Home સરકારી યોજના સફાઈ કામદારો માટે વિવિધ યોજનાઓ વિશેની માહિતી

સફાઈ કામદારો માટે વિવિધ યોજનાઓ વિશેની માહિતી

0
સફાઈ કામદારો માટે વિવિધ યોજનાઓ વિશેની માહિતી

શૈક્ષણિક લોન યોજના (ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ)

  • સફાઈ કામદારો અને તેમના આશ્રિતો ને સ્નાતક તથા ઉચ્ચ કક્ષા નું વ્યાવસાયિક અથવા ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે લોન આપવી.
  • સફાઈ કામદારો અને તેમના આશ્રિતો ને શિક્ષણ ની વધુ સારી તકો પૂરી પાડવી અને વ્યાવસાયિક/ ટેકનિકલ શિક્ષણ સફાઈ કામદારો માટે સમભાવ બનાવવું.

આ લોન સુવિધા ધ્વારા સફાઈ કામદારો પૈકી ના લાયકાત પાત્ર સભ્યો ને ઇજનેરી, તબીબી, વ્યવસ્થાપન, કાયદો વગેરેના ઉચ્ચ શિક્ષણ નું ખર્ચ ઉપાડવા સક્ષમ બનાવવા.

લોન ની વિગતો

  • ભારતમાં અભ્યાસ માટે રૂ. ૧૦.૦૦ લાખ અને વિદેશમાં અભ્યાસ માટે ૨૦.૦૦ લાખની લોન આપવાની જોગવાય છે
  • લોન નો વ્યાજ નો દર વિદ્યાર્થી માટે ૪% અને વિદ્યાર્થીનીઓ માટે ૩.૫%
  • લોનની રકમ માત્ર સંબધિત સંસ્થા/કોલેજ મારફત જ મળશે.

જે અભ્યાસક્રમ માટે લોન લીધી હોય તે અભ્યાસક્રમ પૂરો થયા બાદ એક વર્ષ પછી લોનની પરત ચુકવણી કરવાની રહેશે.

આર્થિક ઉત્કર્ષ યોજના:

વ્યકિતગત અકસ્માત વીમા કવચ યોજના: ગુજરાત સરકાર ધ્વારા પૂજ્ય ઠકકરબાપા સફાઈ કામદાર પુન: સ્થાપન યોજના હેઠળ રાજ્ય ના સંગઠીત અને અસંગઠીત ક્ષેત ના સફાઈ કામદારો માટે વ્યક્તિગત રૂ. ૧.૦૦ લાખના અકસ્માત વીમા કવચ ની યોજના અમલ માં છે. તા. ૦૧/૦૪/૨૦૦૮ થી નાણાં વિભાગ ધ્વારા સમગ્ર રાજ્ય માં એક સમાન ધોરણે વીમા કવચ ની યોજના નો અમલ કરેલ છે. આ યોજના હેઠળ જો સફાઈ કામદાર નું ફક્ત ફરજ દરમિયાન ગટરમાં ગુંગણામણથી / ડૂબી જવાથી કે આકસ્મિક મૃત્યુ થાય તે પ્રસંગે મળવા પાત્ર રૂ. ૧,૦૦,૦૦૦/- ના વીમા કવચ ઉપરાંત રૂ. ૨,૦૦,૦૦૦/- ની રકમ સફાઈ કામદારના આશ્રિત/ કુટુંબને ચુકવવામાંઆવશે.

પુજ્ય ઠક્કરબાપા સફાઇ કામદાર આવાસ યોજના: રાજ્ય સરકાર ધ્વારા રાજ્ય ના સફાઈ કામદારો અને તેઓ ના આશ્રિતો ને રહેણાંક ના પાકા આવાસો સમયબધ્ધ કાર્યકમ રૂપે પુરા પાડવા ડૉ આંબેડકર સફાઈ કામદાર આવસા યોજના અમલ માં મુકવામાં આવેલ છે. આ યોજના નો લાભ સફાઈ કામદારો અને તેઓ ના આશ્રિતો ને મળવા પાત્ર રહેશે તે માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહિ. આ યોજના નો હેતુ રાજ્ય સરકાર ની આ યોજના હેઠળ સફાઈ કામદારો કે તેઓ ના આશ્રિતો ને રહેણાંક ના પાકા મકાનો બનવા માટે વ્યક્તિગત રૂ. ૧,૨૦,૦૦૦/- ની સહાય અને રૂ. ૬૦,૦૦૦ બિન વ્યાજકીય લોન (શહેરી વિસ્તાર માટે) અને રૂ. ૩૦,૦૦૦ (ગ્રામ્ય વિસ્તાર માટે) આપવાની જોગવાઈ છે. મકાન ની ટોચ ની કિંમત શહેરી વિસ્તાર માટે રૂ.૭,૦૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૫,૦૦,૦૦૦/- રહેશે.

સફાઈ કામદારો માટે વિવિધ યોજનાઓ વિશેની વધુ માહિતી માટે  અહી ક્લિક કરો

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ધિરાણ/સહાય આપવામાં આવતી હોય એવી સૂચક યોજનાઓ: નિગમ પોષણક્ષમ હોય એવી અનેક પ્રકારની આવક નિર્માણ પ્રવૃત્તિઓ માટે નાણાં સહાય પૂરી પાડે છે. જેનાથી આવકનિર્માણની સીધી તકો ઉભી થતી હોય આવા આધાર માળખા ઉભાં કરવા માટે પણ નિગમ નાણાંસહાય પૂરી પાડે છે. આ પૈકીની કેટલીક નમૂનારૂપ પ્રવૃત્તિઓની યાદી નીચે આપવામાં આવી છે.

કૃષિ અને તેને લગતી પ્રવૃત્તિ:

  • ખેતી અને બજાર વ્યવસ્થા
  • બાયો ગેસ પ્લાન્ટ
  • ડેરી ફાર્મ
  • ઈંડાસેવન ગૃહ
  • ટ્રેઈલર સાથેનું ટ્રેકટર
  • બાગાયત
  • બળદ / ઉંટ ગાડા
  • મશરૂમની ખેતી
  • પ્રૌન ઉછેર
  • મત્સ્યોદ્યોગ
  • પંપસેટ / બોરવેલ
  • કૃષિલક્ષી ચીજવસ્તુઓની દુકાન ( બિયારણ / ખાતર / જંતુનાશક દવા વગેરે)

કારીગરો અને તેમના પરંપરાગત વ્યવસાયો: પથ્થરનું બાંધકામ, મેટલ વર્ક, હાથસાળ, લાકડાનું કોતરકામ, ચર્મકામ, હસ્તકલા

નાના વેપાર ધંધા:

  • નાની દુકાનો, કોઈપણ પ્રકારની (સ્ટેશનરી / કાપડ / તૈયાર પોશાકો / પગરખાં / ચામડાંની ચીજવસ્તુઓ / ફાર્મસી / કેશકર્તન / બ્યુટી પાર્લર / કરીયાણા / ઢાબા / કોસ્મેટીકસ / કંદોઈ / સ્ટીલની ચીજવસ્તુઓ /વીજળીનાં સાધનો / હાર્ડવેર / ગ્રોસરી / માંસ વગેરે)
  • કોઈપણ પ્રકારનું સર્વિસ સેન્ટર (રેડિયો / ટીવી / કોમ્પ્યુટર / વીજળીક ઉપકરણો/ઓટો મોબાઈલ્સ /સાયકલ વગેરેના રીપેરીંગ કામ માટે)
  • મરી મસાલા દળવા / ઘંટી / ભીની ચીજવસ્તુઓ દળવી
  • પ્રિન્ટીંગ પ્રેસ / ડીટીપી
  • પબ્લિક એડ્રેસ સીસ્ટમ (માઇક, લાઉડ સ્પીકર વગેરે)
  • ઇન્ટરનેટ ઢાબા / કોમ્પુટર સેવાઓ
  • લોન્ડ્રી / ડ્રાય કલીનીંગની દુકાન
  • એસટીડી / આઈએસડી બુથ / ફેકસ
  • દરજીકામ / ભરતકામ
  • તંબુઘર (ટેન્ટ હાઉસ)
  • કોંક્રેટ, સીમેન્ટ, મીકસીંગ યુનિટ
  • કોઈપણ પ્રકારનું નાનું ઉત્પાદક એકમ (દરવાજા,બારીઓ,જાળીઓ, પ્રવેશદારો, વાડ વગેરેનું સ્ટીલ ફેબ્રીકેશન)
  • શટીંગ યુનિટ
  • ડેન્ટલ કલીનીક
  • કુરીયર સેવાઓ
  • પેઈંગ ગેસ્ટ યુનિટ
  • ફોટોસ્ટેટ/લેમીનેશન યુનિટ
  • ફર્નિચરની દુકાન
  • મ્યુઝિકલ બેન્ડ / ઈલેકટ્રીકલ ડેકોરેશનની ચીજવસ્તુઓ ભાડે આપવી
  • બાંધકામની સાધન સામગ્રીની દુકાન

ઉદ્યોગો:

  • ઈંટ ઉત્પાદન
  • કાથી ઉત્પાદન
  • હોઝીયરી એકમ
  • કારપેટ ઉત્પાદન
  • તાંબાનાં વાસણોનું ઉત્પાદન
  • જામ/અથાણાં/સ્કવોશનું ઉત્પાદન
  • ચામડા પ્રક્રિયા એકમ (લેધર પ્રોસેસીંગ યુનિટ) તેમજ ઉત્પાદન એકમ
  • સ્ટોન ક્રશર યુનિટ
  • મિનરલ/સોડા વોટર પ્લાન્ટ

પરિવહન સેવાઓ:

  • બળદ/ઉંટ ગાડા
  • પેસેન્જર/માછલી પકડવાની બોટ
  • ટ્રાવેલ એજન્સી પરિવહન માટેનાં વાહનો (ઓટોમોબાઈલ્સ/કારટેક્ષી/ જીપટેક્ષી/નાની ટ્રકો / ઓટો /આરટીવી /મેટાડોર વગેરે)

સ્વચ્છતા લગતી પ્રવૃત્તિ અને સેવાઓ

  • પે એન્ડ યુઝ ટોયલેટ
  • કચરા નિકાલ માટેનાં વાહનો
  • વેકયુમ લોડર
  • સ્વચ્છતાલક્ષી ચીજવસ્તુઓ (સાવરણાં / ફિનાઈલ / ડિટરજન્ટ / સાબુ / એસીડ વગેરે) નું ઉત્પાદન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here