rajkot SNK school ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. … કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. દાખલ થનાર દર્દીને સારવાર માટે એક પણ રૂપિયો ચૂકવવાનો નથી તેમજ રહેવા, જમવા અને દવા સહિતની બધી સુવિધા ફ્રીમાં આપવામાં આવશે. 50 બેડની oxygen યુક્ત સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ખ્યાતનામ ઉદ્યોગપતિઓએ અને સંતો દ્વારા આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં ક્રિટીકલ દર્દીઓને દાખલ કરવામાં આવશે નહીં….તેની ખાસ ધ્યાન ર્રખવું
ક્રિટીકલ દર્દીને દાખલ કરાવામાં આવશે નહિ સેન્ટરમાં ICUની સુવિધા ન હોવાથી ક્રિટીકલ દર્દીઓને દાખલ કરવામાં આવશે નહીં. દર્દીએ દાખલ થવા માટે phone દ્વારા એડમિશન લેવું જરૂરી બનશે. TGESના ડાયરેક્ટર કિરણ ભાલોડિયા અને બિલ્ડર association ના પ્રમુખ પરેશ ગજેરા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ રમેશ ટિલાળા, BAPS સંસ્થાના અપૂર્વમુનિ સ્વામી, જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા સહિતના અગ્રણીઓના સહયોગથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે……
કોવિડ કેર સેન્ટર દ્વારા બનાવવામાં આવેલા નિયમો આ પ્રમાણે છે : 1. પેશન્ટ/પેશન્ટના સગાઓએ એડમિશનની જાણકારી મેળવવા માટે કોલ સેન્ટર નં 6358845684 પર કોલ કરવો. 2. કોલ સેન્ટર ટીમના મેમ્બર પેશન્ટનો આધાર કાર્ડ નંબર, આર.ટી.-પી.સી.આર અથવા એન્ટીજન કોવિડ પોઝિટિવ રિપોર્ટ અને એચ.આર.સી.ટી. વોટ્સેપ દ્વારા માંગશે. 3. કોલ સેન્ટર ટીમના મેમ્બર કોલરને ઓપીડી આઈડી અને પોઇન્ટમેન્ટનો સમય વોટ્સેપ દ્વારા જણાવા માટે એક કલાકની રાહ જોવાનું જણાવશે. 4. એકવાર તેને ઓપીડી આઈડી અને એપોઇન્ટમેન્ટ ટાઈમ વોટ્સએપ દ્વારા મળી ગયા પછી પેશન્ટ રોલેક્સ એસ.એન.કે. કોવિડ સેન્ટરમાં વધુમાં વધુ બે વ્યક્તિઓ સાથે આવશે. 5. ઓપીડી માટે રોલેક્સ એસ.એન.કે. કોવિડ સેન્ટરમાં આવતા દર્દીએ તેઓને વોટ્સએપ મેસેજથી જણાવેલ તમામ ફરજિયાત ડોક્યુમેન્ટ આધારકાર્ડ, આરટી-પીસીઆર અથવા એન્ટીજન કોવિડ પોઝિટિવ રિપોર્ટ્સ સાથે લાવાના રહશે. તેની ખાતરી કરવા માટે, દર્દીને ઓપીડી આઈડી આધારકાર્ડ, આરટી-પીસીઆર અથવા એન્ટીજન કોવિડ પોઝિટિવ અને એચઆરસીટી રિપોર્ટ્સ વિના સેન્ટરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં 6. સેન્ટરના ડોક્ટર નક્કી કરશે કે દર્દીને સેન્ટરમાં દાખલ કરવા કે નહીં અને તેઓનો નિર્ણય અંતિમ રહશે.
આ સુચના દરેક વ્યક્તિ એ ખાસ ધ્યાન માં રાખવાની રહેશે: સેન્ટરમાં કોઈ વોક-ઇન્સની મંજૂરી રહેશે નહીં, કૃપા કરીને ગેટ પર રાહ જોશો નહીં, પૂર્વ નોંધણી વગર કોઈ પણને કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં….. તમે કેન્દ્રની બહાર લાઇન બનાવીને ફક્ત તમારા અને પોતાના પ્રિયજનોના જીવનને જોખમમાં મૂકશો ફક્ત ફોનથી જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે phone લાઇન્સ રોજ સવારે 8 વાગે ચાલુ થઈ જશે અને કોલ સેન્ટર એજન્ટ ફોન લેવાનું તથા એડમિશ્મની રિકવેસ્ટ લેવાનું ચાલુ કરશે અને તમને ગાઈડન્સ આપવામાં આવશે . જ્યા સુધીને બેડ ખાલી હશે ત્યાર સુધી જ કોલ સેન્ટર એજન્ટ ફોન લેશે. જો આપ રેકોર્ડિંગ સાંભળો એનો મતલબ એમ સમજવો કે તે દિવસના તમામ બેડ ભરેલ છે અને એકેય ખાલી બેડ નથી અને તેથી તમો બીજી હોસ્પિટલમાં તપાસ કરજો. તમે જેટલો સાથ આપશો એટલું સારી રીતે દર્દીની સેવા કરવાનો અમને લાભ મળશે