કેન્સર જેવા જીવલેણ રોગને લીધે હવે કોઈનું મૃત્યુ નહીં થાય, છત્તીસગઢની મમતા ત્રિપાઠીએ કેન્સરની દવા શોધી કાઢી છે

0
282

આજકાલ વધુમાં વધુ  લોકોને કેન્સરની બીમારી થવા લાગી છે. જયારે કેન્સરનો રીપોર્ટ આવે એટલે લોકો ગભરાય જતા હોય  છે. લગભગ આખી દુનિયામાં લાખો લોકોનું મૃત્યુ કેન્સરના કારણે થતું હોય  છે. જેમાં ભારતમાં આ રોગનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. ભારતમાં કેન્સરના કારણે દર વર્ષે 10 લાખ લોકોના મૃત્યુ પામે છે જે સામાન્ય નથી. અને તેનું મુખ્ય કારણ એ છે કે લોકો પાસે સાચી જાણકારી નથી  હોવી સમયસર તેનો ઇલાજ ન થવો પરંતુ હવે કેન્સરની બીમારીનો ઈલાજ કરવાની દવા મળી ગઈ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી . ગભરાવવાની જરા પણ જરૂર નથી. છત્તીસગઢના એક રીસર્ચ માં આ ખતરનાક બીમારીનો ઇલાજ શોધી કાઢ્યો છે. રાયપુરના રહેવાસી મમતા ત્રિપાઠીએ કેન્સર ની દવા શોધવામાં સફળતા પ્રાપ્તકરી  છે. તેમણે દાવો કર્યો છે કે આ દવાથી કેન્સર ના સેલ્સ ૭૦ થી ૮૦ ટકા સુધી ખતમ થઈ જાય છે.તેમણે જણાવ્યું હતું કે આ દવાને પહેલા લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં એ સફળ થઇ ગયા.. હવે આ દવાનો ટેસ્ટ ઉંદર પર કરવામાં આવશે અને જો તેમાં સફળતા મળી તો ત્યારબાદ તેનો પ્રયોગ મનુષ્યો ઉપર પણ કરવામાં આવશે. એમને આ દવાની શોધ કરવામાં ચારથી પાંચ વર્ષ જેવો સમય લાગ્યો હતો.લગભગ બધા જાણતા જ હશે કે બોલિવૂડની અભિનેત્રી સોનાલી બેન્દ્રે ને લઈ ને ખબર આવી હતી કે તેઓને હાઈગ્રેડ કેન્સરની બીમારી છે અને તેમનો ઇલાજ ન્યૂયોર્કમાં ચાલી રહ્યો છે. આ સિવાય બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન પણ કેન્સરનો શિકાર બન્યા છે જેમ નો ઈલાજ લન્ડન માં ચાલી રહ્યો છે. આ સિવાય ઘણા બોલિવૂડના ઘણા બધા  કલાકારો અને ખેલાડીઓ જેઓ કેન્સર જેવી ગંભીર બીમારીથી ઝુજવી રહ્યા છે.આપણું શરીર ઘણા પ્રકારની કોશિકાઓથી બનેલું છે. આ કોશિકાઓ શરીરના બદલાવને કારણે વધતી રહે છે. પરંતુ જ્યારે આ કોશિકાઓ નિયંત્રિત રહે નહિ અને શરીરમાં ફેલાય છે ત્યારે તે શરીરના બાકીના ભાગ  પર પોતાનું કામ કરવામાં અડચણ ઊભી કરે છે. જેથી કરીને શરીરના એ ભાગમાં કોશિકાઓના કારણે અંદર ગાંઠ બની જાય છે અને આ ગાંઠને કેન્સર કહેવમાં આવે છે. આ ટ્યૂમર ખુબ જ ઘાતક હોય છે અને વધતું રહે છે. એટલે સમસ્યા પણ વધતી જાય છે તેથી તેને નિયંત્રણ કરવું મુશ્કેલ બનતું હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here