથે ચોંટી રહી હોય તો ચિંતા ન કરવી, વેફર તળાઇ જશે એટલે છૂટી પડી જશે.
વેફર તળાઇ જાય એટલે એક પ્લેટમાં પેપર નેપ્કિન પાથરી એના પર મુકો. આ જ રીતે બાકીની બધી વેફર પણ બનાવી લો.

Leave a Comment