દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની માં પણ હોય છે જો ભાઈ દીકરી ને લાડ કરતા હો તો આગળ શેર કરજો

0
344

એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી.છોકરો ખુબ સારો અને સઁસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા.વેવાઈ પણ માણસાઈવાળા હત એટલે છોકરીના પિતા હળવાશઅનુભવતા હતાએકદિવસ છોકરીના સાસરિયાં વાળા એ વેવાઈને જમવા માટે તેડાવ્યા.તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા એમના નવા વેવાઈના મહેમાન બન્યા. દીકરી ના સાસરિયામાં એમને આદર સાથે આવકાર આપવામાં આવ્યો.વેવાઈ માટે ચા આવી. ડાયાબિટીસ હોવાથી ડોક્ટરે ખુબ સાવચેતી રાખવાનું કહેલું અને ખાંડવાલી ચા પીવાથી મનાઈ કરેલી પણ નવા સંબંધીને ખોટું ના લાગે એટલે ચા લઈ લીધી. ચાની પહેલી ચૂસકી મારી તો બિલકુલ ઘર જેવી જ ચા હતી. ખાંડ વગરની અને ઈલાયચી નાંખેલી. છોકરીના પિતાને થયું મારા ટેસ્ટની આ લોકોને કેમ ખબર હશે ?

બપોરે જમવા બેઠા ત્યારે પણ બધી જ રસોઈ ડોકટરે જેવી સલાહ આપી હતી તે મુજબની જ હતી. બપોરની આરામની વ્યવસ્થા, ઉઠીને તુરંત વરિયાળીનું પાણી બધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી.છોકરીના પિતાને સમજાતું નહોતું કે નવા વેવાઈને આ બધીખબર કેમ પડી? જયારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી ત્યારે પૂછ્યા વગર ના રહી શક્યા કે મારે શું ખાવાનું છે ? શું પીવાનું છે ? મને કેવો ટેસ્ટ પસંદ છે આ બધી ખબર તમને કેમ પડી ?દીકરીના સાસુએ કહ્યું , કાલે સાંજે જ તમારી દીકરીનો મારાપર ફોન આવી ગયો હતો એણે મને કહ્યું કે મારા પપ્પા એમના સ્વભાવ પ્રમાણે કંઈ બોલશે નહી પણ એની તબિયતને ધ્યાને લેતા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે મારા પપ્પાને સાચવજો.“બાપની આંખ ભીની થઇ ગઈ”.છોકરીના પિતા ઘરે આવ્યો એટલે ડ્રોઈંગરૂમ માં રાખેલા સ્વર્ગવાસીમાતાના ફોટા પરથી હાર ઉતારીને નીચે મૂકી દીધો. એના પત્નીએ પૂછ્યું, “કેમ બાના ફોટા પરથી હાર ઉતારી લીધો.”આંખમાં આંસુ સાથે પતિએ એની પત્નીને કહ્યું, “મને આજે ખબર પડી કે મારુ ધ્યાન રાખનારી મારી માં ગઈ જ નથી. આ જ ઘરમાં હવે એ દીકરીના રુપે રહે છે દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની માં પણ હોય છ જેના ઘરમાં દીકરી હોય એને બે માનો પ્રેમ મળે છે એક જન્મદાત્રી મા અને બીજી દીકરીમાં રહીને બાપને જીવની જેમ સાચવતી મા.”

  • દીકરી એટલે…આત્મજા.
  • દીકરી એટલે…વ્હાલનો દરિયો.
  • દીકરી એટલે…કાળજાનો કટકો
  • દીકરી એટલે…સમજણનું સરોવર
  • દીકરી એટલે…ઘરનો ઉજાસ.
  • દીકરી એટલે…ઘરનો આનંદ.
  • દીકરી એટલે…સ્નેહની પ્રતિમા.
  • દીકરી એટલે…ઘરની “જાન”
  • દીકરી એટલે…સવાઈ દીકરો.
  • દીકરી એટલે…પારકી થાપણ.
  • દીકરી એટલે…બાપનું હૈયું.
  • દીકરી એટલે…તુલસીનો ક્યારો.
  • દીકરી એટલે…માનો પર્યાય.
  • દીકરી એટલે…પ્રેમનું પારણું
  • દીકરી એટલે…હેતનો હિંડોળો
  • દીકરી એટલે…હેત ભર્યો ટહુકાર
  • દીકરી એટલે…ઝાડ નો છાંયડો
  • દીકરી એટલે…ભોળું પારેવડું
  • દીકરી એટલે…પ્રજ્વલિત દીપમાળ
  • દીકરી એટલે…ઊછળતોઉલ્લાસ
  • દીકરી એટલે …હરખની હેલી
  • દીકરી એટલે…કોયલનો ટહુકાર
  • દીકરી એટલે…આન્દનની કિલકારી.
  • દીકરી એટલે…વહાલપની વર્ષા.
  • દીકરી એટલે…શ્રદ્ધાનો સથવારો.
  • દીકરી એટલે…વિશ્વાસનું વહાણ
  • દીકરી એટલે…ફૂલનો ક્યારો.
  • દીકરી એટલે…ફૂલ્દાનો ફળ.
  • દીકરી એટલે…ફૂલદાની ફોરમ.
  • દીકરી એટલે…શ્રુશ્તીનો શણગાર
  • દીકરી એટલે… ધરતીનો ધબકાર
  • દીકરી એટલે…અવનીનું અલંકાર
  • દીકરી એટલે…પૃથ્વીનું પાનેતર
  • દીકરી એટલે…ઝાલરનો ઝંકાર.
  • દીકરી એટલે…બાપ ના આંસુ.
  • જો ભાઈ દીકરી ને લાડ કરતા હો તો આગળ શેર કરજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here