એક નિવેદન છે તમને કે આખી પોસ્ટ વાંચો.તમને રડું આવી જશે આને શાંત મન થી વાંચો. દરેક છોકરીઓ માટે એક પ્રેરક કહાની અને છોકરાઓ માટે અનુકરણીય શિક્ષા.
અશોક ભાઈ એ ઘર માં પગ રાખ્યો , “અરે સાંભળો છો.”
અવાજ સાંભળી ને અશોક ભાઈ ની પત્ની હાથ માં પાણી નો ગ્લાસ લઈ અને બહાર આવી અને બોલી , “આપણી દીકરી માટે માંગુ આવ્યું છે, સારો એવો ઈજ્જતદાર સુખી પરિવાર છે છોકરા નું નામ યુવરાજ છે બેન્ક માં કામ કરે છે. બસ દીકરી હા કહી દે એટલે સગાઈ કરી નાખીએ.”
એમની એક માત્ર દીકરી હતી. ઘર માં હંમેશા આનંદ નું વાતાવરણ રહેતું.ક્યારેક અશોક ભાઈ ને સિગરેટ અને પાન મસાલા ને કારણે એમના પત્ની અને દીકરી સાથે બોલાચાલી થઈ જતી. પણ અશોક ભાઈ મજાક માં કાઢી નાખતા.s. s. c. પાસ કરી ટ્યૂશન , સિલાઈ કામ કરી પિતા નો મદદ કરવા ની કોશિશ કરતી. હવે તો દીકરી ગ્રેજ્યુએટ થઈ ગઈ અને નોકરી પણ કરે છે. પણ અશોક ભાઈ એમના પગાર માંથી એક રૂપિયો પણ ન લેતા. અને રોજ કહેતા , “દીકરી આ પગાર તારી પાસે રાખ ભવિષ્ય માં કામ આવશે.”બંને ઘર ની સહમતી થી દીકરી અને યુવરાજ ની સગાઈ કરાવવા માં આવી અને લગ્ન માટે નું પણ મુહૂર્ત કઢાવવી લેવા માં આવ્યું. “દીકરી તારા સસુર સાથે મારી વાત થઈ. એમને કહ્યું કે દહેજ માં અમે કાંઈ નહીં લઈએ , ના રૂપિયા ,ના ઘરેણાં અને ના કોઈ વસ્તુ. તો દીકરી તારા લગ્ન માટે મેં થોડા રૂપિયા જમા કર્યા છે.આ બે લાખ રૂપિયા હું તને આપું છું. તારા ભવિષ્ય માટે કામ આવશે. તું તારા ખાતા માં જમા કરાવી દે.“ok પાપા.” દીકરી એ નાનો જવાબ આપી અને રૂમ માં ચાલી ગઈ.સમય ને જતા ક્યાં વાર લાગે છે? શુભ દિવસે બારાત આંગણે આવી ગઈ પંડિત જી એ વિવાહ ની વિધિ શરૂ કરી પછી ફેરા ફરવા નો સમય આવ્યો.કોયલ ની જેમ ટહુકી હોય એમ દીકરી બે શબ્દો માં બોલી. , “પંડિત જી ઉભા રહો. મારે તમારા બધા ની હાજરી માં મારા પાપા સાથે વાત કરવી છે.”
“પાપા તમે મને ખુબ લાડ પ્રેમ થી ઉછેરી છે , ભણાવ્યું , અને ખૂબ પ્રેમ પણ આપ્યો એનો કર્જ હું નથી ચૂકવી શકતી.
પણ યુવરાજ અને મારા સસરા ની સહમતી થી તમે આપેલ બે લાખ રૂપિયા નો ચેક હું તમને પાછો આપવા માંગુ છું. અને બીજો ચેક ત્રણ લાખ રૂપિયા નો જે મેં મારા પગાર માંથી બચત કરી છે એ.
જ્યારે તમે રીટાયર થશો ત્યારે તમને કામ આવશે. હું નથી ઇચ્છતી કે ઘરડા થાઓ ત્યારે તમારે કોઈ સામે હાથ ફેલાવવો પડે.
જો હું તમારો છોકરો હોત તો એ તમારા માટે આટલું તો કરત જ ને.”એ સમય એ બધા ની નજર દીકરી પર હતી.
“પાપા હું તમારા પાસે જે દહેજે માંગુ એ આપશો ?”અશોક ભાઈ એ ભારી અવાજ માં કહ્યું ,” હા દીકરી.”
“તો પાપા મને એક વચન આપો કે આજ પછી સિગરેટ ને હાથ નહીં લગાવો .
તમાકુ , પાન મસાલા નું વ્યસન આજ પછી છોડી દેશો.”છોકરી ના પિતા કેવી રીતે ના પાડી શકે?રૂપિયા નું કવર હું મારા પર્સ માંથી બહાર નહતી કાઢી શકતી હતી.