૨૯ લિટર દૂધ આપતી આ ભેંસની કિંમત જાણીને નવાઈ લાગશે કલીક કરી કિંમત જાણો

હરિયાણાના ભિવાની જિલ્લાના ગુજરાતી ગાંવના કિસાન પરિવારની મહ નસલની એક ભેંસ રોજ ૨૯ લિટર દૂધ આપે છે . આખા પરિવારનું પાલન – પોષણ કરવા માટે આ એક જ ભેંસ સક્ષમ છે . થોડા સમય પહેલાં જ હરિયાણામાં દૂધ હરીફાઈ યોજાઈ હતી એમાં આ ભેંસે સાડા ઓગણત્રીસ લિટર દૂધ આપીને રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા હતો . કિસાનના ભાઈ પાસે પણ મુર્રાહ નસલની ભેંસ છે જેણે લગભગ ૨૭ લિટરથી વધુ દૂધ આપી બીજું સ્થાન મેળવ્યું હતું . પહેલે નંબરે આવેલી મુર્રાહ નસલની આકાલી નામની ભેંસ માટે એમ કહેવાય છે કે જીસ કે ઘરમેં કાલી ઉસકે ઘરમેં દિવાલી . આ ભેંસની કિંમત સાંભળીને ભલભલાની આંખો થઈ જાય છે તેની કિંમત છે ૫૬ લાખ રૂપિયા , એટલે કોઈ લકઝરી કાર કરતાં પણ મોંઘી છે . આ ભેંસ ખરીદવા ઈચ્છતા એક વ્યક્તિએ આ કિસાનને ભેંસના બદલામાં મોંઘી કાર આપવાની ઓફર પણ કરી છે , જેની કિંમત 56 લાખ રૂપિયા હતા પરંતુ આખા પરિવારનું પાલન – પોષણ કરતી ભેંસને તેઓ વેચવા નથી માંગતા . આખો પરિવાર ‘ પાલનહાર ’ ભેસ સરભરા કરવામાં અને ભાવતું ખાણું ખવરાવી તાજીમાજી રાખવામાં જ વ્યસ્ત રહે છે .

ભેંસ એ એક પ્રકારનું પાલતુ પ્રાણી છે, જેનો ઉપયોગ ખાસ કરીને દુધ મેળવવા માટે થાય છે, ખાસ કરીને એશીયામાં તેનો વ્યાપ વધારે છે. તેનું ગૌત્ર ગૌ વંશ છે. દુધ આપતા અન્ય પ્રાણીઓની સરખામણીએ ભેંસનીં દુધ આપવાની ક્ષમતા વધારે છે, તેથી તેનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થાય છે. નર ભેંસને પાડો તથા માદાનેં ભેંસ કહેવામાં આવે છે. ભેંસ આછા ભુખરા રંગ થી લઇને ઘાટ્ટા કાળા રંગ સુધીનીં જોવા મળે છે. 

Leave a Comment